અંબાજી ગબ્બર ચઢવો હવે સૌથી સરળ બનશે, છ મહિનાથી બંધ આ રસ્તો ફરી શરૂ
અંબાજીના આ સાત દિવસીય મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે અને તેમાં પણ અંબાજીના ગબ્બર ગઢ માતાજીનું મૂળ સ્થાન મનાતું હોઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર અચૂક જતા હોય છે.
Trending Photos
Ambaji Temple: શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંબાજીના આ સાત દિવસીય મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે અને તેમાં પણ અંબાજીના ગબ્બર ગઢ માતાજીનું મૂળ સ્થાન મનાતું હોઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર અચૂક જતા હોય છે.
ગબ્બરગઢ ઉપર ચઢવા તરફના પગથિયાના નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા 6 મહિનાથી એક તરફનો રસ્તો સદંતર બંધ હતો. એક માત્ર રસ્તા પરથીજ યાત્રિકો અવર જવર કરતા હતા. જે રીતે આ ચઢ ઉતરના માર્ગ પર જ રીંછની પણ અવરજવર થતી હતી. આ રસ્તા ઉપર જ રીંછનું રેસ્ક્યુ કરી પકડી પડાયો છે ત્યારે આગામી સમયમાં એક જ રસ્તા ઉપર યાત્રીકોનો ભારણ ન રહે તે સલામતીની દ્રષ્ટીએ મેળા પૂર્વે ગબ્બર ચઢવા તરફનો જે રસ્તો બંધ હતો તે આજે યાત્રિકની નાની કન્યાનાં હસ્તે શ્રી ફળ વધેરીને યાત્રિકો માટે ખુલ્લો કરી દેવાયો હતો. જેને લઇ યાત્રિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
જોકે અગાઉનો રસ્તો સાંકડો અને અસ્તવ્યસ્ત હતો, તેના બદલે હાલ ચઢવામાં સરળતા રહે તેવા ફિક્સ માપમાં પગથિયાં બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જ્યાં હમણાં સુધી 220 જેટલા નવીન પગથિયા બનાવામાં આવ્યા છે. મેળો પૂર્ણ થયા બાદ ફરી આ રસ્તો બંધ કરી બીજા રસ્તા ઉપર યાત્રિકોની અવરજવર શરૂ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે