શ્રી કૃષ્ણનાં હાથમાં સુદર્શન ચક્ર હોય છે સાવરણો નહીં; કેજરીવાલ પર BJP નેતા ભરત ડાંગરના પ્રહાર
અરવિંદ કેજરીવાલે દ્વારકામાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પૃથ્વી પર ગરબડ થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ઝાડુ ફેરવવું પડે છે. દ્વારકામાં કેજરીવાલ પહેલા સંસ્કૃતનો અડધો શ્લોક બોલ્યા હતા.
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીના વર્ષમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદની દ્વારકા મુલાકાત વિવાદમાં આવી છે. કૃષ્ણભૂમિ દ્વારકામાં કેજરીવાલે ભગવાન શ્રીકૃષ્ણને લઈને કરેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.
અરવિંદ કેજરીવાલે દ્વારકામાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પૃથ્વી પર ગરબડ થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ઝાડુ ફેરવવું પડે છે. દ્વારકામાં કેજરીવાલ પહેલા સંસ્કૃતનો અડધો શ્લોક બોલ્યા હતા. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણને લઈને વિવાદી ટિપ્પણી કરી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પૃથ્વી પર કોઈ ગરબડ થાય છે ત્યારે ભગવાને તેમનુ ઝાડુ ચલાવવુ પડે છે અને ભગવાન તેમનુ ઝાડુ ચલાવે છે.
કેજરીવાલના આ નિવેદન બાદ ભાજપના નેતા ભરત ડાંગર તેમના પર વરસ્યા હતા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણનાં હાથમાં સુદર્શન ચક્ર હોય છે, સાવરણો નહીં. શ્રીકૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર હોય છે તે વાત નાના બાળકો પણ જાણે છે. પરંતુ શ્રીકૃષ્ણના હાથમાં ઝાડુ હોવાની વાત કરીને કેજરીવાલ જાણી જોઈને સમગ્ર હિંદુ સમાજનું અપમાન કરી રહ્યા છે. ભાજપે પ્રહાર કર્યો કે પ્રભુના અપમાનનો જનતા જવાબ આપશે.
નોંધનીય છે કે, કેજરીવાલ જ્યારે દ્વારકામાં આ નિવેદનબાજી કરી રહ્યા હતા ત્યારે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિતના ગુજરાતની સંસ્કૃતિને જાણનારા નેતાઓ કેજરીવાલ સાથે ઉપસ્થિત હતા. જો કે કોઈએ તેમને ભગવાન શ્રીકૃષ્ણ વિશે બફાટ કરતા અટકાવ્યા ન હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે