સાબરકાંઠા

ગ્રામ પંચાયતની ચૂંટણી : મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો વળી ગયો

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી યોજાવાની છે. ફોર્મ ભરવા માટે દાવેદારોનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે પ્રાંતિજના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો હતો. કારણ કે, મહિલા ઉમેદવાર ફોર્મ ભરવા માટે 2 રૂપિયાનો સિક્કો લઈને આવ્યા હતા.

Dec 4, 2021, 12:00 PM IST

વિકૃતિઓથી ભરેલા આ શખ્સે તમામ હદ વટાવી, પાડી સાથે કર્યું ગંદુ કામ 

માણસ હવે વિકૃતિની હદ વટાવી રહ્યો છે. આ વિકૃતિમાં તે પ્રાણીઓને પણ સામેલ કરી રહ્યો છે. ત્યારે હચમચાવી દે તેવો કિસ્સો સાંબરકાંઠામાં બન્યો છે. સાંબરકાંઠામાં એક શખ્સે પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કર્યું છે. એક શખ્સ એટલી હદે હેવાન બન્યો કે, તેણે રાત્રિ દરમિયાન કૂવા પાસે પશુના પગ બાંધી દીધા હતા અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ ઘટના બાદ પશુનુ મોત થયુ હતું, તેથી ખેડૂતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 

Aug 20, 2021, 01:33 PM IST

સાબરકાંઠાની આ શાળામાં એડમિશન માટે ઉદ્યોગપતિના છોકરાઓ પણ કરે છે પડાપડી, જાણો શિક્ષણ પદ્ધતીની ખાસીયત

ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સરકારી શાળાઓ બનાવવા જઈ રહી છે સરકાર. જેમાં સાબરકાંઠા જીલ્લાની હાલમાં ૩૨ જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભૈતિક અને શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્રારા વર્લ્ડ બેન્કની સહાયથી મિશન સ્કુલ ઓફ એક્સલન્સની જાહેરાત બાદ સાબરકાંઠા જીલ્લાના ૮ તાલુકાની ૩૨ જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્રારા તબક્કાવાર શાળાઓ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Jul 23, 2021, 05:30 PM IST

Gujarat: ભર ઉનાળે દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ, સાબરકાંઠામાં UFO દેખાયું

ગુજરાતનાં વાતાવરણમાં અચાનક બે જિલ્લાઓમાં પલટો જોવા મળ્યો હતો. ભર ઉનાળે વરસાદ (Rain)ના છાંટા પડતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાં વાતાવરણ ખુબ જ અસામાન્ય રહ્યું છે. શિયાળામાં પણ વરસાદ (Rain) નોંધાઇ ચુક્યો છે.  ત્યારે ભર ઉનાળે બે જિલ્લામાં વરસાદ (Rain)ની ઘટનાથી ખેડૂતોની ચિંતા વ્યાપી છે. ખેડૂતો ખાસ કરીને કેરીના પાકને જો હવે નુકસાન થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત અનેક પાકોને પણ વરસાદ (Rain) કરતા સાથે ફુંકાતા પવનોથી નુકસાન થાય છે. 

Mar 12, 2021, 06:56 PM IST

જેનું ખાય તેને પણ નથી છોડતા વ્યાજખોર: હિંમતનગરમાં દંડનાં નામે પ્રતિ દિવસ 20 હજાર વસુલ્યાં

હાજીપુર ગામના યુવકે વ્યાજખોરના ત્રાસને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૂડીની સામે બમણું વ્યાજ વસુલાત સાથે પેનલ્ટી પણ લેવાની વાત સાથે પઠાણી ઉઘરાણી કરતા હોવાને લઇ બે વ્યાજખોરો સામે હિંમતનગર એ ડિવિઝન પોલોસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ વડા પોતે પણ આ સમગ્ર કિસ્સામાં અંગત ધ્યાન આપી રહ્યા છે.

Dec 28, 2020, 12:22 AM IST

કોરોનાનું સંક્રમણ વધતા સાંબરકાંઠાનું ચોરીવાડ ગામ 10 દિવસ માટે સ્વયંભૂ બંધ

સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. જેને અટકાવવા માટે સ્થાનિકો અને સ્થાનિક વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો. 

