મંજિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે હોંસલો મેં ઉડાન હોતી હૈ : રાઈટરના સહારે બોર્ડની પરીક્ષા આપવા પહોંચ્યા આ વિદ્યાર્થીઓ

આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ છે, જેઓ શારીરિક રીતે સક્ષમ ન હોવા છતાં પરીક્ષા આપવા પહોંચ્યા છે. આવા વિદ્યાર્થીઓની હિંમતને સલામ છે. આજે ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ રાઈટરના સહારે પરીક્ષા આપવામાં પહોંચ્યા છે, કારણ કે તેઓ શારીરિક રીતે અસક્ષમ છે. કુદરતે દ્રષ્ટિ નથી આપી પરંતુ મનોબળ તો ખૂબ જ મજબૂત આપ્યું છે અને તે મજબૂત મનોબળના આધારે રાજકોટના પરીક્ષા સેન્ટરમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ રાઇટર સાથે બોર્ડની પરીક્ષા આપવા આવી પહોંચ્યા છે. 
મંજિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે હોંસલો મેં ઉડાન હોતી હૈ : રાઈટરના સહારે બોર્ડની પરીક્ષા આપવા પહોંચ્યા આ વિદ્યાર્થીઓ

Board Exam 2023 દિવ્યેશ જોશી/રાજકોટ : આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ છે, જેઓ શારીરિક રીતે સક્ષમ ન હોવા છતાં પરીક્ષા આપવા પહોંચ્યા છે. આવા વિદ્યાર્થીઓની હિંમતને સલામ છે. આજે ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ રાઈટરના સહારે પરીક્ષા આપવામાં પહોંચ્યા છે, કારણ કે તેઓ શારીરિક રીતે અસક્ષમ છે. કુદરતે દ્રષ્ટિ નથી આપી પરંતુ મનોબળ તો ખૂબ જ મજબૂત આપ્યું છે અને તે મજબૂત મનોબળના આધારે રાજકોટના પરીક્ષા સેન્ટરમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ રાઇટર સાથે બોર્ડની પરીક્ષા આપવા આવી પહોંચ્યા છે. 

આજથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં 280થી વધુ દિવ્યાંગો પરીક્ષા આપી રહ્યા છે. જેમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીનીઓ દ્રષ્ટિ હિન હોવા છતાં મજબૂત મનોબળ સાથે પરીક્ષા આપી રહી છે. જેમાં શહેરના ટાગોર રોડ પર આવેલ વિરાણી હાઈસ્કૂલમાં રાઇટર સાથે 8 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પરીક્ષા આપવા પહોંચી હતી. જેને જોઈ અન્ય વિદ્યાર્થીઓનો પણ પરીક્ષા આપવા માટેનો ઉત્સાહ વધતો જોવા મળ્યો હતો. 

blind_student_zee.jpg

આ પ્રજ્ઞાચક્ષુ બહેનોના કેરકેટર દક્ષાબેન મેવાડા કહે છે કે, અમારે ત્યાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ રહે છે. આજે વિરાણી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 ની દીકરીઓ પરીક્ષા આપી રહી છે. આ તમામ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના રાઇટર કડવીબાઈ વિદ્યાલયમાંથી આવ્યા છે. આત્મવિશ્વાસથી ભરેલી આ દીકરીઓ પરીક્ષા આપી રહી છે. ધોરણ 9 પૂર્ણ થતાની સાથે જ બીજા જ દિવસથી ધોરણ 10 બોર્ડની તૈયારી આ દીકરીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે શહેરની વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ 10 ની 8 વિદ્યાર્થીનીઓ રાઇટર સાથે પરીક્ષા આપવા પહોંચી હતી. આ વિદ્યાર્થીનીઓને 20 માર્કે પાસ ગણવામાં આવે છે અને પેપર લખવા માટે વધારાનો અડધો કલાકનો સમય પણ આપવામાં આવે છે.

board_exam_zee3.jpg

બોર્ડની એક્ઝામના 15 દિવસ પહેલા પગ ભાંગ્યો 
રાજકોટની કડવીબાઈ હાઈસ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થી ધવલ માધોળીયાનો પરીક્ષા પૂર્વે જ અકસ્માતમાં પગ ભાંગતા અનેક મુશ્કેલીઓ વચ્ચે તૈયારી કરી હતી. વિદ્યાર્થીનું કહેવું છે કે, ધોરણ 9માં મારે 69 % આવ્યા હતા અને આ વખતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો જો કે પરીક્ષાના થોડા સમય પહેલા જ ક્લાસીસમાંથી છૂટી પરત ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં શ્વાન આડે ઉતરતા વાહન સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અને પગની બે આંગળીઓ ભાંગી ગઈ હતી અને પગમાં ઓપરેશન કરી 3 સળિયા ફિટ કરવામાં આવ્યા હતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news