'અમે અહીં મંજીરા વગાડવા આવીએ છીએ'...બોટાદમાં બાબુઓની મનમાની સામે સાધારણ સભામાં ગરમાવો

પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો, ચેરમેન અને તમામ અધિકારીઓની બેઠક મળી હતી. આરોગ્યલક્ષી અને રોડ-રસ્તાની કામગીરી પર ચર્ચાઓ દરમિયાન અધિકાર રાજ ચાલતું હોવાનું સામે આવ્યું છે.

'અમે અહીં મંજીરા વગાડવા આવીએ છીએ'...બોટાદમાં બાબુઓની મનમાની સામે સાધારણ સભામાં ગરમાવો

ઝી બ્યુરો/બોટાદ: જિલ્લામાં બાબુઓની મનમાની સામે સાધારણ સભામાં સભ્યોએ બળાપો ઠાલવ્યો છે. અધિકારીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યોનું ન સાંભળતા હોવાના મુદ્દાના કારણે સાધારણ સભા ગરમાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણીએ સભ્યોની હાજરીમાં DDOને કહ્યું કે- 'અમે અહીં મંજીરા વગાડવા આવીએ છીએ'... અધિકારીઓ ખૂબ મનમાની કરતા હોવાના આક્ષેપ સભ્યોએ કર્યાં છે. 

પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો, ચેરમેન અને તમામ અધિકારીઓની બેઠક મળી હતી. આરોગ્યલક્ષી અને રોડ-રસ્તાની કામગીરી પર ચર્ચાઓ દરમિયાન અધિકાર રાજ ચાલતું હોવાનું સામે આવ્યું છે.

જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ બંધ થશે તેવું નિવેદન જિલ્લા પંચાયતના પ્રમુખે આપ્યા છે. બાંધકામ ખાતાના ચેરમેને સ્વીકાર કર્યો કે શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અમને સાંભળતા નથી. બીજીતરફ વિરોધ પક્ષે પણ આક્ષેપ કરતા કહ્યું કે- અધિકારીઓ ન સાંભળતા હોય તેનો મતલબ થાય છે કે અહીં અધિકાર રાજ ચાલે છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, બોટાદ જિલ્લા પંચાયતની સાધારણ સભામાં અધિકારી રાજને લઈ (Complaint against botad officers 2021) વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણીએ ડીડીઓને કહ્યું 'અમે અહીં મંજીરા વગાડવા આવીએ છીએ'... જિલ્લા પંચાયતમાં સભ્યોનું અધિકારી સાંભળતા ન હોઇ જેને લઇ સભ્યોમાં નારાજગી છે. બાંધકામ શાખા ,શિક્ષણ શાખા તેમજ અન્યો કચેરીને લઇ (Anger against officials in Botad) વિરોધ જોવા મળ્યો હતો. જિલ્લા પચાયતના પ્રમુખ, શિક્ષણ સમિતિ અને બાંધકામ સમિતિના ચેરમેને અધિકારીઓ સાંભળતા ન હોવાનો સ્વીકાર કર્યો હતો. 

પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને અને ડી.ડી.ઓ.ને સૂચના આપતા હોય તેવું વિડીયોમાં કેદ થયું હતું. તો બાંધકામ વિભાગ અને શિક્ષણ વિભાગમાં અધિકારી સાંભળતા ન હોય તેવો ચેરમેન દ્વારા ઉલ્લેખ કરાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા અધિકારી રાજ (Complaint against botad officers 2021) ચાલતું હોવાનો સ્વીકાર કરી હવે સુધારો થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news