આ વ્યક્તિઓની જાળમાં ફસાયા તો બેંક એકાઉન્ટ ધડાધડ થઈ જશે ખાલી

અમદાવાદ (Ahmedabad)ની નારોલ (Narol) પોલીસે બે એવા ઠગને ઝડપી પાડ્યા છે

આ વ્યક્તિઓની જાળમાં ફસાયા તો બેંક એકાઉન્ટ ધડાધડ થઈ જશે ખાલી

અમદાવાદ/મૌલિક ધામેચા : અમદાવાદ (Ahmedabad)ની નારોલ (Narol) પોલીસે બે એવા ઠગને ઝડપી પાડ્યા છે જે એટીએમ કાર્ડ ક્લોન કરીને લોકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉઠાવી લેતા હતા. અસલ જેવા જ દેખાતા બનાવટી એટીએમ કાર્ડ લોકોને પકડાવી દેતા આ બન્ને આરોપીઓ અજયસિંહ દહીયા અને ભુપેન્દ્રસિંહ જાટ પાસેથી હાલ 45 જેટલા એટીએમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે હવે આ દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. 

કઈ રીતે આચરતા ગુનો?
આ આરોપીઓ પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી કામ કરતા. તેઓ અલગ અલગ બેંકોના ગ્રાહકોના ડેટા મેળવીને આ ડેટા બ્લેન્ક માસ્ટર કાર્ડ પર ઇન્સર્ટ કરીને ઇલેક્ટ્રોનીક માધ્યમ દ્વારા પાસવર્ડ તથા ગ્રાહકના નંબરો લખી બનાવટી કાર્ડ બનાવતા હતાં. 

પોલીસ સક્રિય
આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી પોલીસ સક્રિય થઈ છે. આ આરોપીઓ ગ્રાહકોના ડેટા ક્યાંથી મેળવતા હતાં અને આ ડેટા કાર્ડમાં ઇન્સર્ટ કોણ કરતું હતું? તે દિશામાં પોલીસે પણ તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે અત્યાર સુધીમાં તેમણે ઘણા લોકો સાથે આવી  છેતરપિંડી કરી હોઈ શકે છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલાય સાગરીતો સંડોવાયેલા હોઈ શકે છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news