સુરતના નાગરિકોને મુખ્યપ્રધાને આપી દેવ દેવાળીની ભેટ, લીધો મોટો નિર્ણય

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરતના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સુરતના નાગરિકોને ફાયદો મળશે. 
 

 સુરતના નાગરિકોને મુખ્યપ્રધાને આપી દેવ દેવાળીની ભેટ, લીધો મોટો નિર્ણય

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત મગાનગર પાલિકાના નાગરીકોને દેવ દિવાળીની ભેટ આપતા એક મહત્વપૂર્વ નિર્ણય કર્યો છે. સુરત શહેરના ડેવલોપમેન્ટ પ્લાનમાં રખાયેલી 1660 હેક્ટર જમીનના 201 જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી 30 વર્ષ વર્ષથી ચાલતા પ્રશ્નનું નિરાકરણ મુખ્યપ્રધાને લાવી દીધું છે. સુરત શહેરના વિકાસની જરૂરિયાતોને ધ્યાને રાખી 50 ટકા કપાતના ધોરણે ટી.પી સ્કીમ બનાવી આ જમીનો રિઝર્વેશનમાંથી મુક્ત કરવાનો નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે.

જાહેર સુવિધાઓ માટે રાખવામાં આવેલી સુડાની આશરે 50 હેકટર અને મહાનગરપાલિકાની અંદાજે 390 હેકટર મળી 440 હેકટર જમીન રિઝર્વેશનથી મુક્ત થશે. તેમણે અન્ય હેતુઓ અને એજન્સીઓ માટે અનામત રખાયેલી 415 હેકટર જેટલી જમીન પણ  રિઝર્વેશનમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે
. આવી રિઝર્વેશન મુક્ત થતી જમીનોમાં સત્તા મંડળો દ્વારા 50 ટકાના ધોરણે ટી.પી સ્કીમ બનાવવામાં આવશે.

સુરત મહાનગરમાં કુલ મળીને 855 હેકટર જમીન રિઝર્વેશનથી મુક્ત થવાથી  બાંધકામ માટે ઉપલબ્ધ થશે અને નાગરિકોને સસ્તાદરે આવાસ મળશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત મહાનગરના મેયર તેમજ પદાધિકારીઓ અને સુરત મહાપાલિકા કમિશનર બંછાનિધી પાની સુડાના અધિકારીઓ  તેમજ સીએમના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી સીએમના અગ્ર સચિવ મનોજકુમાર દાસ સાથે ગાંધીનગરમાં યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં તેમણે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news