IND vs PAK: રોમાંચક મેચમાં હાર્યું ભારત, છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને મળી જીત

IND vs PAK Super 4: એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાનની ટીમ બીજીવાર આમને-સામને છે. દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર આ મેચ રમાઈ રહી છે. 

IND vs PAK: રોમાંચક મેચમાં હાર્યું ભારત, છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને મળી જીત

દુબઈઃ મોહમ્મદ રિઝવાન (71 રન) અને મોહમ્મદ નવાઝ (42) ની શાનદાર બેટિંગની મદદથી પાકિસ્તાને એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં ભારતને 6 વિકેટે પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે કોહલીના 60 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

કોહલી 60, ભારત 181/7
ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા છે અને પાકિસ્તાનને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રન ફટકાર્યા હતા. આ સિવાય રાહુલ અને રોહિતે 28-28 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને 2, નસીમ શાહ, હસનૈન, હારિસ રઉફ અને મોહમ્મદ નવાઝે એક-એક વિકેટ લીધી હતી. 

10 ઓવર બાદ ભારત 93-3
ભારતે પ્રથમ 10 ઓવરમાં 93 રન બનાવી લીધા છે. ભારતે ત્રણ વિકેટ પણ ગુમાવી છે. વિરાટ કોહલી 18 અને રિષભ પંત 1 રન બનાવી ક્રીઝ પર છે. 

સૂર્યકુમાર સસ્તામાં આઉટ
ભારતને સૂર્યકુમાર યાદવના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. સૂર્યકુમાર માત્ર 13 રન બનાવી મોહમ્મદ નવાઝનો શિકાર બન્યો છે. 

રાહુલ આઉટ, ભારતે બીજી વિકેટ ગુમાવી
પાવરપ્લે બાદ ભારતને બીજો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ 28 રન બનાવી આઉટ થયો છે. આ સફળતા સાદાબ ખાનને મળી છે. 

પાવરપ્લે બાદ ભારત 62-1
પાવરપ્લેમાં ભારતની શરૂઆત સારી રહી છે. ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 62 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત 28 રન બનાવી આઉટ થયો છે. 

ભારતની પ્રથમ વિકેટ પડી
54 રનના સ્કોર પર ભારતની પ્રથમ વિકેટ પડી છે. કેપ્ટન રોહિત શર્મા 16 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 28 રન ફટકારી આઉટ થયો છે. 

પાકિસ્તાને ટોસ જીત્યો
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડા અને રવિ બિશ્નોઈની વાપસી થઈ છે. જ્યારે પાકિસ્તાનની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. 

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ. 

પાકિસ્તાન 
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, ખુશદિલ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news