ભાદરવી પૂનમ

ભગવાનના ધામમાં છેતરપીંડી, અંબાજીમાં ભક્તોએ ચઢાવેલી 90 ટકા ચાંદી નકલી નીકળી

  • બે વર્ષમાં ભક્તો દ્વારા માતાજીને ચઢાવવામાં આવેલા પૂજાપાની 113 કીલોની ચાંદી નકલી હોવાનું સામે આવ્યું 
  • સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવાય છે. જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું

Sep 25, 2021, 11:53 AM IST

અંબાજી મંદિરમાં 24 સપ્ટેમ્બરે થશે એક ખાસ પારંપરિક વિધિ, બપોર પછી મંદિર રહેશે બંધ

શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple) ફરી એકવાર એક દિવસ માટે બંધ રહેશે આગામી 24 સપ્ટેમ્બરે મંદિરમાં પ્રક્ષાલન વિધિને લઈ અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. 

Sep 22, 2021, 03:35 PM IST

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, પણ માનતા-બાધા પૂરી કરનારાઓ માટે મંદિરના દ્વાર ખુલ્લા

શક્તિ, ભક્તિ અને આસ્થાનું પર્વ એટલે ભાદરવી પૂનમ (bhadarvi poonam) નો મેળો, જે દર વર્ષે અંબાજી (Ambaji) માં ભરાય છે. જેમાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે. આ મેળો ગત વર્ષે કોરોના મહામારીના કારણે બંધ રખાયો હતો. ચાલુ વર્ષે મેળો તો બંધ રખાયો છે, પણ બાધા માનતા પુરી કરવા આવનાર શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા છે.

Sep 19, 2021, 02:40 PM IST

ભાદરવી પૂનમના મેળાને કોરોનાનું ગ્રહણ લાગે તે પહેલા જ ભક્તો અંબાજી જવા નીકળી પડ્યા

શક્તિપીઠ અંબાજી (Ambaji) માં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હોય છે. સાત દિવસના આ મહામેળામાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી મા અંબેના દર્શન કરે છે. નવરાત્રિ (Navratri 2021)  દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. ભક્તો ધજા ઉંચકીને મંદિર સુધી પહોંચતા હોય છે. પણ આ ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગવાની પૂરે પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો લગભગ 14 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. પણ કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓને જોતા ચાલુ વર્ષે પણ મેળો મુલતવી રહે તેવું લાગી રહ્યું છે. જોકે ગત વર્ષે મેળો બંધ રહેતા પદયાત્રીઓ અંબાજી પહોંચી શક્યા ન હતા. પણ આ વખતે મેળો બંધ રહેવાની દહેશતના પગલે યાત્રિકોએ આ વર્ષે વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે.

Sep 3, 2021, 03:49 PM IST

ઈતિહાસમાં પહેલીવાર આજે અંબાજીમાં ભક્તો વગર ભાદરવી પૂનમ ઉજવાશે

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો રદ્દ કરાતા મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓને ઘરે બેઠા જ મંદિર ટ્રસ્ટ વિવિધ માધ્યમો દ્વારા ઑનલાઈન લાઈવ દર્શન કરાવી રહ્યું છે

Sep 2, 2020, 08:05 AM IST

અંબાજી મંદિરને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ, દર્શનાર્થીઓ માટે આજથી મંદિરના દરવાજા બંધ

રાજ્યમાંથી કોરોના કહેર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો એવામાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરાતા મંદિરને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના સંક્રમણને લઇને અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મેળો મોકુફ રખાયો છે. જેના કારણે અંબાજી મંદિર પણ મેળાના 4 દિવસ પહેલાથી એટલે કે આજથી (24 ઓગસ્ટ) દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

Aug 24, 2020, 10:11 AM IST

આ વખતે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, 300 વર્ષ જુની પરંપરા તૂટશે

યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને કોરોનાની મહામારીનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે આગામી 27મી ઓગસ્ટથી ભરાનાર મેળો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં અંબાજી મંદિર પણ આગામી 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વખ્તે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી પહોંચી નહી શકે તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આંબાજી આવતા 1400 જેટલા નેંધાયૈલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે.

