Bharat Jodo Yatra: રાહુલ ગાંધીએ કર્યો 'ભારત જોડો યાત્રા'નો પ્રારંભ, કેન્દ્રની સરકાર પર કર્યો હુમલો

Bharat Jodo Yatra By Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2024ની સામાન્ય ચૂંટણીને જોતા વિશાળ ભારત જોડો યાત્રા શરૂ કરી છે. આ યાત્રાથી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફુંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

Bharat Jodo Yatra: રાહુલ ગાંધીએ કર્યો 'ભારત જોડો યાત્રા'નો પ્રારંભ, કેન્દ્રની સરકાર પર કર્યો હુમલો

કન્યાકુમારીઃ Congress Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો બુધવારે રાહુલ ગાંધીએ પ્રારંભ કરી દીધો છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી ( 2024 General Elections) ને જોતા કન્યાકુમારીથી પાર્ટીની આ યાત્રાને લીલી ઝંડી દેખાડવામાં આવી છે. 3500 કિલોમીટરની આ યાત્રાને 150 દિવસમાં પૂરી કરવામાં આવશે અને તેનું સમાપન કાશ્મીરમાં થશે. યાત્રાને કોંગ્રેસ પાર્ટીમાં નવો જીવ ફુંકવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે. સોનિયા ગાંધી પણ તેને લઈને ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે તે યાત્રામાં હાજરી આપશે. 

પાર્ટી માટે સંજીવનીનું કામ કરશે
સોનિયા ગાંધીએ કહ્યું, આ ગૌરવશાળી વારસાવાળી અમારી મહાન પાર્ટી માટે ઐતિહાસિક અવસર છે. મને આશા છે કે તે અમારા સંગઠન માટે સંજીવનીનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશમાં છે. હાલમાં તેમના માતાનું નિધન પણ થયું છે. 

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને એક પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં ત્રણ દાયકા પહેલા એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. 

— ANI (@ANI) September 7, 2022

રાહુલ ગાંધીનું ભાજપ પર નિશાન
કન્યાકુમારીથી પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે મને તમિલનાડુ આવીને ખુશી થાય છે. આઝાદીના આટલા વર્ષ બાદ પણ માત્ર કોંગ્રેસ જ નહીં ભારતના કરોડો લોકો ભારત જોડો યાત્રાનો અનુભવ કરી રહ્યાં છે. કેટલાક લોકો ઝંડાને જુએ છે તો ઝંડામાં ત્રણ કલર અને ચક્રને જુએ છે. પરંતુ તે માત્ર એટલું નથી, તેનાથી વધુ છે. આ ઝંડો સરળતાથી આપણે મળ્યો નથી. 

રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે ભાજપની સરકારમાં દરેક સંસ્થા ખતરામાં છે. તે આ ઝંડાને પોતાની ખાનગી સંપત્તિ સમજે છે. મુશ્કેલ તે છે કે તે ભારતના લોકોને સમજી શકતા નથી. તેમણે ઈડીની પૂછપરછનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તે ગમે એટલી કલાક ઇન્ટ્રોગેશન કરી લે, એકપણ વિપક્ષના નેતાને ડર લાગતો નથી. 

રાહુલ ગાંધીએ કહ્યુ- ભાજપ વિચારે છે કે તે આ દેશને ધાર્મિક, ભાષાના આધાર પર વિભાજીત કરી શકે છે, જે ન થઈ શકે. આ દેશ હંમેશા યુનાઇટેડ રહેશે. આજે ભારત સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news