close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

fire brigade

સુરતના સિલ્ક સિટી માર્કેટમાં આગ, ચારેબાજુ ધુમાડો ધુમાડો થઈ જતા માંડ આગ કાબૂમાં આવી

સુરત (Surat) રિંગ રોડ વિસ્તારમાં આવેલી માર્કેટમાં આજે શોર્ટસર્કિટના કારણે દુકાનમાં આગ (Fire) લાગી હતી. આગ લાગવાની સાથે સ્થાનિક લોકોમાં ભાગદોડનો માહોલ છવાઇ ગયો હતો. જોકે, આગ કરતા ધુમાડાનું પ્રમાણ સૌથી વધુ હતું. જેને કારણે 14 થી વધુ ફાયર (Fire Brigade) ની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવી દેવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે ધુમાડા પર કાબૂ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Oct 14, 2019, 03:36 PM IST

વડોદરા: સાવલી પાસે મહિસાગર નદીમાં નાહવા પડેલા 6 મિત્રોમાંથી 2 ડૂબ્યા

વડોદરા શહેર પાસે આવેલા સાવલીની મહિસાગર નદીમાં નાહવા પડેલા બે યુવકોના મોત થયા છે. મહિસાગર નદીમાં છ યુવકો નાહવા પડ્યા હતા. તે દરમિયાન બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. સ્થાનિક તરવૈયાઓને ઘટનાની જાણ થતા બંન્ને યુવકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાંથી એક યુવકને મૃતદેહ મળ્યો હતો જ્યારે એકની શોખખોળ કરવામાં આવી રહી છે. 

Oct 13, 2019, 05:07 PM IST

રાજકોટમાં છેલ્લા 6 દિવસથી મેઘ મહેર, ડોંડી નદીમાં એક યુવાન ડૂબ્યો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. તો ડેમ પણ ઓવરફ્લો થયા છે. ત્યારે પડધરી પાસે આવેલ ડોંડી નદીમાં ચાર મિત્રો ન્હાવા પડ્યા હતા. જે પૈકી સરપદળનો રાજુ મકવાણા નામનો વ્યક્તિ ડૂબ્યો હતો. 

Sep 8, 2019, 05:06 PM IST

ખેડા: કપડવંજની સંગમ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા પાંચ ડૂબ્યા, 4ના મોત

ગણેશ ઉત્સવ ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ખેડા જીલ્લાના કપડવંજમાં પણ કેટલાક લોકોએ ગણેશ વિસર્જન કરવા પહોચેલા પાંચ યુવાનો સંગમ નદીમાં ડુબવાની ઘટના સામે આવી હતી. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. 

Sep 7, 2019, 09:40 PM IST

સુરત: GIDC વિસ્તારમાં આવેલી સ્ટોન મટિરિયલ્સની દુકાનામાં લાગી આગ

સુરતના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સ્ટોન મટિરિયલ્સની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડ ધામનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 
 

Sep 2, 2019, 06:11 PM IST

દિલ્હી AIIMSની આગ પર 6 કલાક પર મેળવાયો કાબુ, કોઈ જાનહાની નહીં

આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબોરેટરી બંધ કરી દેવાઈ હતી. આ બિલ્ડિંગમાં લેબોરટરીના મશીનો આવેલા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને પહેલા માળેથી પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. 

Aug 17, 2019, 11:04 PM IST

દિલ્હી AIIMSમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળે

આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબોરેટરી બંધ કરી દેવાઈ છે, આ ઘટના પછી મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડની ટીમ અહીં પહોંચી ચુકી છે 
 

Aug 17, 2019, 06:33 PM IST

સુરત: એમ્રોડરીના કારખાનામાં લાગી આગ, ગુગળાઈ જતા એક કારીગરનું મોત

શહેરના ઉધના બીઆરસી નજીક આવેલ લકી ટિમ્બર ખાતે જય બજરંગ એમ્બ્રોડરીના કારખાનામાં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગતા કારીગરનું ગુગળાઈ જવાથી મોત નીપજયું છે. 

Aug 16, 2019, 04:13 PM IST

જામનગર: બે માળનું મકાન ધરાશાયી, બે લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

જામનગરમાં એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે હજુ પણ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલો છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે હાલ તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે

Aug 16, 2019, 03:07 PM IST
Fire in Surats Palasana Mill PT3M18S

સુરતની પલસાણાની કંપનીમાં આગનો બનાવ, લાખોનું નુકસાન

સુરતના પલસાણા ખાતે ગુજરાત ઇકો ટેકસટાઇલ ઇન્વેસ્ટર એસ્ટેટમાં આવેલી શ્રી લક્ષ્મી ક્રિએશન એન્ડ પ્રિન્ટિંગ મિલમાં આગ ભભૂકી હતી. મિલમાં સેન્ટર મશીનમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પલસાણા,સચિન,બારડોલી,ની ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઇ હતી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગતાં મશીનરી અને રો મટિરિયલ બળીને ખાખ થઇ ગયું હતું.

Aug 14, 2019, 11:10 AM IST

બોપલ દુર્ઘટના : ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યુ, CMએ તપાસના આદેશ આપ્યા

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી પડી જવાની ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે, તો છ લોકો ઘાયલ થયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદ કલેક્ટર સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને સહાય આપવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મતવિસ્તાર છે. ત્યારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોને સહાય કરાશે.

