નકલી કપાસિયા તેલ વેચતો અમિત શાહ પકડાયો, મોડાસા જીઆઈડીસીમાં ચાલતા ખેલનો પર્દાફાશ

Fake Cotton Seed Oil : અરવલ્લીમાં કપાસિયા તેલના નામે નકલી ડબ્બાના પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઈ....મોડાસા GIDC ખાતે લક્ષ્મી પ્રોટીન્સ ફેક્ટરીમાં કરવામાં આવતુ હતુ નકલી કપાસિયા તેલના ડબ્બાનું પેકિંગ....SOGએ દરોડા પાડી મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી....
 

નકલી કપાસિયા તેલ વેચતો અમિત શાહ પકડાયો, મોડાસા જીઆઈડીસીમાં ચાલતા ખેલનો પર્દાફાશ

Arvalli News સમીર બલોચ/અરવલ્લી : ગુજરાતીઓ ખાવાના ભારે શોખીન હોય છે. વિકેન્ડમાં ગુજરાતીઓ હોટલમાં જમવાનું વધુ પસંદ કરે છે. સ્વાદના શોખીન ગુજરાતીઓનું હવે સ્વાસ્થય બગડે તેવા ખેલ થઈ રહ્યાં છે. તાજેતરમાં ગુજરાતમાં નકલી હળદર, નકલી પનીર, નકલી લાલ મરચું, નકલી વરિયાળી, નકલી ચીઝ બનાવવાનું કૌભાંડ પકડાયુ હતું. ત્યારે હવે નકલી કપસિયા તેલ બનાવવાનો કારોબાર ખુલ્લો પડ્યો છે. આ ઘટનાઓથી હવે ડરવાની જરૂર છે કે, ન જાણે ગુજરાતમાં બીજા કઈ ખાદ્ય વસ્તુઓ નકલી વેચાઈ રહ્યાં છે. બ્રાન્ડેડ તેલ કંપનીના નામના ડુપ્લીકેટ સ્ટીકર લગાવી અન્ય તેલ વેચતા વેપારીને અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા મોડાસા જીઆઈડીસીમાંથી ઝડપી લીધો છે. 

મોડાસામાં તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી ડબાના પેકિંગ કરતી ફેકટરી ઝડપાઈ છે. મોડાસા GIDC માંથી નકલી કપાસિયા તેલના ડબ્બાના પેકિંગના કૌભાંડને અરવલ્લી SOG ની ટીમે પર્દાફાશ કર્યો છે. મોડાસા GIDC ખાતે લક્ષ્મી પ્રોટીન્સ ફેકટરીમાં નકલી તિરૂપતિ કપાસિયા તેલના ડબ્બાનું પેકિંગ કરાતું હતું. તેલના જૂના ડબા પર અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર અને બૂચ મારી પેકિંગ થતું હતું. SOG પોલીસે આરોપી મોડાસાના અમિત શાહને ઝડપી કૉપીરાઇટ એક્ટ મુજબ ગુનો  નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડાસામાં રિફાઇન્ડ તેલના નામે ડબા પર  અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર મારી વેચાણ કરતી ફેકટરી ઝડપાયા છે. 

મોડાસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી ફેક્ટરીમાં એસઓજી પીઆઇ સીએફ રાઠોડ અને તેમની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન તેલના જુના ડબ્બામાં અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના માર્કાના નામે તેલના ડબ્બા તૈયાર કરાતા હતા. જેમાં કંપનીનો સ્ટીકર તેમજ બુચનો ઉપયોગ કરાતો હતો. આમ નકલી તેલ વેચાણ કરતા વેપારીને ઝડપી લેવાયો હતો.

પોલીસે તિરૂપતિ કપાસિયા તેલના ડુપ્લીકેટ 36 સ્ટીકર, 38 નંગ બુચ તેમજ 15 કિલો તેલ ભરેલા આઠ ડબ્બા સહીત કુલ રૂપિયા 18816 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં એસઓજી પીઆઇ સીએફ રાઠોડે કોપીરાઈટ એક્ટની કલમ 63, 64 મુજબ મોડાસા ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. જયારે પોલીસે મોડાસા બસસ્ટેશન નજીકની લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અમિત કુમાર કિશનલાલ શાહની નકલી તેલ બનાવવા મામલે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news