તમારો એક ફોન બદલી શકે છે કોઈનું જીવન! આણંદ SHE ટીમની સરાહનીય કામગીરી, મહિલાને મળ્યું નવજીવન

Anand News: પેટ્રોલ પંપ સામે એક મહિલા રડતી હોવાથી કોઈએ 181 અભયમને જાણ કરતા અભયમની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકની SHE ટીમને જાણ કરતા SHE ટીમે ઘટના સ્થળે દોડી જઇ મહિલાને ટાઉન પોલીસ મથકમાં લઈ જઈ તેનું કાઉન્સેલિંગ કર્યું અને પરિવાર સાથે મેળાપ કરાવી ઉત્તમ કામગીરી કરી હતી. 

તમારો એક ફોન બદલી શકે છે કોઈનું જીવન! આણંદ SHE ટીમની સરાહનીય કામગીરી, મહિલાને મળ્યું નવજીવન

બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં આત્મહત્યા કરવાના નિર્ણય સાથે ઘર છોડી નીકળી ગયેલી મહિલાનું  આણંદ ટાઉન પોલીસની she ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી મહિલાને આત્મહત્યા કરતા બચાવી લઈ પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. 

આણંદ શહેરમાં લોટિયા ભાગોળ વિસ્તારમાં પેટ્રોલ પંપ સામે એક મહિલા રડતી હોવાથી કોઈએ 181 અભયમને જાણ કરતા અભયમની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકની SHE ટીમને જાણ કરતા SHE ટીમે ઘટના સ્થળે દોડી જઇ મહિલાને ટાઉન પોલીસ મથકમાં લઈ જઈ તેનું કાઉન્સેલિંગ કર્યું અને પરિવાર સાથે મેળાપ કરાવી ઉત્તમ કામગીરી કરી હતી. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદ શહેરમાં પોતાના પતિ અને 20 વર્ષીય પુત્ર સાથે રહેતી મહિલા રેખાબેન રાજુભાઇ પ્રજાપતિ માનસિક રીતે અસ્વસ્થ હતી અને તેમાં પણ રાત્રે ઘરમાં પુત્ર સાથે બોલાચાલી થયા બાદ સવારે પતિ અને પુત્ર કામ ધંધા અર્થે બહાર ગયા ત્યારે રેખાબેન ઘર છોડી ચાલી નીકળી હતી. સાંજના સુમારે લોટિયા ભાગોળ પેટ્રોલપંપ સામે બેસી રડતી હોઈ જે અંગે કોઈએ 181 અભયમ ને ફોન કરી જાણ કરતા અભયમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

રેખાબેન સાથે વાતચીત કર્યા બાદ આ અંગે આણંદ ટાઉન પોલીસની SHE ટીમને જાણ કરતા SHE ટીમના એએસઆઈ જસીબેન ચૌધરી અને કોન્સ્ટેબલ ભાગ્યશ્રીબેન ઘટના સ્થળે દોડી ગયા હતા. મહિલાને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા મહિલાએ ઘરેથી કંટાળી હવે ઘરે પરત જવું નથી તેમ નક્કી કરી નીકળી હતી. જેથી એએસઆઈ જસીબેન ચૌધરી અને કોન્સ્ટેબલ ભાગ્યશ્રીબેનએ મહિલાનું કાઉન્સેલિંગ કરી મહિલાને કોઈ અઘટિત પગલું નહીં ભરવા સમજાવી હતી. જેથી મહિલા પણ સંમત થઈ હતી. 

પોલીસ અધિક્ષક પ્રવીણકુમારની સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે એન.પંચાલનાં માર્ગદર્શન અનુસાર આણંદ ટાઉન પીઆઇ એચ આર. બ્રહ્મભટ્ટની સૂચના હેઠળ SHE ટીમે આ અંગે મહિલાના પતિ અને પુત્રને જાણ કરતા તેઓ પણ મહિલાને શોધી રહ્યા હતા અને ચિંતામાં હતા. જેથી તેઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા. જ્યાં મહિલાના પતિએ જણાવ્યું હતું કે મહિલા માનસિક અસ્વસ્થ છે અને તેની દવા પણ ચાલુ છે.

અગાઉ પણ આ રીતે ઘરેથી નીકળી ગઈ હતી. જેથી SHE ટીમએ મહિલાને પ્રેમ અને હૂંફ આપી તેણીનું કાઉન્સેલિંગ કરીને ઘર છોડીને નહીં નીકળવા સમજાવી હતી અને ત્યારબાદ મહિલાને તેના પતિ અને પુત્ર સાથે મેળાપ કરાવી ઘરે મોકલ્યા હતા. આમ SHE ટીમની સજાગતાનાં કારણે મહિલા કોઈ અઘટિત પગલું ભરતા અટકી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news