ગુજરાત ચૂંટણી : પોરબંદર સીટ ; બાબુ બોખરિયા vs અર્જુન મોઢવાડિયા

પોરબંદરની સીટ પરથી બીજેપી અને કોંગ્રેસના બે દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા છે

ગુજરાત ચૂંટણી : પોરબંદર સીટ ; બાબુ બોખરિયા vs અર્જુન મોઢવાડિયા

અમદાવાદ : ગુજરાતમાં બીજેપી છેલ્લા 22 વર્ષથી સત્તામાં છે. અત્યાર સુધી રાજનીતિમાં બીજેપીનો દબદબો રહ્યો છે. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસ ભારે પ્રયાસ કરી રહી છે. આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બીજેપી અધ્યક્ષ અમિત શાહની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ગુજરાતમાં પટેલ, દલિત અને મુસ્લિમ સમાજ સહિત અનેક વર્ગના લોકો બીજેપીથી નારાજ છે એવી ચર્ચા છે. કોંગ્રેસ આ વખતે બહુ આક્રમણ અંદાજથી ચૂંટણી લડી રહી છે. આ સંજોગોમાં બીજેપીના ટોચના નેતા બાબુ બોખરિયા વિરૂદ્ધ કોંગ્રેસે પોતાના પોતાના કદાવર નેતા અર્જુન મોઢવાડિયાને ઉતાર્યા છે. અર્જુન મોઢવાડિયા આ પહેલાંની ચૂંટણી હારી ગયા હતા. 

1995માં પોરબંદર સીટ પર બાબુભાઈ ભીમાભાઈ બોખરિયાએ કોંગ્રેસના શશિકાંત આનંદલાલને હરાવ્યા હતા. 1998માં તેમણે પોતાની સીટ પર કબજો જમાવીને રાખ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવાર શિયાળ હીરાલાલ ગગને હરાવ્યા હતા. જોકે 2002ની ચૂંટણીમાં તેમને અર્જુન મોઢવાડિયાએ હરાવીને ધોબીપછાડ આપી હતી. 2007માં પણ અર્જુન મોઢવાડિયાએ જીતને જાળવી રાખી હતી. જોકે, 2012માં બાબુભાઈ બોખરિયાએ કમબેક કરીને જીત મેળવી હતી અને મંત્રી બન્યા હતા. 

આ વખતે પોરબંદરની સીટ પરની સ્પર્ધા વિશે પ્રતિભાવ આપતા બાબુ બોખરિયાએ કહ્યું છે કે 'જ્યાં સુધી અર્જુનભાઈ અને હું રાજનીતિમાં સક્રિય છીએ ત્યાં સુધી એકબીજા વિરૂદ્ધ આવતા રહીશું. આ વાત જ દર્શાવે છે કે અમારા એકબીજા પ્રત્યેનો પ્રેમ બહુ ગાઢ છે.'
  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news