આમ આદમી પાર્ટીની વધુ એક રેવડી! મહાનગરોમાં દર 4 કિમીના અંતરે સ્કૂલ બનશે
આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ ગુજરાતના આઠ મહાનગરપાલિકમાં 4 કિલોમીટરની અંતરે એક શાનદાર સરકારી શાળા બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. મહાનગર પાલિકામાં શાનદાર શાળા બનાવશે.
Trending Photos
અમદાવાદ: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં તેમણે કલાપીનગરથી અસારવા વિસ્તારની મુલાકાત લીધી. આ સાથે સંબોધનમાં સિસોદિયાએ જાહેરાત કરી કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં આઠ મહાનગરમાં દર ચાર કિલોમીટરે એક અદ્યતન સરકારી સ્કૂલ બનશે. આ સરકારી સ્કૂલો ખાનગી કરતાં પણ સારી બનશે. આ માટે તેમની પાસે યોજના પણ તૈયાર હોવાનો દાવો સિસોદિયાએ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણને લઈને મોટી જાહેરાત આજે કરી હતી. આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ ગુજરાતના આઠ મહાનગરપાલિકમાં 4 કિલોમીટરની અંતરે એક શાનદાર સરકારી શાળા બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. મહાનગર પાલિકામાં શાનદાર શાળા બનાવશે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 18 હજાર શાળા બેસવા રૂમ નથી. 44 લાખ જેટલા બાળકો પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે 53 લાખ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. બીજી બાજુ પ્રાઇવેટ શાળાઓ પોતાને મન ફાવે તેમ ફી વધારી રહી છે. ગુજરાતની સરકારી શાળાઓની કુલ 48 હજાર શાળાઓમાંથી 32 હજાર શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે. જેમાં 18 હજાર જેટલી શાળાઓમાં બાળકોને અભ્યાસ કરવા બેસવા માટે રૂમ પર નથી. જ્યારે અન્ય ઘણી શાળાઓમાં શિક્ષકોની અછત જોવા મળી રહી છે.
મનીષ સિસોદિયાએ વાલી, શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી છે. તેમણે જણાવ્યું કે, પ્રાઇવેટ શાળાઓ લૂંટ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ પાંચ વર્ષમાં તમામ શાળાઓની શાનદાર બનાવવામાં આવશે. તેમજ પ્રાઇવેટ શાળાઓ જે ફી વધારી રહી છે, તે પણ ઘટાડવામાં આવશે.
જુઓ આ પણ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે