બિન સચિવાલ ક્લાર્ક પરીક્ષા

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા અંગે કોંગ્રેસનો મોટો ધડાકો, ચોરી થયાના CCTV બતાવી સરકાર સામે ચીંધી આંગળી

તાજેતરમા જ 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk)ની પરીક્ષામાં અનેક સ્થળો પર ગેરરીતી થઈ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે અનેક સ્થળો પર વિરોધો અને ધરણાઓ પણ કરવામાં આવ્યા હતા. જે બાદ આજે અમદાવાદમાં કોંગ્રેસ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતી મુદ્દે મહત્વનો અને અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યના અનેક સેન્ટરો પર કેવી રીતે ચોરી અને ગેરરીતિ થઈ હતી તેના સીસીટીવી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા બતાવવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ નિરીક્ષકની સામે જ ચોરી કરી રહ્યા છે તેમ છતાં કોઈ પગલા નથી લેવાઈ રહ્યાં. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આ વીડિયો (CCTV) ગુજરાત સરકાર (Vijay Rupani) પર મોટી લપડાક છે. 

Nov 29, 2019, 11:56 AM IST

બિન સચિવાલય પરીક્ષા ફરીથી લેવાની માંગ ઉઠી, રાજ્યભરમાં વિદ્યાર્થીઓનુ વિરોધ પ્રદર્શન

તાજેતરમાં લેવાયેલ બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk Exam)ની પરીક્ષામાં સુરેન્દ્રનગરમાં પેપરનું સીલ તૂટેલું નીકળ્યું હતું. તો બીજી તરફ, ગૌણ સેવાએ ખુદ પેપર ફૂટ્યું હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ત્યારે હવે રાજ્યભરમાંથી લેવાયેલી પરીક્ષાને કેન્સલ કરવાની માંગ ઉઠી છે. તેમજ પરીક્ષા ફરીથી લેવા માટે પણ એકસૂર ઉઠ્યો છે. આજે રાજ્યના વિવિધ શહેરોના ઉમેદવારો દ્વારા આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સાથે જ આજે વડોદરામાં પરીક્ષાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. 

Nov 21, 2019, 04:37 PM IST
secretarial clerks Exam In Gujarat PT17M23S

અનેક વિવાદો બાદ અંતે બિન સચિવાલયની પરીક્ષા થઇ પૂર્ણ, જુઓ વીડિયો

આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન રાજ્યભરમાં બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ અસિસટન્ટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાં 10.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે પહેલેથી જ વિવાદોમાં આવેલી આ પરીક્ષા આજે પણ વિવાદોમાં રહી હતી. ક્યાંક પેપરના સીલ તૂટેલા હોવાની ફરિયાદ ઉઠી હતી. તો બીજી તરફ, છેલ્લી ઘડીએ ગૌણ પસંદગી મંડળ દ્વારા બદલાયેલા કેન્દ્રોને કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા.

Nov 17, 2019, 06:10 PM IST

વિવાદો વચ્ચે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા સંપન્ન - ક્યાંક પેપર સીલની ફરિયાદ, તો ક્યાંક ઉમેદવારો અટવાયા

આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન રાજ્યભરમાં બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ અસિસટન્ટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાં 10.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે પહેલેથી જ વિવાદોમાં આવેલી આ પરીક્ષા આજે પણ વિવાદોમાં રહી હતી. ક્યાંક પેપરના સીલ તૂટેલા હોવાની ફરિયાદ ઉઠી હતી. તો બીજી તરફ, છેલ્લી ઘડીએ ગૌણ પસંદગી મંડળ દ્વારા બદલાયેલા કેન્દ્રોને કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા. 

Nov 17, 2019, 02:49 PM IST

આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, કેન્દ્રો બદલીને મંડળે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોનો જીવ ઉંચો રાખ્યો

બબ્બે વાર પરીક્ષા રદ કરીને વિવાદોમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આખરે આજે બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk) અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ (Office Assistant examination)ની પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 10.50 લાખ જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપશે. રાજ્યભરના 3171 જેટલા પરીક્ષા કેન્દ્રો (Exam center) પર પરીક્ષા લેવાશે. બપોરે 12 વાગ્યાથી 2 વાગે સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે. 

Nov 17, 2019, 09:26 AM IST

બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા આપનાર ખાસ વાંચી લે આ સમાચાર, ફેરફાર કરાયેલા કેન્દ્રોનું લિસ્ટ જાહેર

રાજ્યભરમાં 17 નવેમ્બરે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk) અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ (Office Assistant examination) ની પરીક્ષા માટે અમદાવાદના 515 માંથી 18 પરીક્ષા કેન્દ્રો (Exam center) માં ફેરફાર કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રના સંચાલકો સાથે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા ખાસ બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. 

Nov 13, 2019, 02:59 PM IST