શિક્ષણ વિભાગ ક્યાં ઊંઘે છે, ગુજરાતની બે આંગણવાડીમાં ભુલકાઓને નમાજના પાઠ શીખવાડાયા

Namaz In Gujarat Aanganwadi : વડોદરાના ડભોઈની આંગણવાડીમાં ભૂલકાને પઢાવાઈ નમાજ...માથે રૂમાલ બાંધી ઈદની ઉજવણીનું અપાયું જ્ઞાન...અભ્યાસક્રમમાં ન હોવા છતાં કરાયેલા કૃત્યથી હિન્દુ સંગઠનોમાં રોષ...ધારાસભ્યએ DDOને કરી જાણ....
 

શિક્ષણ વિભાગ ક્યાં ઊંઘે છે, ગુજરાતની બે આંગણવાડીમાં ભુલકાઓને નમાજના પાઠ શીખવાડાયા

Gujarat Education : રાજ્યની શાળાઓમાં ધોરણ-6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. જેમાં બાળકોને ગીતાનું જ્ઞાન આપવામા આવી રહ્યુઁ છે. પરંતુ આ શું, બાળકો ભગવદ ગીતાને બદલે કુરાનની આયાત શીખી રહ્યાં છે. ગુજરાતની શાળાઓમાં હવે નમાજ પઢાવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ બધુ થઈ રહ્યુ હતું ત્યારે શિક્ષણ વિભાગ ઊંઘતુ ઝડપાયું છે. વડોદરાના ડભોઈ તથા જામનગરની આંગણવાડીમાં બાળકોને ન માત્ર નમાજ પઢાવાઈ, પરંતુ અલ્લાહો અકબરના પણ નારા લગાવાયા. 

આંગણવાદીમાં ઈદના પર્વના પાઠ
વડોદરા પાસે કરનાળી આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવ્યા હતા. અભ્યાસ ક્રમમાં ન હોવા છતાં અહીંના સંચાલકો દ્વારા ભુલકાઓને ઈદના પાઠ ભણાવવામાં આવ્યા હતા. હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવવામાં આવી હતી. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવામાં આવ્યો હતો. ત્યારે આ માસુમોને ખબર પણ ન હતી કે તેઓ શું કરી રહ્યાં છે. આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ DDO ને સમગ્ર બાબતની જાણ કરતા મામલો બહાર આવ્યો છે. 

કરનાળી આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવવામાં આવતા વાલીઓ રોષે ભરાયાં છે. મહત્વનું છે કે આ મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાએ DDO ને સમગ્ર બાબતની કરાઈ જાણ કરી કાર્યવાહી કરવા રજુઆત કરી છે. ત્યારે બીજી તરફ મહંત જ્યોતિરનાથનું નિવેદન સામે આવ્યું છે. મહંત જ્યોતિરનાથ એ કહ્યું કે , કરનાળી સનાતનની પવિત્ર ભૂમિ છે. આ કૃત્ય કોની રહેમ નજર હેઠળ થાય છે તેની તપાસ થવી જોઈએ. પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં આ ન થવું જોઈએ. આ ધર્માંતરણ કરવાના પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે. તેમને વધુમાં કહ્યું કે આ પ્રકારના કૃત્ય વારંવાર થાય છે. મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રી એ આ મામલે તપાસ કરવી જોઈએ. તંત્ર કડક કાર્યવાહી કરે એવી માંગ કરી છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 14, 2024

 

જામનગરમાં બાળકોને યા હુસૈનના નારા લગાવાયા
તો બીજો કિસ્સો જામનાગરનો છે. જ્યાં સોનલનગરની આંગણવાડીમાં બાળકો પાસે 'યા ડુસેન'ના નારા લગાવાયા હતા. આંગણવાડીમાં આવતા બે લઘુમતી સમાજના બાળકોએ તેમની કાલીઘેલી ભાષામાં અન્ય બાળકોને શીખવ્યું હતુ. જેનો વીડિયો આંગણવાડી કાર્યકરે વાલીઓના ગ્રુપમાં શેર કર્યો હતો, જે વાયરલ થયો છે. આ બાદ હિન્દુ સેનાની શિક્ષિકા સામે પગલાં લેવા માગ કરી છે. ઈદની ઉજવણી કેવી રીતે કરવામા આવે છે તે જાણવા માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ મામલે હિન્દુ સેનાએ ચીમકી આપી છે, અને આંગણવાડીની શિક્ષિકા સામે કડક પગલા લેવા માંગ કરી છે. હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષે જણાવ્યું કે, સોનલનગર વિસ્તારમાં આવેલી આંગણવાડીની અંદર 30 બાળકો આવે છે, જેમાં બે મુસ્લિમ છે. આ આંગણવાડીમાં તહેવારો કેવી રીતે ઉજવવા, ઈદમાં સલામી કેમ ભરવી, નમાજ કેમ પઢવી, બિરયાની ખાવી, નવા કપડાં પહેરવા તેમજ યા હુસેન, યા હુસેન ના નારા કેમ લગાવવા તે શીખવી એક નાટક રચવામાં આવ્યું છે. આવા શિક્ષકોથી બાળકોના માનસ પર ઊંડી અસર થતી હોય છે. ગુજરાતમાં શિક્ષણ ધર્માંતારણ તરફ આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે. જેને ગુજરાત હિન્દુ સેના સહન નહીં કરે અને લગત અધિકારીઓ દ્વારા આવા શિક્ષકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને વાલીઓ પણ સાવચેતી રાખી પોતાના બાળકો પ્રત્યે ધ્યાન દોરે તેવી વિનંતી.

આ ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે, આખરે ગુજરાતની શાળાઓમાં શિક્ષણ કંઈ તરફ જઈ રહ્યું છે. શું વિદ્યાર્થીઓને ધર્માંતરણ માટે પ્રેરવામા આવે છે. કોણ છે જે હિન્દુ શાળાઓમાં આ પ્રકારનું શિક્ષણ કરાવી રહ્યાં છે. આખરે આ પ્રકારનું ધાર્મિક શિક્ષણ ક્યારે અટકશે. આ પહેલા પણ કચ્છની ખાનગી શાળાનો હિંદુ વિદ્યાર્થીઓને ટોપી પહેરાવી નમાજ પઢાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. બકરી ઇદ નિમિતે સ્કૂલમાં ડ્રામાનું આયોજન કરાયું હતુ. આ દરમિયાન હિંદુ વિદ્યાર્થીઓ પાસે મુસ્લિમ ટોપી પહેરાવી, કતારમાં બેસાડી નમાઝ અદા કરાવવામાં આવી હતી. જેને લઈને હિન્દુ સમાજના સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news