વડનગરમાં ઉત્ખનન દરમિયાન પુરાતત્વ વિભાગને હાથ લાગ્યો અમુલ્ય ખજાનો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ચાલી રહેલા ઉતખલન દરમ્યાન બે મીટર વ્યાસ ધરાવતું પૌરાણિક દિશા સૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે. 

વડનગરમાં ઉત્ખનન દરમિયાન પુરાતત્વ વિભાગને હાથ લાગ્યો અમુલ્ય ખજાનો

તેજસ દવે/મહેસાણા : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ચાલી રહેલા ઉતખલન દરમ્યાન બે મીટર વ્યાસ ધરાવતું પૌરાણિક દિશા સૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે. અસામાન્ય અને યુનિક કહી શકાય તેવી ઇટોથી બનેલું આ સ્ટ્રક્ચર દેશમાં પ્રથમવાર વડનગરમાંથી મળ્યું હોવાનો પુરાતત્વ વિભાગે દાવો કર્યો છે. હાલમાં આ સ્ટ્રક્ચર 11 મી સદીનું હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં અતિ પ્રાચીન હયાત નગર હોવાનું બહુમાન ધરાવતું નગર એટલે વડનગર. 3000 વર્ષ જૂની આ નગરીના ઇતિહાસને ઉજાગર કરવા વડનગરમાં છેલ્લા 10 વર્ષથી ઉતખલન ચાલી રહ્યું છે.

આ ઉતખલન દરમ્યાન વિવિધ સ્થાપત્યો, અવશેષો, બૌદ્ધ સ્તૂપ અને માટીના વાસણો મળી આવ્યા છે. તો વર્તમાન સમયમાં સૌથી યુનિક કહી શકાય તેવુ એક સ્ટ્રક્ચર શોધી કાઢવામાં સફળતા મળી છે. અમરથોલ દરવાજા વિસ્તારમાં ખોદકામ દરમ્યાન બે મીટર વ્યાસ ધરાવતું એક સ્ટ્રક્ચર મળ્યું છે. આ સ્ટ્રક્ચર દિશા સૂચક યંત્ર હોવાનું હાલના તબક્કે માનવામાં આવી રહ્યું છે. જો કે, હાલના તબક્કે આ સ્ટ્રક્ચર માટે વિભિન્ન ત્રણ મત પ્રવર્તી રહયા છે.  પુરાતત્વ વિભાગના મતે કાંતો આ સ્ટ્રક્ચર દિશા સૂચક યંત્ર, વાસ્તુ યંત્ર કે જ્યોતિષ વિદ્યા માટે ઉપયોગમાં લેવાતું યંત્ર હોઈ શકે છે.

અલબત્ત આવા પ્રકારનું સ્થાપત્ય હજુ સુધી દેશમાં ક્યાંય મળ્યું નથી. આ સ્ટ્રક્ચર ઉપર પ્રોટો નાગરી લિપિમાં દિશાઓ લખી હોવાનું જણાય છે. તો, પાંચમી સદીના અવશેશો પરથી મોગલકાલીન કબ્રસ્તાન પણ આ સ્થળેથી મળી આવ્યું છે. અને આ સ્થળેથી 700 વર્ષ જુના માનવ કંકાલ મળી આવ્યા છે. તો, 11 મી સદીમાં બંધાયેલું યુનિક સ્ટ્રક્ચર અન્ય સ્થળે જવા માટે દિશાઓ જોવા માટે તેનો ઉપયોગ થતો હોવાનું અનુમાન છે.

વડનગરના અમરથોલ દરવાજા પાસેથી મળી આવેલા યુનિક સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ સ્ટ્રક્ચરની ઈટો પર ત્રણ સીધી રેખાઓ દર્શાવાઇ છે. જે પૌરાણિક ગ્રંથ આધારિત છે. ત્રણ દેવી શક્તિઓને આધારિત ત્રણ રેખાઓ આ સ્ટ્રક્ચર પર અંકિત થયેલી છે. જો કે, પુરાતત્વ વિભાગ હજુ સંશોધન કરી રહ્યું છે. તો બીજી તરફ વડનગરમાં વિવિધ સાત સ્થળે ચાલી રહેલા ઉતખલન દરમ્યાન પ્રથમ સ્ટ્રક્ચરમાં સત્રપ, ત્યારબાદ સોલંકી, ત્યારબાદ વાઘેલા, અને ત્યાર પછી મોગલ કાલીન અવશેષો શોધવામાં પુરાતત્વ વિભાગને સફળતા મળી છે. સત્રપ કાલીન અવશેષો આશરે 3000 વર્ષ જુના હોઈ શકે છે.

જો કે ખાસ મહત્વપૂર્ણ બાબત એ છે કે, વડનગરમાં ઉતખલન દરમ્યાન મોટી માત્રામાં ચાંદી અને શિશા ના સિક્કા મળ્યા છે પરંતુ સોનાના સિક્કા બહુ જૂજ સિક્કા મળ્યા છે. એટલે કે, સોલંકી અને સત્રપ કાલીન યુગમાં ચલણ તરીકે ચાંદી અને શિશાના સિક્કાનો ઉપયોગ થતો હોવાનું અનુમાન છે. વડનગરના ભીતરમાં ધરબાયેલો ઉતિહાસ એ રાજ્ય જ નહીં સમગ્ર દેશનો વારસો છે. અને આ વારસાને ઉજાગર કરવા વડનગરમાં છેલ્લા 10 વર્ષથી પુરાતત્વ વિભાગ રાત દિવસ કામ કરી રહ્યું છે. ત્યારે હવે નજીકના જ ભવિષ્યમાં આખરે વડનગર નગરનો ઇતિહાસ શુ હતો તે ઉજાગર થવાની આશા બંધાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news