હિમવર્ષા

Sunday Special: What is the robot town of Ahmedabad PT7M22S

J&K, હિમાચલમાં ભારે હિમવર્ષા, વાહનો-મકાનો બરફની ચાદર નીચે ઢંકાયા, જુઓ એક્સક્લુઝિવ PHOTOS

જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સોમવારે ભારે હીમવર્ષા થઈ જેના કારણે વિસ્તારોમાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી. સતત હિમવર્ષાના કારણે દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ તાપમાન ગગડેલું જોવા મળ્યું. ઘણા ટુરિસ્ટ સ્થળો જેમ કે કુફરી, મનાલી અને ઔલીમાં સીઝનનો પહેલો સ્નોફોલ થયેલો જોવા મળ્યો. હેવી સ્નોફોલ અને લેન્ડસ્લાઈડના કારણે રામબનમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ બંધ કરવો પડ્યો.

Nov 17, 2020, 05:04 PM IST

PHOTOS:બરફની ચાદરમાં લપેટાયું મનાલી, તસવીરોમાં જુઓ Snowfall નો શાનદાર નજારો

પર્યટન નગરી મનાલીના મૌસમનો નજારો લોકોને આકર્ષિત કરી રહ્યો છે. સ્નોફોલ માટે પર્યટકો વચ્ચે અલગ સ્થાન રાખનાર મનાલી ફરી એકવાર પ્રવાસીઓ માટે તૈયાર છે. 

Nov 16, 2020, 04:00 PM IST

નોર્થ સિક્કિમમાં પહેલી હિમવર્ષા સાથે શિયાળાની શરૂઆત, જુઓ અદભૂત તસવીરો

પહેલી હિમવર્ષા સાથે નોર્થ સિક્કિમમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. 

Nov 5, 2020, 02:31 PM IST

ફરી બગડશે હવામાન, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ અને હિમવર્ષા, એલર્ટ જાહેર

દેશના હવામાન સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. સ્કાઇમેટના અનુસાર હરિયાણા અને તેને અડીને આવેલા ભાગો પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલુ છે, જેના લીધે હવામાનમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે

Mar 31, 2020, 11:57 PM IST

વધુ એકવાર ઠંડીનો માર સહન કરવો પડશે, હવામાન ખાતાની આંચકાજનક આગાહી

જાન્યુઆરી મહિનાના અંતથી વાતાવરણમાં ઠંડી ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. બે-ચાર દિવસ ઠંડી અને બે-ચાર દિવસ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં લોકો ત્રાસી ગયા છે, તેમજ ઠંડી-ગરમીની ઋતુ બીમારીઓનું ઘર કરી રહી છે. આવામાં હવામાન ખાતા તરફથી વધુ એક આંચકાજનક સમાચાર આવ્યા છે. આગાહી મુજબ, રાજ્યમાં ફરી ઠંડીનો અહેસાસ થશે. આવતીકાલે 1 ડિગ્રી તાપમાન ઘટશે. 

Feb 13, 2020, 02:49 PM IST

સ્વેટર પેક કરીને મૂકી ન દેતા, હવામાન ખાતાએ ફરી કડકડતી ઠંડીની આગાહી કરી

સ્વેટર પહેરવુ, છત્રી લઈને નીકળવું તે લોકોને સમજી શકાતુ નથી. ઘડીક ઠંડી ઘટે છે, તો ઘડીક વધે છે. ઘડીક ગરમી લાગે છે, તો ઘડીક ઠંડક લાગવા લાગે છે. આવામાં અમદાવાદમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 કલાક બાદ આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી આકરી ઠંડી પડશે. આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે.

Feb 3, 2020, 09:56 PM IST

સાપસીડીની રમત જેવું બન્યું ગુજરાતનું હવામાન, બે દિવસ માવઠાની આગાહી, અને તેના પછી...

આજે રાજ્યમાં ખેડૂતો પર વધુ એકવાર આકાશમાંથી આફત વરસી શકે છે. રાજ્યમાં ઠંડીનું જોર (cold wave in gujarat) તો ઘટ્યું છે, પણ માવઠાની આગાહીને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલથી આણંદ, પાટણ, ગીર-સોમનાથ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાથી વાદળછાયુ વાતાવરણ (cloudy weather) છવાઈ ગયું છે. ત્યારે માવઠુ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે. આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટો આવી શકે છે. તો બીજી તરફ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Jan 27, 2020, 08:58 AM IST

કડકડતી ઠંડી આખરે વિદાય લેશે તેના અપડેટ આવી ગયા, હવામાન ખાતાએ કહ્યું કે....

