હાડ થીજવતી ઠંડીની ગુજરાતમાં શરૂઆત, નલિયામાં પારો 9 ડિગ્રી પર પહોંચ્યો

ઉત્તર ભારતનાં રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગયો છે. આગામી બે મહિના સુધી ગુજરાતનાં તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે. ઉત્તરમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. પૂર્વોત્તરના પવન પણ ઠંડી વધારી રહ્યા છે. તો બીજી તરફ, નલિયામાં ઠંડીનો પારો 9 ડિગ્રી પર પહોંચી ગોય છે. 
હાડ થીજવતી ઠંડીની ગુજરાતમાં શરૂઆત, નલિયામાં પારો 9 ડિગ્રી પર પહોંચ્યો

અમદાવાદ :ઉત્તર ભારતનાં રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગયો છે. આગામી બે મહિના સુધી ગુજરાતનાં તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે. ઉત્તરમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. પૂર્વોત્તરના પવન પણ ઠંડી વધારી રહ્યા છે. તો બીજી તરફ, નલિયામાં ઠંડીનો પારો 9 ડિગ્રી પર પહોંચી ગોય છે. 

પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતનાં તમામ શહેરોમાં ઠંડી વધી ગઈ છે. લોકો સાંજ બાદ નીકળવાનું ટાળી રહ્યાં છે. જેને કારણે રસ્તાઓ પર પણ પાંખી હાજરી જોવા મળી રહી છે. તો બીજી તરફ, વહેલી સવારે પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો છે. સ્વેટર વગર ઘરની બહાર નીકળવું અશક્ય બની ગયું છે. તો ઠેરઠેર તાપણા પણ જોવા મળી રહ્યાં છે. 

માઉન્ટ આબુમાં 3 ડિગ્રી
શિયાળાની ઠંડીમાં માઉન્ટ આબુ ઠુઠવાયું છે. માઉન્ટ આબુ ગુજરાતીઓનું સૌથી પ્રિય ટુરિસ્ટ પ્લેસ છે. આવામાં માઉન્ટ આબુ પણ 3 ડિગ્રી તાપમાનથી ઠંડુગાર બની ગયું છે. માઉન્ટ આબુને પગલે બનાસકાંઠા જિલ્લામાં શીતલહેરના સૂસવાટાભર્યાં પવનો ફૂંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારો થશે તેવી વાત કહેવામાં આવી છે. 

સમગ્ર ઉત્તર ભારત પર જાણે સફેદ ચાદર આવી ગઈ હોય તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે. જમ્મુ કાશ્મીર હોય, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ કે પછી પશ્ચિમ બંગાળ નેપાળ બોર્ડર સંદાકફૂ.... તમામ જગ્યાએ હાલ ભારે હિમ વર્ષા ચાલી રહી છે. જેને લઈ સ્થાનિક લોકોને દર વર્ષની જેમ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે હિમ વર્ષાના કારણે ચંબા, ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ સહિતની જગ્યાઓ પર સ્કૂલને બંધ રાખવામાં આવી છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશના 12માંથી 8 જિલ્લામાં 48 કલાકથી હિમ વર્ષા થઈ રહી છે. સિમલા, કુલ્લુ મનાલી, કુફરી સહિત તમામ પર્યટન સ્થળો પર બરફની ચાદર છવાઈ ગઈ છે. સ્થાનિક તંત્ર પણ મશીનોની મદદથી બરફ હટાવવાની કામગીરીમાં લાગી ગયું છે. જમ્મુ કાશ્મીરમાં સિઝનમાં ત્રીજી વખત હિમવર્ષા થઈ છે. તો દાર્જીલિંગના સંદાકફૂમાં હિમ વર્ષા જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news