મોરબીમાં સિરામિક યુનિટોમાં ધમધમતા કોલગેસ પ્લાન્ટ બંધ

મોરબીના તમામ સિરામિક એકમોમાં કોલગેસ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે અને સિરામિક ટાઈલ્સનું ઉત્પાદના નેચરલ ગેસ થકી કરવામાં આવી રહ્યું છે. જેથી એક જ સપ્તાહમાં મોરબીમાં નેચરલ ગેસની માંગ મોરબીના સિરામિક ઉદ્યોગમાં બમણી થઇ ગઈ છે

મોરબીમાં સિરામિક યુનિટોમાં ધમધમતા કોલગેસ પ્લાન્ટ બંધ

હિમાશું ભટ્ટ, મોરબી: મોરબીના જુદાજુદા સિરામિક યુનિટોમાં ધમધમતા કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવાનો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ કર્યો છે. હાલમાં મોરબીના તમામ સિરામિક એકમોમાં કોલગેસ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે અને સિરામિક ટાઈલ્સનું ઉત્પાદના નેચરલ ગેસ થકી કરવામાં આવી રહ્યું છે. જેથી એક જ સપ્તાહમાં મોરબીમાં નેચરલ ગેસની માંગ મોરબીના સિરામિક ઉદ્યોગમાં બમણી થઇ ગઈ છે અને હજુ પણ તેમાં તોતિંગ વધારો થાત તેવી શક્યતા છે. જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસની જેટલી જરૂરિયાત હશે તેટલો ગેસ પૂરો પડવાની ખાતરી દેવામાં આવી છે. જેથી મોરબીમાં સિરામિકના કારખાના બંધ નહિ કરવા પડે તે નક્કી છે.

વિશ્વ કક્ષએ સિરામિક ટાઈલ્સના ઉત્પાદનમાં નામ ધરવતા મોરબીમાં કોલગેસ અને નેચરલ ગેસનો ઇંધણ તરીકે ઉપયોગ કરીને ટાઈલ્સ બનાવવામાં આવતી હતી. જો કે, એનજીટીમાં કોર્ટમાં ચાલેલા કેસમાં મોરબીના જુદાજુદા યુનિટ ચાલતા તમામ પ્રકારના કોલગેસ પ્લાન્ટને બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. જેથી મોરબીના 500થી વધુ કારખાનાઓમાં ચાલતા કોલગેસ પ્લાન્ટને એક જ જાટકે બંધ કરી દેવામાં આવ્યા છે. જેના લીધે નેચરલ ગેસની ડિમાન્ડમાં એક જ સપ્તાહમાં બમણો બધારો થઇ ગયો છે.

હાલમાં કોલગેસ પ્લાન્ટને બંધ કરાવવામાં આવ્યા છે. તેની સીધી અસર ટાઈલ્સની ગુણવત ઉપર પડશે અને નેચરલ ગેસના ઉપયોગથી જે ઉત્પાદન કરવામાં આવશે તે ટાઈલ્સ ઇન્ટરનેશનલ કક્ષાની ગુણવત વાળી હશે. તેથી યુએસના દેશોમાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નવું માર્કેટ મળે તેવી શક્યતા છે. સિરામિક ટાઈલ્સની પડતર કીમત નીચી લઇ આવવા માટે મોરબી આસપાસના સિરામિક યુનિટમાં કોલગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે, તેને બંધ કરી દેવામાં આવતા નેચરલ ગેસની ડિમાન્ડમાં હાલમાં તોતિંગ વધારો થઇ ગયો છે.

માર્ચ મહિનાના પ્રારંભે ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં દૈનિક ૧૯ લાખ ક્યુબીક મીટર નેચરલ ગેસ સપ્લાઈ કરવામાં આવતો હતો. જો કે, આજની તારીખે તે આંકડો વધીને દૈનિક 38 લાખ ક્યુબીક મીટર નેચરલ ગેસ મોરબીના સિરામિક ઉદ્યોગમાં સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે અને આ મહિનાના અંત સુધીમાં મોરબીના નેચરલ ગેસની ડીમાન્ડ 65 લાખ ક્યુબીક મીટર થાય તેવી શક્યતા છે. પ્રદુષણ મુદ્દે એનજીટીમાં કરવામાં આવેલ ફરિયાદને ધ્યાનમાં લઈને કોર્ટે દ્વારા પ્રદુષણ ફેલાવતા કોલગેસી ફાયરને સદંતર બંધ કરવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે.

જેના અમલવારી મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા શરુ પણ કરી દેવામાં આવી છે. જો કે, મોરબી 500 જેટલા કારખાનામાં ટાઈલ્સના ઉત્પાદના માટે દૈનિક કોલગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની જગ્યાએ હાલમાં નેચરલ ગેસથી ટાઈલ્સનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે. જેથી સિરામિક યુનીટમાં નેચરલ ગેસની ડીમાન્ડ દૈનિક વધી રહી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારોને તેમની જરૂરિયાત પ્રમાણે નેચરલ ગેસ પૂરતા પ્રમાણમાં પૂરો પાડવામાં આવે તે જરૂરી નહી અનિવાર્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news