વડોદરાને નવા મેયર મળ્યા : પીંકીબેન સોની બન્યા વડોદરાના ચોથા મહિલા મેયર

વડોદરા શહેરના મેયર તરીકે પિંકીબેન સોનીના નામની જાહેરાત... ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે ડૉ. શિતલ મિસ્ત્રી અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની કરાઈ પસંદગી...

વડોદરાને નવા મેયર મળ્યા : પીંકીબેન સોની બન્યા વડોદરાના ચોથા મહિલા મેયર

Vadodara News : ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વડોદરાથી મોટી જાહેરાત કરી છે. વડોદરાના નવા મેયર તરીકે પીંકીબેન સોનીના નામની જાહેરાત કરી છે. જે નામની ચર્ચા હતી, તે સિવાયના નવા નામની જાહેરાતથી સૌ કોઈ ચોંકી ગયા છે. પીંકીબેન સોની વડોદરાના નવા મેયર બન્યા છે. તો ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની જાહેરાત કરવામાં આવી છે. 

મેયર : પિન્કીબેન સોની
ડેપ્યુટી મેયર : ચિરાગ બારોટ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : ડો શીતલ મિસ્ત્રી
શાસક પક્ષ નેતા : મનોજ પટેલ

સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણુંક કરવામાં આવી
શીતલ મિસ્ત્રી, ભાણજી પટેલ, ડો. રાજેશ શાહ, તેજલ વ્યાસ, બંદીશ શાહ, મીનાબા ચૌહાણ, નીતિન દોંગા, જાગૃતિ કાકા, રીટા સિંગ, ઘનશ્યામ સોલંકી, કેતન પટેલ અને હેમિશા ઠક્કર

પીંકીબેન સોની વડોદરાના 61મા અને ચોથા મહિલા મેયર બન્યા છે. આ અગાઉના ભારતીબેન વ્યાસ, ડો. જ્યોતીબેન પંડ્યા અને ડો. જીગીષાબેન શેઢ વડોદરાના મેયર રહી ચૂક્યા છે. વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા ભાજપ કાર્યલય મેન્ડેટ લઈ પહોંચ્યા હતા., આ પહેલા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ સાથે બંધ બારણે બેઠક  કરી હતી. તેના બાદ નામોની જાહેરાત કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news