Aug 21, 2020, 04:46 PM IST

આવતીકાલે અંબાજી મંદિરમાં થશે એક ખાસ પારંપરિક વિધી, બપોર પછી મંદિર રહેશે બંધ

જગવિખ્યાત યાત્રાધામ અને માતાજીના 52માં શક્તિપીઠમાંનું એક એવા અંબાજી માતાનો ભાદરવી પૂનમનો મેળો રંગેચંગે સંપન્ન થયો હતો. 8 થી 14 સપ્ટેમ્બર સુધી ચાલેલા આ મેળામાં આ વર્ષે 23 લાખથી વધુ ભાવિકભક્તોએ દર્શન કર્યાં હતા. મેળા બાદ અંબાજી ધામમાં પ્રક્ષાલનની ખાસ વિધિ કરવામાં આવે છે. જેમાં મંદિરની શાસ્ત્રોક્ત વિધિથી સ્વચ્છ કરવામાં આવે છે. આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ મંદિરના પટાંગણમાં ભાવિક ભક્તોએ મંદિરને ધોઈને ચોખ્ખુચણાક કરશે, જેને પ્રક્ષાલન વિધી કહેવાય છે. ત્યારે અંબાજી માતાજીનું મંદિર આવતીકાલે બપોર બાદ બંધ રહેશે. 

Sep 16, 2019, 10:38 AM IST

ભાદરવી મેળાનો અંતિમ દિવસ, 18 લાખ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન

યાત્રાધામ અંબાજીમાં ભરેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે અને ના અંતિમ દિવસ સુધી માં ૧૮ લાખ ઉપરાંત યાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ પણ મેળાના છેલ્લા દિવસે અંબાજી પહોંચી મા અંબાનાં દર્શને લાભ લીધો હતો. 

Sep 14, 2019, 11:55 PM IST

કુસ્તી મેળો: દ્વારકાના શિવરાજપુર ખાતે વર્ષોથી ઉજવાતો ‘અનોખો જુનવાણી કુસ્તી મેળો’

દેવભૂમિ દ્વારકાના શિવરાજ પુર ગામે કોમી એખાલ્સ્તારૂપ જાકુબ્શા દાદાના ઉર્ષ નિમિતે દર ભાદરવી પૂનમના અહીમલ્લ કુસ્તી જુનવાણી ઢબે યોજાય છે. અને 500 વર્ષથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય લોકો ખુબજ ઉત્સાહથી કુસ્તી લડી આનંદ મેળવે છે.

Sep 14, 2019, 05:49 PM IST
Devotees Throng At Ambaji Temple, Watch Video PT5M58S

અંબાજીમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ વીડિયો

ભાદરવીના પૂનમના મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. અને લાખો લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

Sep 14, 2019, 02:35 PM IST
State Home Minister Pradipsinh Jadeja's Ambaji Visit PT4M1S

અંબાજી: ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પરબત પટેલે કર્યા માતાના દર્શન

ભાદરવીના પૂનમના મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. અને લાખો લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ ઉપરાંત રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ અંબાજી પહોંચ્યા હતા અને તેમણે મા અંબેને શીશ ઝૂકાવી ધ્વજા ચડાવી હતી. બોલ માડી અંબે. જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું.

Sep 14, 2019, 01:50 PM IST

ભાદરવી પૂનમના મેળામાં પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા મા અંબાના દર્શને

યાત્રાધામ અંબાજીમાં 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. મહામેળામાં અત્યાર સુધી 19 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે

Sep 14, 2019, 01:24 PM IST
Ambaji: Devotees Throng At Bhadarvi Poonam Mela PT8M11S

અંબાજી: ભક્તોએ માણી ભાદરવી પૂનમના મેળાની મજા, જુઓ વીડિયો

બનાસકાંઠા: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના છઠ્ઠા દિવસે બે લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા.જોકે છઠ્ઠા દિવસે યાત્રીકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.મંદિર ટ્રસ્ટને 45.60 લાખ રૂપિયાની દાન ભેટમાં આવક થઈ.તો 1911 જેટલી ધજાઓ મંદિરે ચઢી છે.

Sep 13, 2019, 08:50 PM IST

આવતીકાલથી શ્રાદ્ધ : કયા દિવસે તમારા પિતૃઓનુ શ્રાદ્ધ કરવુ તેનું કન્ફ્યુઝન હોય તો વાંચી લો વિગત

પિતૃપક્ષ (Pitru Paksha) આજે 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને 16 દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે. આ વખતે પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે 29 ડિસેમ્બર સુધી ચાલશે.  

Sep 13, 2019, 09:11 AM IST

લાખણી : અંધારામાં પગપાળા અંબાજી જઈ રહેલા બે યાત્રીઓના કારની ટક્કરે મોત, 6 ઘાયલ

અંબાજી જતા પદયાત્રીઓને વધુ એકવાર અકસ્માત નડ્યો છે. અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને લાખણીના ભીમાજી ગોળીયા નજીક અકસ્માત સર્જાયો હતો. ધીમે ધીમે પગપાળા જતાં પદયાત્રીઓને કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં બે લોકોમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સારવાર માટે ડીસા હોસ્પિટલમાં ખસેડાઈ છે. તેમજ 6 લોકોને નાનીમોટી ઈજાઓ થાય છે. આગથળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પદયાત્રીઓ ક્યાંના છે તેની હજી માહિતી મળી નથી.

Sep 13, 2019, 08:23 AM IST

વરસાદને કારણે અંબાજીમાં ચોથા દિવસે ભક્તોની સંખ્યા ઘટી

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. જેમ જેમ ભાદરવી પૂનમના મેળાનો દિવસ નજી આવતો જઈ રહ્યો છે, તેમ વધુને વધુ ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યાં છે. ત્યારે મેળાના ચાર દિવસમાં મંદિરમાં 12.19 લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે. તો બીજી તરફ મેળાના 4 દિવસમાં મંદિરને દાન ભેટની કુલ 2. 73 કરોડ રૂપિયાની આવક થઈ. ગુજરાતમાં બે દિવસથી ભારે વરસાદી માહોલ છે. ત્યારે વરસાદની અસર અંબાજીના મેળામાં પણ જોવા મળી હતી. વરસાદને કારણે ચોથા દિવસે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી હતી. છેલ્લા બે દિવસમાં સંક્યા 3.15 અને 3.20 લાખ હતી. જે બુધવારે 3.10 લાખની થઈ હતી.  

Sep 12, 2019, 09:25 AM IST

ભાદરવી પૂનમનો મેળો: ત્રણ દિવસમાં અંબાજીમાં 9 લાખ ભક્તોએ કર્યા દર્શન

યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પુનમનાં મેળાનો આજે ચોથો દિવસ છે. વહેલી સવારથી જ યાત્રીકોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. જેમ જેમ મેળાના દિવસો ઓછા થઇ રહ્યા છે. તેમ યાત્રીકોનો પ્રવાહ વધતો જોવા મળી રહ્યો છે. મેળાનાં ત્રણ દિવસમાં અંબાજી મંદિરમાં 9 લાખ ઉપરાંત શ્રદ્ધાળુંઓએમાં અંબાનાં દર્શન કર્યા છે. 
 

Sep 11, 2019, 09:08 PM IST

અંબાજી જતો દરેક રસ્તો ‘જય અંબે’ના નાદથી ગુંજ્યો, 5 લાખ ભક્તોએ દર્શન કર્યાં

ભાદરવી પુનમના મહામેળામા રાજ્યના ખુણેખુણા સહીત અન્ય રાજ્યના લોકો પણ અંબાજી ખાતે પગપળા મા અંબાની શરણે આવી રહ્યાં છે. રવિવારથી શરૂ થયેલો અંબાજી મંદિરના મેળાને લઈને અંબાજીને જોડતા તમામ માર્ગો ‘બોલ માડી અંબે જય જય અંબે”ના નાદે ગુંજી ઉઠ્યા છે. પહેલા દિવસે જ લાખો ભાવિક ભક્તો મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો રહ્યો હતો. આજે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે. મેળાના બે દિવસમા મંદિરમાં 5 લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. તેમજ બે દિવસમાં મંદિરને દાન ભેટની 1. 42 કરોડ રૂપિયાની આવક થઈ.   

Sep 10, 2019, 08:33 AM IST

અંબાજી મેળાનો પહેલો દિવસ : 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, મંદિરને થઈ 61 લાખની આવક

ગઈકાલે રંગેચંગે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું ઉદઘાટન થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાનો રથ ખેંચાવીને મેળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. પહેલા દિવસે જ લાખો ભાવિક ભક્તો મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે આજે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે. સાત દિવસના મહામેળાના પ્રથમ દિવસે જ ભક્તો ધજા લઈને મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. મેળાના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં 3 લાખ જેટલા શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. તેમજ મેળાના પ્રથમ દિવસે મંદિરને દાન ભેટની કુલ આવક પણ 61 લાખ રૂપિયાની થઈ હતી. 

Sep 9, 2019, 08:29 AM IST