Aug 12, 2019, 03:46 PM IST

અમદાવાદ : બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી, 3ના મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 

Aug 12, 2019, 01:02 PM IST
Surat_Building_Collapse PT2M4S

સુરતમાં જર્જરિત ઇમારત ધરાશાયી કરાઇ, ફાયર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી

રાજમાર્ગ પર ટાવર નજીક ઘાંચીશેરીની બે મિલકતો વચ્ચે તિરાડ પડવાની બપોરે ઘટના બનતા ફાયર બ્રિગેડ અને સેન્ટ્રલ ઝોનના ઈજનેરોની ટીમ દોડતી થઈ ગઈ હતી. બે મિલકતમાં નુકસાન કઈ મિલકતમાં વધુ છે તે અંગે બે કલાક તપાસ કરાયા બાદ મુખ્ય રોડ પરની બે માળ વત્તા કેબિનવાળી મિલકતને ઉતારી પાડવા નિર્ણય લેવાયો હતો. રાત્રે આ મિલકતને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઇ હતી. જોકે બપોરે ઘટના સમયે ટાવરથી પારસી શેરીવાળો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.

Aug 12, 2019, 10:25 AM IST

સુરત આગકાંડ : ગેરકાયદે બાંધકામની ફરિયાદ આગળ ફોરવર્ડ ન કરનાર ઈજનેર પકડાયો, 47.88% વધુ સંપત્તિ

સુરતની તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટનામાં એક તરફ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ અને મહાનગર પાલિકા તપાસ કરી રહી છે, તો બીજી તરફ બેજવાબદાર અને લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો પણ સુઓમોટો કાર્યવાહી કરી રહી છે. ત્યારે એસીબીએ પાલિકાના વધુ એક અધિકારી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. ત્યારે એસીબીના સકંજામાં ઈજનેર હરેરામસિંઘ બીજી વખત આવ્યો છે. એસીબીએ હરેરામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

Jul 29, 2019, 08:13 AM IST

અમદાવાદ: જગતપુરના ગણેશ જીનેસિસ ફ્લેટમાં ભીષણ આગ, મહિલાનું મોત

અમદાવાદમાં આગ : ગોતા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના પાંચમાં માળે એક ઘરમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે

Jul 26, 2019, 01:26 PM IST

સુરત: તક્ષશિલા આર્કેટમાં ફરીવાર લાગી આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

22 નિર્દોષોનો ભોગ લેનારી તક્ષશિલા આર્કેડની ઘટનાને દોઢ મહિનાનો સમય થયો છે અને હાલમાં ત્યાં ગેરકાયદેસર બાંધકામને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાના આજે સાંજે ત્રીજા માળે અચાનક આગ લાગી હતી, જેને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે સ્થાનિક લોકોને ફાયર વિભાગને જાણ કરી હતી. 

Jul 18, 2019, 09:48 PM IST

સુરત : 22 માસુમોનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

22 નિર્દોષોનો ભોગ લેનારી સુરતની તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગની ઘટનાને દોઢ મહિનો થયો છે, ત્યારે મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર અને જર્જરિત ભાગને તોડી પાડ્યો હતો. મહાનગરપાલિકાએ ચોથા માળે ગેરકાયદેસર રીતે બનેલ 4350 ચોરસ ફૂટ ડોમનું ડિમોલિશન કર્યું હતું. 

Jul 17, 2019, 09:38 AM IST

અમદાવાદ: કાંકરિયામાં રાઇડ તૂટી, 2ના મોત, 6ની હાલત ગંભીર, 25થી વધુ ઇજાગ્રસ્ત

મણિનગર ખાતે આવેલા કાંકારિયા તળાવમાં રાઇડ તૂટી પડવાને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે રાઇટમાં સવાર 32 લોકોમાંથી 25 કરતા પણ વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અને ઘાયલોને સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

Jul 14, 2019, 06:53 PM IST

સુરત આગકાંડ : વાલીઓ તરફી વકીલની કારમાંથી થઈ અગ્નિકાંડના દસ્તાવેજોની ચોરી

સુરત આગ કાંડમાં 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા, જેમનો કેસ હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ તરફી વકીલના કારમાંથી દસ્તાવેજની ચોરી કરવામાં આવી હતી. બેગમાંના ડોક્યુમેન્ટ્સ ચોર દ્વારા ભંગારની દુકાને પહોંચ્યા હતા.

Jul 3, 2019, 02:33 PM IST

સુરત આગકાંડ : પોતાના મૃત સંતાનોને ન્યાય અપાવવા પરિવાર ધરણા પર બેસ્યા

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ મામલે એક મહિનો વીતી ગયો હોવા છતા હજી પણ ઉપરી અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામા આવી નથી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા ફકત ફાયરના નાના અધિકારીઓને નિશાન બનાવીને તેમના વિરુદ્ધા ગુનો નોંધવામા આવ્યો હતો. જો કે હજી સુધી ડીજીવીસીએલના અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની પૂછપરછ કે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો નથી. જેને કારણે આજ રોજ 22 મૃતકોના પરિવારજનો ઘટના સ્થળની બહાર જ ધરણા પર બેસ્યા હતા. 

Jun 30, 2019, 03:30 PM IST