Heat stroke News

આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે મૌસમ? વરસાદ વિધ્ન ઊભું કરશે કે ગરમી ભૂક્કા કાઢશે?
Gujarat Weather 2024: ગુજરાતમાં ગરમી તેના જૂના રેકોર્ડ તોડવા જઈ રહી છે. 25 એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે એવી આગાહી કરવામાં આવી છે. હાલનું તાપમાન એક દસકાનો રેકોર્ડ તોડશે. 25 એપ્રિલ સુધી ગુજરાતમાં એવી કાળઝાળ ગરમી પડશે કે લોકો ત્રાહિમામ પોકારી જશે. ગરમી છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડશે તેવી આગાહી આગાહીકારો કરી રહ્યા છે. જોકે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના સામાન્ય વાતાવરણ બની રહેશે. પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. સાથે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Apr 19,2024, 17:04 PM IST
ગુજરાતના ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી; આ વર્ષે મેઘરાજા ભુક્કા બોલાવી દેશે!
Apr 16,2024, 17:03 PM IST
અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?
Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે. આ સિવાય એસજી હાઈવે, ચાંદખેડા સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના ભાણવડમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતાં આખું શહેર પાણી પાણી થયું હતું. ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદથી રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતાં લોકો અચંબામાં મુકાયા હતા. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. 
Apr 14,2024, 17:47 PM IST
હવે ઉત્તર ગુજરાતનો વારો! કડાકા સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, કચ્છનો પડશે વારો!
Apr 13,2024, 17:05 PM IST

Trending news