Dec 2, 2020, 04:29 PM IST

સાબરકાંઠાના પ્રાંતિજમાં સજ્જડ બંધ, કોરોના સંક્રમણને અટકાવવા સ્વયંભૂ કરાયું બંધ

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વયંભૂ બંધને બીજા દિવસે પણ બજારો સજજડ બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે બજાર સ્વયંભૂ બંધ કરાયું છે. લારી ગલ્લા સહિત તમામ દુકાનો બીજા દિવસે પણ બંધ જોવા મળી હતી

Nov 23, 2020, 12:00 PM IST

સાબરકાંઠાના ખેડૂતોને શિયાળુ સિઝન પહેલા મળી મોટી ભેટ, બે સિઝનનું તમામ નુકસાન થશે ભરપાઈ

સાબરકાંઠાની હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી ખેડૂતોને રવી સીઝન માટે પ્રથમ પાણી નવા વર્ષના દિવસે શરુ કરવામાં આવશે. જે ૧૫ દિવસ ચાલશે જેને લઈને ચાર તાલુકાના ૫૮ ગામોના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને વાવેતરમાં લાભ થશે. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સાબરકાંઠા જીલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદને લઈને સતત બીજા વર્ષે હાથમતી-ઇન્દ્રાસી જળાશય ઓવરફલો થયા હતા જેને સાબરકાંઠાના બે અને ગાંધીનગર જીલ્લાના બે મળી ચાર તાલુકાના કેનાલના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને રવિ સિઝનના વાવેતરમાં પાણી ઉપયોગી થશે જથી આ વર્ષે રવિ સીઝનમાં વાવેતર કરવામાં આવતા ઘઉં,ચણા અને રાયડાને ફાયદો થશે.

Nov 3, 2020, 11:05 PM IST

નવરાત્રિ પૂર્ણ થતાં સોમવારથી અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર

નવરાત્રિ પૂર્ણ થતાં અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Oct 25, 2020, 08:43 PM IST

શનિ-રવિમાં પોળો ફોરેસ્ટ ફરવા માટે જઇ રહ્યા છો? આ સમાચાર સૌથી પહેલા વાંચી લેજો

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલા પોળોના જંગલો વર્ષાઋતુમાં વરસાદી માહોલથી સોળેકળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે પોળો ફોરેસ્ટની મુલાકાત કરનાર પ્રવાસીઓનો ધસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેનો વિરોધ સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Oct 2, 2020, 10:59 PM IST

ઈડરના બજારમાં સ્વંયભૂ લોકડાઉન, રીક્ષા ફેરવીને માઈક પર કરાઈ બજાર બંધની જાહેરાત

  • સાબરકાંઠા ઇડરનું બજાર સાત દિવસ સ્વયંભુ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ.
  • સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે

Sep 27, 2020, 10:11 AM IST

11 લાખની નકલી નોટ કેસમાં 3 વર્ષથી નાસતો ફરતો આરોપી સાબરકાંઠાથી ઝડપાયો

વર્ષ 2017માં ચમત્કારી સુલેમાની પથ્થર ખરીદવા માટે 11 લાખની નકલી નોટો સાથે સાત આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. આ ગુનામાં એક આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. જેને ગુજરાત ATS ની ટીમે સાબરકાંઠાના ઘડી ગામેથી ઝડપી લીધો છે. ગુજરાત ATS ની ટીમે સાબરકાંઠાના ઘડી ગામેથી ઝડપી લીધો છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, 2017માં અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં 2000ના દરની 11 લાખની નકલી નોટોના ગુનામાં સાત આરોપીઓની ધરપકડ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

Sep 26, 2020, 11:02 PM IST
ZEE 24 Kalak Special Conversation With Sabarkantha Farmers PT6M38S

સરકારના કિસાન રાહત પેકેજમાંથી સાબરકાંઠા બાકાત

ZEE 24 Kalak Special Conversation With Sabarkantha Farmers

Sep 22, 2020, 05:45 PM IST

સાબરકાંઠા: રહી રહીને આવેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાંખી, પાકનો સંપુર્ણ નાશ થયો

