ગુજરાત ચૂંટણી : રાધનપુર સીટ ; લવિંગજી ઠાકોર vs અલ્પેશ ઠાકોર

રસપ્રદ વાત તો એ છે કે લવિંગજી ઠાકોર થોડા દિવસ પહેલાં કોંગ્રેસનો પ્રચાર કરતા નજરે ચડતા હતા

ગુજરાત ચૂંટણી : રાધનપુર સીટ ; લવિંગજી ઠાકોર vs અલ્પેશ ઠાકોર

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર સીટથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા યુવા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર મેદાનમાં છે. હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીની સાથેસાથે અલ્પેશ ઠાકોરની ત્રિપુટી બીજેપી માટે માથાનો દુખાવો બની ગઈ છે. અલ્પેશનું નામ મજબૂત ઓબીસી નેતા તરીકે પ્રકાશમાં આ્વ્યું છે અને ઉતાવળમાં કોંગ્રેસે તેને પોતાની સાથે જોડીને લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. અલ્પેશના પિતા ખોડાભાઈ પટેલ પૂર્વ કોંગ્રેસી નેતા છે. 

રાધનપુર સીટ પર બીજેપીનું વર્ચસ્વ રહ્યું છે અને આ સીટ પર ઠાકોરોનો પ્રભાવ છે. રાધનપુરમાં બીજા તબક્કાની ચૂંટણી વખતે 14 ડિસેમ્બરે મતદાન થવાનું છે. બીજેપીએ ઓબીસીના પ્રભાવવાળી આ સીટ પર અલ્પેશ ઠાકોરની સામે વર્તમાન ધારાસભ્ય નાગરજી ઠાકોરની ટિકિટ કાપીને લવિંગજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.  2012માં બીજેપીના નાગરજી ઠાકોરે કોંગ્રેસના ભાવસિંહજી રાઠોડને હરાવીને જીત મેળવી હતી. 

રસપ્રદ વાત તો એ છે કે લવિંગજી ઠાકોર થોડા દિવસ પહેલાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર કરતા નજરે ચડ્યા હતા. તેમને ટિકિટ મળવાની આશા હત. જોકે  કોંગ્રેસે જેવી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી કે બીજેપીએ ઉતાવળમાં લવિંગજીને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. હવે લવિંગજી બીજેપીના સહારે વિધાનસભ્ય બનવા માગે છે. રાધનપુરમાં અલ્પેશની દાવેદારી બહુ મજબૂત માનવામાં આવે છે. અહીં બે તૃતીયાંશ વસતી ઓબીસી છે. પાટણ જિલ્લામાં ચાર વિધાનસભા સીટ છે અને રાધનપુર એમાંથી જ એક છે. હાલમાં આ સીટ પર બીજેપીનો કબજો છે પણ અલ્પેશ ઠાકોરની મજબૂત દાવેદારી જોઈને લાગે છે કે આ વખતે કદાચ બીજેપી આ સીટ ગુમાવી દેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news