રાજ્યમાં ઠંડીનું જોર વધતાં ફરીથી ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. કચ્છના નલિયાનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસા શહેરનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ અને ભુજનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગરનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીમાં 13 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો છે. ત્રણ દિવસ ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરીથી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પોષ મહિનાની અમાસ બાદ શિયાળાની ઠંડીનો છેલ્લો ચમકારો જોવા મળી રહ્યો છે. મહા મહિનાની આ ઠંડી પછી શિયાળો વિદાય લેશે.

Jan 25, 2020, 08:18 AM IST

હવામાન ખાતા આગાહી: તૈયાર રહેજો... કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે

રાજ્યમાં ચારેતરફ ઠંડીએ જમાવટ કરી લીધી છે. ચારેતરફ ઠંડી (coldwave in gujarat) નું સામ્રાજ્ય એવુ ફેલાઈ ગયું છે કે ન પૂછો વાતો. શનિવારે ગુજરાતનું નલિયા શહેર 3.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી શહેર રહ્યું હતું. પરંતુ નલિયા કરતા પણ સૌથી વધો ઠંડો હતો ગિરનાર પર્વત. ગુજરાતના સૌથી ઉંચા પર્વત પર શુક્રવારે તાપમાન 1.5 ડિગ્રી નોંધાયું હતું. જે ઠંડીનો અત્યાર સુધીનો સૌથી નીચો પાર કહી શકાય. 

Jan 19, 2020, 09:01 AM IST

કાતિલ ઠંડીથી હજી પણ કોઈ રાહતના સમાચાર નથી, હવામાન ખાતાની છે આગાહી

સમગ્ર અમદાવાદ રાજ્યમાં લોહી થીજાવી દે તેવી કડકડતી ઠંડી (coldwave in gujarat) પડી રહી છે. જેમાં સૌથી વધુ કચ્છ થરથર ધ્રૂજી ઉઠ્યું છે. ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય જે કાતિલ ઠંડીના બાનમાં નહિ હોય. કચ્છના નલિયા (Naliya) નું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે. તો રાજકોટ અને જૂનાગઢનું તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું છે. જોકે, હજી પણ લોકોને આ કોલ્ડવેવમાંથી રાહત નહિ મળી શકે. કારણ કે, હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીની બચવા માટે લોકો વિવિધ પ્રયાસો કરી રહ્યાં છે. 

Jan 18, 2020, 08:05 AM IST

ક્યારેય વિચાર્યું છે કે શા માટે નલિયા જ શિયાળામાં સૌથી વધુ ટાઢુંબોળ હોય છે, આ રહ્યું મોટું કારણ

હાલ શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. પરંતુ સામે પક્ષે જનજીનવન પણ ઠંડીમાં સ્વાસ્થ્ય લાભ મેળવવા કવાયત કરી રહ્યાં છે. પરંતુ આજે આપણે વાત કરવી છે ઠંડી સાથે જોડાયેલા ગુજરાત (coldwave in gujarat) ના એક એવા સ્થળની, જેનો ઠંડીનો પારો સૌથી વધુ હાઈ રહે છે. એ સ્થળનું નામ છે નલિયા (Naliya). એક સમયે નૌત્તમપુરી, એ પછી નલિનપુર અને હવે નલિયા તરીકે ઓળખાતું ગામ શિયાળા અને ઉનાળામાં લોકજીભે ચઢતું રહે છે. શા માટે શિયાળામાં નિલાયા ઠંડીના કાતિલ મોજાને પાર પહોંચી જાય છે. ગગડતા પારા સાથે નલિયાનું નામ કેમ સૌથી પહેલા જોડાય છે. આવો જાણીએ આ પાછળનું કારણ. 

