mucormycosis

સુરતમાં 3 વર્ષના માસુમ બાળકને થયો મ્યુકોરમાઈસોસિ, રાજ્યનો પહેલો કિસ્સો

રાજ્યમાં સૌપ્રથમવાર સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસ (mucormycosis) થયો હોવાનું સામે આવ્યું છે. કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા તરત બાળકનું સિટીસ્કેન કરાયું હતું. હાલ બાળકની હાલત ગંભીર હોવાથી હાલ તેને હાયર સેન્ટરમાં રિફર કરવાની તૈયારી ચાલી રહી છે. મ્યુકોરમાઇકોસિસ થતા બાળકને સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સિટી સ્કેનમાં કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. 

Jul 25, 2021, 11:19 AM IST

Mucormycosis સારવાર માટે વપરાતી બનાવટી દવાના ઉત્પાદન અને વેચાણના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

રાજ્યના નાગરિકોને ગુણવત્તા લક્ષી દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઇ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મ્યુકરમાઇકોસિસની સારવાર માટે વપરાતી દવા CUVICON બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે

Jul 7, 2021, 08:35 PM IST

Mucormycosis ના દર્દીની સભાન અવસ્થામાં લગભગ સાડા ત્રણ કલાક કરી સર્જરી

દર્દીની કિડની (Kidney) માં પથરીને લીધે ક્રિએટ માત્ર ત્રણ જેટલું રહેતું હોવાથી જનરલ એનેસ્થીસિયા આપવો શક્ય ન હતો.

Jul 7, 2021, 06:03 PM IST

VADODARA: દર્દીનો ચહેરો ન બગડે તે પ્રકારે મ્યુકોરમાઈકોસિસની સર્જરી કરવામાં આવી

ગોત્રી હોસ્પિટલના તબીબોએ મ્યુકોરમાઇકોસિસના દર્દીની આંખનો ડોળો અને સારા સ્નાયુઓને સાચવીને અસરગ્રસ્ત હિસ્સો દુર કરવાની સફળ સર્જરી કરી છે. આ સર્જરીથી અંધાપો નિવારી શકાતો નથી પણ ચહેરાની કુરૂપતા નિવારી શકાય છે. આ અંગે હિરેન સોનીએ જણાવ્યું કે, આ કિસ્સો ગુજરાતમાં પહેલીવાર મ્યુકરના દર્દીની રેટ્રો ઓર્બિટ ક્લિયરન્સ વિથ આઇ બોલ પ્રીઝર્વેશન સર્જરી કરવામાં આવી હતી. 

Jun 24, 2021, 10:17 PM IST

mumbai: બાળકો બન્યા Black Fungus નો શિકાર, 6,8 અને 14 વર્ષના બાળકની આંખ કાઢવી પડી

ડાયાબિટીસના દર્દીઓ કે પછી વયસ્કો તો તેનાથી સંક્રમિત થવાની વાત તમે સાંભળી હશે પરંતુ હવે આ બીમારી બાળકોને પોતાની શિકાર બનાવી રહી છે. 
 

Jun 17, 2021, 10:55 PM IST

Ahmedabad: માસૂમ બાળકીની 'જીંદગી જીવવાની જીદ' સામે ગંભીર બીમારીએ હેઠા મૂક્યા હથિયાર

'કોરોના' (Coronavirus), 'મ્યુકરમાઇકોસિસ' (Mucormycosis) જેવા ભયાવહ રોગનું નામ સાંભળી લોકોના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે

Jun 16, 2021, 07:06 PM IST

ખાનગી હોસ્પિટલના તબીબે કહ્યું, આંખ કાઢવી પડશે... પણ સિવિલના તબીબોએ આંખ કાઢ્યા વગર સારવાર કરી

 • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ રાજ્યોમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે
 • ખાનગી  તબીબોએ યુવાનને કહ્યું, તમારી આંખ કાઢવી પડશે. પણ સિવિલના તબીબોએ આંખ કાઢ્યા વગર સારવાર કરી 

Jun 9, 2021, 02:50 PM IST

સિવિલના 1 હજાર મ્યુકોરમાઈકોસિસ દર્દીઓ પરનું રિસર્ચ કહે છે, યુવાનો કરતા વૃદ્ધો પર ભારે પડ્યું આ ફંગસ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 1010 કરતા પણ વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને સારવાર અપાઈ છે. મ્યુકોરમાઇકોસિસના કારણે અમદાવાદ સિવિલમાં 1010 માંથી અંદાજે 77 થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ પણ 375 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા 1 હજાર દર્દીઓના ડેટા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી રસપ્રદ માહિતી સામે આવી છે. 

Jun 9, 2021, 11:28 AM IST

કોરોનાની ચુંગલમાંથી મુક્ત થઈ રહ્યું છે અમદાવાદ, સિવિલમાં માત્ર 225 દર્દીઓ સારવારમાં

 • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ
 • સમગ્ર સિવિલ કેમ્પસમાં હાલ માત્ર 225 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે

Jun 8, 2021, 03:39 PM IST

અમદાવાદ સિવિલમાં સફળતાપૂર્વક મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી, બે મહિનામાં 950 થી વધુની સારવાર

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 67 દિવસમાં 984 મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી (Surgery) કરવામાં આવી છે

Jun 7, 2021, 05:33 PM IST

હાઈકોર્ટે રૂપાણી સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યું, તમારી પાસે ટેક્સ વસૂલાતના ડેટા છે પણ ફાયર સેફ્ટીના નહિ

ગુજરાતને કોરોનાની બીજી લહેર ધમરોળી રહી છે, ત્યાં થોડા મહિનામાં ત્રીજી લહેર પણ ત્રાટકશે. ત્યારે આવામાં ગુજરાત સરકાર દ્વારા લેવાતા પગલા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આવામાં હાઈકોર્ટે (gujarat highcourt) સરકાર પર લાલ આઁખ કરી છે. ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર તથા ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે. જેમાં હાઈકોર્ટે આકરા શબ્દોમાં ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે.   

Jun 1, 2021, 01:05 PM IST

એક ક્લિક પર જુઓ સુરતના સવારના મહત્વના સમાચાર

 • સુરતમાં મ્યુકોરમાઈકોસિસથી લઈને ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડના પાંચ મહત્વના સમાચાર જાણો
 • સુરતમાં 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરનારાને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Jun 1, 2021, 08:14 AM IST

દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારીનું નેટવર્ક પકડાયું

 • મ્યુકરમાયકોસિસના ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, 350નું ઇન્જેક્શન 7850 સુધી વેચતા 14 શખ્સોની અટકાયત
 • હાર્દિક પટેલે માત્ર સુરત જ નહિ અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં કોરોનાનાં કપરા કાળમાં લોકોને લૂંટવાનો ગોરખધંધો કર્યો હોવાની કબૂલાત કરી

Jun 1, 2021, 07:35 AM IST

કોરોના થઇ ગયો હવે મ્યુકરમાઇકોસિસ થશે તેવા ડરથી વૃદ્ધે ધાબે ચડીને કર્યું એવું કામ કે...

રાજ્યમાં કોરોનાની સાથે હવે વિવિધ ફંગસને લગતા કેસ પણ વધી રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસના કારણે હાહાકાર મચી ગયો છે. રોજનાં અનેક કેસો સામે આવી રહ્યા છે. જેનાં કારણે દર્દીના ઝડબા, આંખ, મોઠા અને વિવિધ અંગો કાઢવા પડે છે. તેવામાં લોકોમાં કોરોના બાદ આ રોગ મુદ્દે પણ ભારે ગભરામણ જોવા મળી રહી છે. 

May 30, 2021, 07:21 PM IST

રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ, 4 શખ્સોની અટકાયત

 • ઇન્જેક્શનની અછતનો લાભ ઉઠાવી લેભાગુ તત્વો સક્રિય થયા
 • મૂળ કિંમત થી 15 થી 20 ગણો ભાવ કરતા હતા વસુલ
 • SOG પીઆઇ રોહિત રાવલ અને ટીમને મોટી સફળતા
 • ખાનગી હોસ્પિટલોમાંથી મોટાપાયે કાળા બજારી કરતા હતા 

May 30, 2021, 07:32 AM IST

સુરતીઓના માથે વધુ એક ખતરો, મ્યુકરમાઈકોસિસના નવા 5 વેરિયન્ટ જોવા મળ્યા; 80 ટકા ઘાતક

કોરોનાની મહામારી બાદ દેશમાં ફરી એક નવી મહામારી મ્યુકરમાઇકોસિસએ (Mucormycosis) પોતાનો પ્રકોપ બતાવવાનું ચાલું કરી દીધું છે. ત્યારે, સુરતમાં પણ મ્યુકરમાઇકોસિસનાં દર્દીઓ સામે આવ્યા છે

May 29, 2021, 12:14 PM IST

મોટા અપડેટ : મ્યુકોરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે

 • કેન્દ્ર સરકારનાં પોર્ટલ પર દાખલ દર્દીઓની વિગતનાં આધારે ઈન્જેક્શન મળી શકશે
 • મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નથી તેવુ હાઈકોર્ટે કહ્યું

May 27, 2021, 03:46 PM IST

રાજકોટમાં વધુ એક ફંગસનું દર્દીઓ પર આક્રમણ, જે હાડકા પણ ઓગાળી દે છે

કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતો સાજા થઈ રહ્યાં છે. પરંતુ રિકવર થયા બાદ પણ ઓરલ હાઈજીનિંગ ન થવાના કારણે ફંગસ થવાનો ખતરો વધી રહ્યો છે. કેમ કે, કોરોનાથી રિકવરી માટે દર્દીઓને કોર્ટિકો સ્ટીરોઈડ આપવામાં આવે છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ એ દર્દીઓના મોઢામાં એક પ્રકારની એસ્પરઝિલસ ફંગસ (Aspergillus fungus), કેન્ડીએસિસ ફંગસ થઈ જાય છે. આ ફંગસ એટલે ખતરનાક છે કે, તે ધીરે ધીરે ફેફસામાં પહોંચી જાય છે. તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. આમ, ધીરે ધીરે આ ફંગસ આખા શરીરમાં ફેલાઈ જાય છે. તે એટલુ ખતરનાક છે કે, તે હાડકા પણ ગાળી દે છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની ફંગસના કેસ વધી રહ્યાં છે.  

May 27, 2021, 12:23 PM IST

અમદાવાદની 46 ખાનગી હોસ્પિટલના મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનનું વિતરણ, અહી મળશે સંપૂર્ણ માહિતી

પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું

May 26, 2021, 06:29 PM IST

મ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટે લાયોફિલાઇઝ અને લાયફોસોમેલ ઇન્જેકશન છે ‘લાઇફસેવિંગ'

બંને ઇન્જેકશનના શરીરમાં રહેલ મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) ફંગલનો જળમૂળથી નાશ કરવા કારગર સાબિત થયા છે. શરીરમાં આ ઇન્જેકશનના ઉપયોગથી શરીરના વિવિધ ભાગમાં રહેલ મ્યુકર ફંગસને જળમૂળમાંથી નાશ કરવાનું કામ આ ઇન્જેકશન કરે છે. 

May 26, 2021, 06:19 PM IST