વાવમાં ભાજપનો વટ; 7 વર્ષ બાદ લહેરાયો કેસરિયો, જાણો કેવી રીતે ભાજપે કોંગ્રેસના હાથમાં જીત છીનવી?

Vav Assembly Election Results 2024: ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના ગુલાબસિંહ શરૂઆતની લીડ લેવા લાગ્યા તો વાવથી લઈ ગાંધીનગર સુધી કોંગ્રેસના કાર્યાલયોમાં ઢોલ નગારા વાગવા લાગ્યા. કેટલીક જગ્યાએ તો કોંગ્રેસે મીઠાઈઓ પણ વહેંચવાની શરૂ કરી દીધી હતી.

વાવમાં ભાજપનો વટ; 7 વર્ષ બાદ લહેરાયો કેસરિયો, જાણો કેવી રીતે ભાજપે કોંગ્રેસના હાથમાં જીત છીનવી?

Gujarat's Vav Assembly Election Results 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડ સાથે સાથે સમગ્ર ગુજરાતની નજર જે બેઠક પર હતી તે વાવની પેટા ચૂંટણીમાં ભાજપે મેદાન મારી લીધું. ભારે રોમાંચ અને રસાકસી ભર્યા પરિણામમાં શરૂઆતથી મહેક પ્રસરાવી રહેલા કોંગ્રેસના ગુલાબ અંતિમ રાઉન્ડમાં હારી ગયા અને ભાજપનું કમળ ખીલી ગયું. આખરે કેવી રીતે છેલ્લા ત્રણ રાઉન્ડમાં પલટાઈ બાજી?

  • વાવમાં ભાજપે રાખ્યો વટ 
  • ગુલાબની ન પ્રસરાઈ મહેક 
  • ખીલી ગયું ભાજપનું કમળ 
  • રસાકસી વચ્ચે ઠાકોરે માર્યું મેદાન 
  • કોંગ્રેસે ખરીદેલા ફટાકડા પડ્યા રહ્યા 
  • પડી રહેલા ભાજપના ફટાકડા ફૂટ્યા 
  • વાવમાં 7 વર્ષ બાદ લહેરાયો કેસરિયો

23 નવેમ્બર 2024ની તારીખ સમગ્ર દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર હતી. આ બન્ને મોટા રાજ્યોની સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ હતી. જેમાં આપણા ગુજરાતમાં વાવની પણ પેટા ચૂંટણીનું પરિણામ હતું. દેશની મીટ ઝારખંડ અને મહારાષ્ટ્રના પરિણામ પર હતી. તો ગુજરાતીઓ વાવમાં ચાતર નજર રાખીને બેઠા હતા. જ્યારે સવારેથી મતગણતરીનો પ્રારંભ થયો ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો.

ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના ગુલાબસિંહ શરૂઆતની લીડ લેવા લાગ્યા તો વાવથી લઈ ગાંધીનગર સુધી કોંગ્રેસના કાર્યાલયોમાં ઢોલ નગારા વાગવા લાગ્યા. કેટલીક જગ્યાએ તો કોંગ્રેસે મીઠાઈઓ પણ વહેંચવાની શરૂ કરી દીધી હતી. કોંગ્રેસના કાર્યકરો ગુલાબસિંહ રાજપૂતનો જય જયકાર કરવા લાગ્યા હતા.

વાવના જેમ જેમ પરિણામ આવી રહ્યા હતા અને એક બાદ એક રાઉન્ડ પતી રહ્યા હતા તેમ તેમ કોંગ્રેસના કાર્યકરો અને ગુલાબસિંહનો આનંદ બેવડાઈ રહ્યો હતો. બીજી તરફ ભાજપના ખેમામાં માહોલ શાંત હતો. કોઈ કંઈ બોલી શક્તું નહતું. જો કે અમદાવાદમાં બેઠેલા પાર્ટીના મોટા નેતાઓ અને પાર્ટી પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી કાર્યકરોની હિંમત વધારી રહ્યા હતા. પરંતુ ગ્રાઉન્ડ પર તો રકાસ જોવા મળી રહ્યો હતો. વાવમાં કુલ 23 રાઉન્ડમાં મતગણતરી થઈ. એકથી લઈ છેક 21મા રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબની મફેક પ્રસરાઈ હતી. હા જો કે લીડ ચોક્કસ ઘટી રહી હતા. પરંતુ ગુલાબસિંહ આગળ જ હતા. પરંતુ 22મા અને 23મા રાઉન્ડમાં કંઈ એવું થયું કે ગુલાબસિંહ મતગણતરી છોડીને બહાર આવી ગયા તેમના મોઢા પર હારની રેખાઓ દેવાખા લાગી.

  • અંતિમ રાઉન્ડમાં બદલાઈ સ્થિતિ
  • વાવમાં કુલ 23 રાઉન્ડમાં મતગણતરી થઈ
  • એકથી લઈ 21મા રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતું
  • 22મા, 23મા રાઉન્ડ બાદ ગુલાબસિંહ મતગણતરી છોડીને બહાર આવી ગયા 
  • ગુલાબસિંહના ચહેરા પર હારની રેખાઓ દેખાવા લાગી

વાવમાં ભાજપનો વટ
ગુલાબસિંહ રાજપૂત જ્યારે આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે અંતિમ રાઉન્ડની ગણતરી ચાલું હતું. પરંતુ જ્યારે 23મો અને અંતિમ રાઉન્ડ પુરો થયો તો ભાજપના સ્વરૂપજી ઠાકોરે રસાકસી ભર્યા મુકાબલામાં જીત મેળવી લીધી અને વાવથી ગાંધીનગર જવાની ટિકિટ મેળવી લીધી. ત્રિપાંખિયા મુકાબલામાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત થઈ.

ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત
વાવમાં વિશ્વાસનું કમળ ખીલ્યું છે તેવું સ્વરૂપજી ઠાકોરે કહ્યું, પરંતુ આ કમળ ખિલ્યું તે પહેલા જે માહોલ હતો તે હજારો ભાજપના કાર્યકરો અને સમર્થકોના શ્વાસ ઉપર નીચે કરનારું હતું...હવે તમે વાવમાં કયા રાઉન્ડમાં કેવી રસાકસી હતી તે તમામ રાઉન્ડ વાઈઝ જોઈ લો....પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 4190 મતથી આગળ, બીજા રાઉન્ડમાં કોંગ્રેસ 287 મતથી આગળ, ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસ 1173 મતથી આગળ, ચોથા રાઉન્ડમાં 1410 મતથી આગળ, પાંચમા રાઉન્ડમાં 2621 મતથી આગળ, છઠ્ઠા રાઉન્ડમાં 7610 મતે કોંગ્રેસ આગળ, સાતમા રાઉન્ડમાં 11,444 મતથી કોંગ્રેસ આગળ, આઠમા રાઉન્ડમાં કોંગ્રેસ 12,665 મતથી આગળ, નવમા રાઉન્ડમાં 13,195 મતથી આગળ,  10મા રાઉન્ડમાં કોંગ્રેસ 12,407 મતથી આગળ, 11મા રાઉન્ડમાં 12, 814 મતથી કોંગ્રેસ આગળ, 12મા રાઉન્ડમાં કોંગ્રેસ 13 હજાર 7 મતથી આગળ, 13મા અને 14મા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ રહ્યું...અહીં સુધી કોંગ્રેસની સ્થિતિ એકદમ સારી હતી...14મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 14 હજાર 46 હતી...પણ 15મા રાઉન્ડથી કોંગ્રેસની પનોતી શરૂ થઈ...15મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 13,499 થઈ, 16મા રાઉન્ડમાં લીડ 12,557 થઈ, 17મા રાઉન્ડમાં લીડ ઘટીને 10,424 થઈ, 18મા રાઉન્ડમાં લીડ ઘટીને 8,193 થઈ, 19મા રાઉન્ડમાં લીડ ઘટીને 6 હજાર 10 થઈ, 20મા રાઉન્ડમાં લીડ ઘટીને 3897 થઈ, 21મા રાઉન્ડમાં લીડ ઘટી અને 727 થઈ...ત્યારપછી 22મા રાઉન્ડથી ભાજપે લીડ લેવાનું શરૂ કર્યું અને 23મા રાઉન્ડના અંતે સ્વરૂપજીએ મેદાન મારીને 2442 મતથી જીત મેળવી લીધી.

કયા રાઉન્ડમાં કોણ આગળ?

  • પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 4190 મતથી આગળ
  • બીજા રાઉન્ડમાં કોંગ્રેસ 287 મતથી આગળ
  • ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસ 1173 મતથી આગળ
  • ચોથા રાઉન્ડમાં 1410 મતથી આગળ
  • પાંચમા રાઉન્ડમાં 2621 મતથી આગળ
  • છઠ્ઠા રાઉન્ડમાં 7610 મતે કોંગ્રેસ આગળ
  • સાતમા રાઉન્ડમાં 11,444 મતથી કોંગ્રેસ આગળ
  • આઠમા રાઉન્ડમાં કોંગ્રેસ 12,665 મતથી આગળ
  • નવમા રાઉન્ડમાં 13,195 મતથી આગળ
  • 10મા રાઉન્ડમાં કોંગ્રેસ 12,407 મતથી આગળ
  • 11મા રાઉન્ડમાં 12,814 મતથી કોંગ્રેસ આગળ
  • 12મા રાઉન્ડમાં કોંગ્રેસ 13,007 મતથી આગળ
  • 13મા અને 14મા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ રહ્યું
  • 14મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 14 હજાર 46 હતી
  • 15મા રાઉન્ડથી કોંગ્રેસની પનોતી શરૂ થઈ
  • 15મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 13,499 થઈ
  • 16મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 12,557 થઈ
  • 17મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 10,424 થઈ
  • 18મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 8,193 થઈ
  • 19મા રાઉન્ડમાં લીડ ઘટીને 6010 થઈ
  • 20મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 3897 થઈ
  • 21મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 727 થઈ
  • 22મા રાઉન્ડથી ભાજપે લીડ લેવાનું શરૂ કર્યું 
  • 23મા રાઉન્ડના અંતે સ્વરૂપજીએ મેદાન મારીને 2442 મતથી જીત મેળવી

વાવની ચૂંટણી જાહેર ત્યારથી જ દરેક પાર્ટી માટે વટનો સવાલ હતો. આખરે ભાજપનો વટ રહી ગયો અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પડી ગયું. જોવું રહ્યું કે સત્તાધારી પાર્ટીમાં જોડાયેલા વાવ વાસીઓને કેટલો લાભ આગામી સમયમાં થાય છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news