CG રોડ પર વાહનો માટે આજે પ્રતિબંધ: અમદાવાદના આ રસ્તાઓ પર વાહનો પાર્ક કર્યા તો ગયા સમજજો

અમદાવાદમાં સીજી રોડ અને એસજી હાઇવે પર મોટી સંખ્યામાં લોકો રાત્રે ભેગા થતા હોય છે અને યંગસ્ટર્સ નવા વર્ષને આવકારે છે. ત્યારે સીજી રોડ પર પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીનો આખો રોડ સાંજે 6 વાગ્યાથી તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રહેશે.

CG રોડ પર વાહનો માટે આજે પ્રતિબંધ: અમદાવાદના આ રસ્તાઓ પર વાહનો પાર્ક કર્યા તો ગયા સમજજો

અમદાવાદ: 31 ડિસેમ્બરને (31 December) લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસે (Traffic police)  એક્શન પ્લાન ત્યાર કર્યો છે. અમદાવાદ માં 31 ડિસેમ્બરે ભરચક એવા સી.જી રોડ અને એસજી હાઈ-વેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સી.જી રોડ અને એસજી હાઈ-વે પર આજે સાંજે 6 વાગ્યાથી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ એસજી હાઇવે (SG highway) પર ભારે અને મધ્યમ ભારે માલવાહક અને પેસેન્જર વાહનોને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો સાથે જ અમદાવાદમાં જો 31 ડિસેમ્બરે દારૂ પીને ગાડી ચલાવી તો પોલીસ તમારી સામે ગુનો દાખલ કરી ગાડી ડિટેઈન કરાશે.

અમદાવાદમાં સીજી રોડ અને એસજી હાઇવે પર મોટી સંખ્યામાં લોકો રાત્રે ભેગા થતા હોય છે અને યંગસ્ટર્સ નવા વર્ષને આવકારે છે. ત્યારે સીજી રોડ પર પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીનો આખો રોડ સાંજે 6 વાગ્યાથી તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રહેશે. જ્યારે એસજી હાઈ-વે પર 8 વાગ્યાથી પકવાન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી સર્વિસ રોડ પર વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો:

સીજી રોડ પર વાહનો ચલાવી શકાશે નહીં
આજે આખો સીજી રોડ 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી ખાસ કારણ વગર તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રહેશે. પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીનો રસ્તા પર કોઈ પાર્કિંગ કરી શકશે નહીં. સમર્થેશ્વર મહાદેવથી ગુલબાઈ ટેકરા તરફ જવાના અને ગિરીશ કોલ્ડડ્રિંકથી મીઠા કડી સર્કલ તરફ જવાના જે સામસામે ક્રોસ રોડ આવેલા છે એ ક્રોસ રોડ કરીને જઈ શકાશે, પરંતુ સીજી રોડ પર કોઈપણ પ્રકારનાં વાહનોની અવરજવર રાત્રે 3 વાગ્યા સુધી થઈ શકશે નહીં.

માલવાહક વાહનો પર પ્રતિબંધ
અમદાવાદમાં પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સવારે 8થી રાત્રે 11 સુધી ભારે અને મધ્યમ માલવાહક વાહનો અને પેસેન્જર વાહનો પર શહેરમાં પ્રતિબંધ છે. એસજી હાઇ-વે પર રાત્રે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી ભારે માલવાહક અને પેસેન્જર વાહનોને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, નેહરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન સર્કલ સુધી પણ ખાનગી લક્ઝરી બસ પાર્ક કરી શકાશે નહીં. પકવાન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી અને સર્વિસ રોડ પર સાંજે 7 વાગ્યાથી વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. 

આ પણ વાંચો:

જાણો અમદાવાદમાં કયા રસ્તાઓ રહેશે બંધ? પાર્કિંગ પર પ્રતિબંધ
નેહરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન સર્કલ સુધી પણ ખાનગી લક્ઝરી બસ પાર્ક કરી શકાશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ અને વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર સિંધુ ભવન રોડ તેમજ સીજી રોડ પર જશે. મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news