TETની પરીક્ષાને લઇને મોટા સમાચાર: જાણો ક્યારે લેવાશે પરીક્ષા, સરકારે લીધો નિર્ણય

TET પરીક્ષાને લઇને જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું. 2017-18 માં TAT આપેલા લાયક ઉમેદવારોની પસંદગી કરાશે.

TETની પરીક્ષાને લઇને મોટા સમાચાર: જાણો ક્યારે લેવાશે પરીક્ષા, સરકારે લીધો નિર્ણય

ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આગામી તા.21 અને 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકું સત્ર મળશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

TET પરીક્ષાને લઇને જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું. 2017-18 માં TAT આપેલા લાયક ઉમેદવારોની પસંદગી કરાશે. જિલ્લા ફેર બદલી માટે અત્યાર સુધી સરકારને 77953 અરજી મળી છે. જેમાંથી કોર્ટના ચુકાદા બાદ જિલ્લા ફેર બદલી અંગે નિર્ણય લેવાશે. સાથે જ આવનાર સમયમાં TAT અને HMAT ની પરીક્ષા લેવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આગામી સમયમાં અંદાજિત રૂ.3300 કરોડના કુલ 20 હજાર જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે. 

મંત્રી વાઘાણીએ સેવસેતું કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, રાજ્યના નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની વિવિધ સેવાઓ ઘર આંગણે મળી રહે તે આશયથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમના સાત તબક્કાઓ અંતર્ગત 41,14,799 મળેલી અરજીઓ પૈકી 41,14,489 અરજીઓ એટલે કે 99.99 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news