દોઢ વર્ષનો રાહુલ બોરવેલ પડી જતાં જિંદગી સામે જંગ હાર્યો, અંદર જ કરાઇ દફનવિધિ
હિમતનગર ઈલોલમાં દોઢ વર્ષનો રાહુલ બોરમાં પડી જતા આખરે જિંદગીનો જંગ હારી ગયો. રેસ્ક્યુ ટીમ દ્વારા સતત ૧૨ કલાક રેસ્ક્યુ કરી બહાર કાઢવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. રાહુલના પરિવારે વિધિ વિધાનથી બાળકની દફન વિધિ બોરમાં જ કરી હતી.
Trending Photos
હિંમતનગર: હિમતનગર ઈલોલમાં દોઢ વર્ષનો રાહુલ બોરમાં પડી જતા આખરે જિંદગીનો જંગ હારી ગયો. રેસ્ક્યુ ટીમ દ્વારા સતત ૧૨ કલાક રેસ્ક્યુ કરી બહાર કાઢવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. રાહુલના પરિવારે વિધિ વિધાનથી બાળકની દફન વિધિ બોરમાં જ કરી હતી.
હિમતનગરના ઇલોલમાં ખેડૂતના ત્યાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા દંપતીનો દોઢ વર્ષનો રાહુલ રમતા રમતા બંધ પડેલા બોરમાં પડી જતાં હિમતનગર અને અમદાવાદ ફાયર અને રેસ્ક્યુ ટીમ તેને બચાવાવા કામે લાગી હતી. મામાલતદાર ,પ્રાંત અધિકારી, ડીઝાસ્ટર ,કલેકટર, ડીવાયએસ.પી, ડીએસપી સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી બાળકને બચાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બોરવેલમાંથી બાળકને બહાર કાઢવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પાંચ અલગ અલગ પદ્ધતિથી 25 થી 30 વખત પ્રયાસ કર્યા હતા પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી.
12 કલાકની સતત મહેનત બાદ પણ બાળકને બહાર કઢાઈ શકાયું ન હતું. જેથી બાળકને બોરમાં જ અંતિમ વિધિ કરવાનો નિર્ણય લેવાયો હતો. તો બીજી તરફ બોર માલિક ખેડુતની બેદરકારી પણ સામે હતી. 4 વર્ષથી બંધ પડી ગયેલા બોર ઉપર જ રહેઠાણ માટે ની પતરા નાખી ઓરડી બનાવી આપી હતી. જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી.
Rescue operations underway for a 1.5-year-old boy who fell into a 200-feet deep borewell in Sabarkantha earlier today. #Gujarat pic.twitter.com/S8NXKNodzy
— ANI (@ANI) October 1, 2018
સાબરકાંઠાના ઇલોલ ગામે બોરમાં રાહુલ નામનો બાળક પડી જતાં 12 કલાક સુધી ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા 12 સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આખરે બોરવેલમાં બાળકની દફનવિધિ કરવામાં આવ્યું હતું.
આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે એક ઇલોલમાં મજૂરી કામ કરતાં મકબૂલ રફીકભાઇના ઘરે રાહુલ રમતાં રમતાં બોરવેલમાં પડી ગયો હતો. રાહુલ 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા ખૂબ પ્રયત્નો કરવા છતાં રાહુલને બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થઇ ન હતી.
જોકે બચાવ ટીમ દ્વારા અનેક પ્રયત્નો કરવા છતાં નિરાશા સાંપડતા બોરવેલમાં માટી નાખીને પુરી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા કલેકટરના જાહેરનામા છતાં બંધ પડેલા બોરને પૂરી નહિ દેવાતા આવા બનાવો બનવા પામતા હોય છે જેથી જીલ્લામાં આવો ત્રીજો બનાવ બનવા પામ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે