પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં જમીન અધિગ્રહણનું કામ 100 ટકા પૂર્ણ, NHSRCL એ આપી માહિતી

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ સોમવારે કહ્યું કે તેણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે ગુજરાતમાં 100 ટકા જમીન અધિગ્રહણનું કામ પૂરુ કરી લીધુ છે. 2026 સુધી બુલેટ ટ્રેન શરૂ થવાની આશા છે. 

પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં જમીન અધિગ્રહણનું કામ 100 ટકા પૂર્ણ,  NHSRCL એ આપી માહિતી

અમદાવાદઃ Bullet Train News: અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બુલેટ ટ્રેનને લઈને જાણકારી આપતા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ સોમવારે કહ્યું કે તેણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે ગુજરાતમાં 100 ટકા જમીન અધિગ્રહણનું કામ પૂરુ કરી લીધુ છે. આ સાથે બુલેટ ટ્રેન ચાલુ કરવાને લઈને પણ સરકાર પાસેથી અપડેટ મળ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ગુજરાતમાં અંતિમ જમીન સપ્ટેમ્બરમાં સુરત જિલ્લાના કથોર ગામમાં અધિગ્રહિત કરવામાં આવી હતી. ગુજરાતના આઠ જિલ્લામાં પરિયોજના માટે કુલ મળી 951.14 હેક્ટર  જમીન અધિગ્રહણ કરવાની જરૂર હતી. 

જાણકારી અનુસાર લેટેસ્ટ અધિગ્રહણની સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ તથા દીવમાં પરિયોજના માટે 99.95 ટકા જમીનનું અધિગ્રહણ કરી લેવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનનું સંચાલન નિયંત્રણ કેન્દ્ર અમદાવાદમાં સાબરમતી સ્થિત હશે અને ત્રણ ડેપો હશે. તેમાંથી બે ડેપો ગુજરાતના સુરત અને સાબરમતી અને એક મહારાષ્ટ્રના ઠાણેમાં હશે. 

— NHSRCL (@nhsrcl) October 9, 2023

ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન?
અમદાવાદથી મુંબઈ વચ્ચે બહુ ચર્ચિત બુલેટ ટ્રેન ચાલૂ કરવા પર પણ મોટી માહિતી સામે આવી છે. સરકારે તેને ચાલૂ કરવાની જાણકારી આપતા જણાવ્યું કે 2026 સુધી દક્ષિણ ગુજરાતમાં સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરવા ઈચ્છે છે. આ પ્રથમ તબક્કો શરૂ થવામાં હજુ ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા બુલેટ ટ્રેન ચાલૂ કરવાની નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી. 

નોંધનીય છે કે આજથી લગભગ છ વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિંઝો આબેબે અમદાવાદમાં આ પરિયોજનાની શરૂઆત કરી હતી. બુલેટ ટ્રેનથી લગભગ 508 કિલોમીટરની સફર તાડા ત્રણ કલાકમાં પૂર્ણ થવાની આશા છે. નોંધનીય છે કે આ પરિયોજનાને પૂર્ણ કરવા માટે જાપાનનો પણ સહયોગ મળી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news