Jan 16, 2020, 01:50 PM IST

જમ્મુ-કાશ્મીર: બરફના તોફાને મચાવી તબાહી, 5 જવાન શહીદ, પાંચ નાગરિકના મોત 

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં થઈ રહેલા સતત સ્નોફોલના કારણે અત્યાર સુધી કુલ 10 લોકોના મોત થયા છે. જેમાં સુરક્ષાદળોના 5 જવાનો પણ સામેલ છે. સેનાના 4 જવાનો માછીલ સેક્ટરમાં શહીદ થયા જ્યારે બીએસએફ (BSF) નો એક જવાન નૌગામ સેક્ટરમાં શહીદ થયો.

Jan 14, 2020, 05:45 PM IST

કાતિલ ઠંડી અને સૂસવાટા મારતા પવનથી ઠુંઠવાયું ગુજરાત, નલિયામાં પારો ગગડીને 4 ડિગ્રીએ પહોંચ્યો

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાત (Gujarat) માં કાતિલ ઠંડી (Cold) નું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના શહેરોના તાપમાનમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતના 6 જેટલા શહેરોમાં તો 10 ડિગ્રી કરતા પણ ઓછું તાપમાન નોંધાયું છે. અત્રે જણાવવાનું કે ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કચ્છના નલિયાનું તાપમાન તો 4 ડિગ્રીએ પહોંચી ગયું. જ્યારે ડીસામાં 6 ડિગ્રી, રાજકોટ અને જૂનાગઢમાં પણ પારો 9 ડિગ્રી પર પહોંચી ગયો. અમદાવાદમાં ગઈ કાલે 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

Jan 11, 2020, 09:08 AM IST
Snowfall In Kashmir, Minus 5 Degrees Celsius In Kashmir PT5M18S

કાશ્મીરમાં હિમવર્ષા: તાપમાન માઈનસ 5 ડિગ્રી, પ્રવાસીઓમાં ખુશીનો માહોલ

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. દિવસનું તાપમાન માઈનસ 5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લદ્દાખ સહિત સમગ્ર કાશ્મીર ખીણમાં 2થી 6 ઈંચ હિમવર્ષા થઈ છે.

Jan 7, 2020, 09:35 AM IST

ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે. દિવાળીથી લઈને ડિસેમ્બર સુધીના અનેક તહેવારોમાં વરસાદી અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે રાજ્યના કેટલાક ભાગવમાં વરસાદની શક્યતા છે. 

Jan 6, 2020, 07:52 PM IST

ઉત્તરથી ફૂંકાયેલા ઠંડા પવનોએ ગુજરાતે ઠાર્યું, શીતલહેરની હવામાન વિભાગની આગાહી

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાએ સમગ્ર રાજ્ય સહિત ગુજરાતને ઠૂંઠવી (coldwave in gujarat) નાંખ્યું છે. હાલ પણ ઉત્તર ભારતમાં એટલી જ હિમવર્ષા ચાલુ છે, ત્યારે ગુજરાતમાં ઠંડીથી કોઈ રાહત મળી નથી. ગુજરાતના અનેક શહેરોના તાપમાનમાં એકથી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તો બીજી તરફ નેપાળ, ઉત્તરાખંડ, જમ્મુ, હિમાચલવાસીઓને ઠંડીથી કોઈ રાહત મળી નથી. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત છે. ઉત્તરાખંડ અને હિમાચલના અનેક શહેરોનું તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. તો ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ભૂજ, નલિયા અને રાજકોટમાં 9 ડિગ્રી, અમરેલીમાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન.. 8 દિવસ શીતલહેરનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. 

Jan 4, 2020, 07:36 AM IST
coldwave in gujarat 3 January PT4M44S

ગુજરાતની ઠંડી આ વર્ષે જૂના રેકોર્ડના ભૂક્કા બોલાવી દેશે, જુઓ હવામાન ખાતાની આગાહી

ઉત્તર-પૂર્વીય દિશામાંથી વાતા પવનોની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાત્રો થીજવી દેતી ઠંડીનો મારો ચાલુ છે. બાકી હોય તો કોલ્ડવેવે લોકોને રીતસર ઠૂંઠવી દીધા છે. નલિયા ફરી એક હંમેશાની જેમ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું.. કેટલાક જિલ્લાઓમાં આજે પણ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય છે.

Jan 3, 2020, 08:25 AM IST