જીલ્લામાં સાત હજાર હેકટર વિસ્તારથી વધુ ડાંગરની ખેતી થઇ છે. જેમાં ખાસ કરીને પ્રાંતિજ વિસ્તારમાં પાછોતરા વરસાદ વરસવાને લઇને ડાંગરના પાકનો સોથ વળી ગયો છે. તૈયાર થવાના આરે ડાંગરનો પાક વાવાઝોડાને કારણે જમીન દોસ્ત થઇ ગયો છે. સાબરકાંઠા જીલ્લામાં પહેલા વરસાદ ખેંચાતા ખેડુતોનો જીવ તાળવે ચોંટ્યો હતો કે, ચોમાસુ કેવુ રહેશે, પણ અનુકુળ વરસાદ બાદ ડાંગરનો પાક પણ સારો થયો હતો તો હવે પાક લેવાને આરે ૧૫ દિવસ બાકી છે, ત્યારે સતત બે દિવસ વાવાઝોડા સાથે વરસાદ વરસતા ઉભો પાક જમીન દોસ્ત થઇ ગયો છે.

Sep 15, 2020, 06:33 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ, ગીર ગઢડામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણા, ઊંઝા અને ખેરાલુમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ઈડર, મહેસાણા શહેર અને અરવલ્લીના ભિલોડામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આજે સવારથી એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

Sep 7, 2020, 10:08 AM IST

જમીન અને ઘર કંકાસથી કંટાળેલા પતિએ પત્ની સાથે કર્યું એવું કૃત્ય કે તમે પણ વરસાવશો ફિટકાર

તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ડીસાના રાણપુર ઉગમણાવાસ ગામના હરખાભાઇ અમરાભાઇ રાવળના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. અમીરગઢના કરજાપુરા ગામના કાકુસિંહ મફતસિહ સોનગરાને તેમની પત્ની વિજલબા સાથે કરજા ગામે આવેલ જમીન બાબતે ઘર કંકાસ ઘણા લાંબા સમયથી ચાલુ હતો. 

Sep 5, 2020, 04:37 PM IST

કોઈને ખબર નથી કે ગુજરાતમાં વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિર પણ છે.... જેની આવી છે હાલત

આ મંદિર પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે. રાઇસિંગપુરા રોડાના મંદિર તરીકે ઓળખાતા કુલ સાત જેટલા મંદિરો આ કેમ્પસમાં આવેલા છે

Aug 18, 2020, 03:41 PM IST

ગુજરાતમાં ફરી વાઘ આવ્યાની ચર્ચા, વીડિયોમાં દેખાઈ વાઘણ, પણ વન વિભાગે કહ્યું...

ગુજરાતમાં વાઘ હોવાની વાતો અનેકવાર સામે આવી છે. મહીસાગરમાં વાઘ દેખાયાની પુષ્ટિ પણ થઈ છે. પરંતુ હવે સાબરકાંઠામાં વાઘ દેખાયાની ચર્ચા થઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના હુંજ ગામમાં પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવાનો બોગસ વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા વન વિભાગનું રિએક્શન સામે આવ્યું છે. વનવિભાગે આ ઘટનાને અફવા ગણાવી છે. સાબરકાંઠાના હુંજ વિસ્તારનો હોવાનો દાવો કરતા આ વીડિયોની વન વિભાગ દ્વારા કોઈ પુષ્ટિ કરાઈ નથી. લોકોને ભયમાં મૂકવા માટે વીડિયો બોગસ બનાવી વાયરલ કરનાર સામે પણ તપાસ હાથ ધરાશે. 

Aug 1, 2020, 01:39 PM IST

સાબરકાંઠામાં ઓછા વરસાદને લઈ ખેડૂતો ચિંતિત, પાકમાં નુકસાન જવાની શક્યતા

ચાલુ સાલે સારા વરસાદની આશાએ ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર મોટા પાયે કર્યું છે પરંતુ પૂરતા પ્રમાણે વરસાદના વરસવાને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. પ્રથમ વરસાદ  વાવેતર માટે યોગ્ય વરસ્યો હોવાથી સ્થાનિક ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી જેવા ચોમાસુ પાકનું વાવેતર કરી લીધું હતું. 

Jul 15, 2020, 09:52 PM IST