Baba Vanga Predictions: દુનિયા ખતમ થવામાં કેટલો સમય બાકી? બાબા વેંગાની આ ભવિષ્યવાણીથી ડર
Baba Vanga Predictions List: બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચુકી છે. બાબા વેંગાએ દુનિયા ખતમ થવા પર ભવિષ્યવાણી કરી છે, જેનાથી લોકો ડરેલા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Baba Vanga Ki Bhavishyavani: બાબા વેંગા (Baba Vanga) પોતાની ભવિષ્યવાણીને લઈને દુનિયામાં જાણીતા છે. બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી સાચી પડી ચુકી છે તેથી મોટી સંખ્યામાં લોકો બાબા વેંચાની વાતો પર વિશ્વાસ કરવા લાગ્યા છે. નોંધનીય છે કે બુલ્ગારિયામાં જન્મેલા બાબા વેંચાનું મોત આજથી 111 વર્ષ પહેલા થઈ ચુક્યું છે, પરંતુ આજે પણ લોકો તેમની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરે છે. બાબા વેંગાએ દુનિયા ખતમ થવાથી લઈને યુદ્ધ અને આપદા માટે ઘણી ભવિષ્યવાણી કરી છે. આવો બાબા વેંગાની ભવિષ્યવાણી વિશે જાણીએ.
બાબા વેંગાની મહત્વની ભવિષ્યવાણીઓ
- દુનિયા ખતમ થવા વિશે પણ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે. બાબા વેંગા પ્રમાણે વર્ષ 5079માં દુનિ.ાનો અંત થઈ જશે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2022માં ભારત પર તીડનો હુમલો થઈ શકે છે. આ સિવાય દેશે દુષ્કાળ જેવી આપદાની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી પ્રમાણે વર્ષ 2023માં ધરતીની કક્ષા બદલાય જશે. તો અંતરિક્ષલ યાત્રી વર્ષ 2018માં શુક્ર ગ્રહ પર પહોંચી જશે.
- બાબા વેંગાએ કહ્યું છે કે વર્ષ 2026માં મનુષ્ય 100 વર્ષની ઉંમર સુધી જીવવા લાગશે. મનુષ્યો અંત પ્રત્યારોપણના મામલામાં એટલી પ્રગતિ કરી લેશે કે તે વધુ ઉંમર સુધી જીવશે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર એક સમય એવો આવશે જ્યારે ધરતી પર રાત થવાની બંધ થઈ જશે. 2100માં પૃથ્વીને કૃત્રિમ પ્રકારશી રોશન કરવામાં આવશે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 2022માં પડી સાચી
એવો દાવો કરવામાં આવે છે કે બાબા વેંગાની 85 ટકા ભવિષ્યવાણીઓ સાચી પડી શકી છે. વર્ષ 2022ને લઈને બાબા વેંગાએ જે ભવિષ્યવાણી કરી હતી તેમાંથી બે સાચી પડી ચુકી છે. નોંધનીય છે કે બાબા વેંગાએ યુરોપમાં દુકાળની સમસ્યાની ભવિષ્યવાણી કરી હતી. આ વર્ષે પોર્ટુગલ અને ઇટલીમાં પાણીની કમી જોવા મળી. પાણીના વપરાશને લઈને સરકાર તરફથી દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા.
આ સિવાય બાબાએ ઓસ્ટ્રેલિયા અને એશિયામાં પૂરનો પ્રકોપ આવવાની વાત કહી હતી. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો હતો. આ સિવાય પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશમાં પણ પૂર આવ્યું હતું. તો પાકિસ્તાન પણ પૂરનો સામનો કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે