ઠંડીનો ચમકારો

વધુ એકવાર ઠંડીનો માર સહન કરવો પડશે, હવામાન ખાતાની આંચકાજનક આગાહી

જાન્યુઆરી મહિનાના અંતથી વાતાવરણમાં ઠંડી ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. બે-ચાર દિવસ ઠંડી અને બે-ચાર દિવસ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં લોકો ત્રાસી ગયા છે, તેમજ ઠંડી-ગરમીની ઋતુ બીમારીઓનું ઘર કરી રહી છે. આવામાં હવામાન ખાતા તરફથી વધુ એક આંચકાજનક સમાચાર આવ્યા છે. આગાહી મુજબ, રાજ્યમાં ફરી ઠંડીનો અહેસાસ થશે. આવતીકાલે 1 ડિગ્રી તાપમાન ઘટશે. 

Feb 13, 2020, 02:49 PM IST

સ્વેટર પેક કરીને મૂકી ન દેતા, હવામાન ખાતાએ ફરી કડકડતી ઠંડીની આગાહી કરી

સ્વેટર પહેરવુ, છત્રી લઈને નીકળવું તે લોકોને સમજી શકાતુ નથી. ઘડીક ઠંડી ઘટે છે, તો ઘડીક વધે છે. ઘડીક ગરમી લાગે છે, તો ઘડીક ઠંડક લાગવા લાગે છે. આવામાં અમદાવાદમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 કલાક બાદ આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી આકરી ઠંડી પડશે. આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે.

Feb 3, 2020, 09:56 PM IST
Coldwave in Gujarat, water release in banaskanatha canal, Gir Somnath bank employee hit by man PT4M8S

3 શહેરોના ખબર: ઠંડીની આગાહી સાથે વાંચો બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ

જુઓ એકસાથે ગુજરાતના ત્રણ મહત્વના સમાચાર... રાજ્યમાં ફરીથી હાડ થીજવતી ઠંડી આવશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. તો અન્ય સમાચારમાં, બનાસકાંઠામાં સુજલામ સુફલામ યોજનામાં દિયોદરના સોનીથી લાખણી તરફ જતી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. ઉનાની પ્રાઇવેટ બેન્કના કર્મચારીને કેટલાક લોકોએ માર માર્યો. ટુ વ્હીલરના હપ્તા ચડી જતા બેન્કે બાઈક જપ્ત કર્યું હતું. બાઈક પાછી લેવા બાઈક માલિકે એના મિત્રો સાથે આવીને બેન્ક કર્મીને માર માર્યો હતો.

Jan 29, 2020, 02:45 PM IST

સાપસીડીની રમત જેવું બન્યું ગુજરાતનું હવામાન, બે દિવસ માવઠાની આગાહી, અને તેના પછી...

આજે રાજ્યમાં ખેડૂતો પર વધુ એકવાર આકાશમાંથી આફત વરસી શકે છે. રાજ્યમાં ઠંડીનું જોર (cold wave in gujarat) તો ઘટ્યું છે, પણ માવઠાની આગાહીને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલથી આણંદ, પાટણ, ગીર-સોમનાથ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાથી વાદળછાયુ વાતાવરણ (cloudy weather) છવાઈ ગયું છે. ત્યારે માવઠુ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે. આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટો આવી શકે છે. તો બીજી તરફ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Jan 27, 2020, 08:58 AM IST

કડકડતી ઠંડી આખરે વિદાય લેશે તેના અપડેટ આવી ગયા, હવામાન ખાતાએ કહ્યું કે....

રાજ્યમાં ઠંડીનું જોર વધતાં ફરીથી ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. કચ્છના નલિયાનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસા શહેરનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ અને ભુજનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગરનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીમાં 13 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો છે. ત્રણ દિવસ ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરીથી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પોષ મહિનાની અમાસ બાદ શિયાળાની ઠંડીનો છેલ્લો ચમકારો જોવા મળી રહ્યો છે. મહા મહિનાની આ ઠંડી પછી શિયાળો વિદાય લેશે.

Jan 25, 2020, 08:18 AM IST
coldwave in gujarat 20 January 2020 PT6M43S

હાડ થીજવી દે તેવી ઠંડી, કાતિલ ઠંડીથી ગુજરાતનું કોઈ શહેર બાકી નથી

રાજ્યભરમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં તાપમાનમાં આંશિક વધારો થયો છે, પણ ઠંડીનું જોર યથાવત છે. કચ્છના નલિયાનું તાપમાન 4.6 ડિગ્રી રહ્યું, તો જૂનાગઢના કેશોદનું તાપમાન 8.2 ડિગ્રી, રાજકોટ, ભૂજ, ગાંધીનગરનું તાપમાન 9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 10 અને મહુવામાં 10 ડિગ્રી, ડીસાનું 11.6, વડોદરાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું.

Jan 20, 2020, 09:15 AM IST

હવામાન ખાતા આગાહી: તૈયાર રહેજો... કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે

રાજ્યમાં ચારેતરફ ઠંડીએ જમાવટ કરી લીધી છે. ચારેતરફ ઠંડી (coldwave in gujarat) નું સામ્રાજ્ય એવુ ફેલાઈ ગયું છે કે ન પૂછો વાતો. શનિવારે ગુજરાતનું નલિયા શહેર 3.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી શહેર રહ્યું હતું. પરંતુ નલિયા કરતા પણ સૌથી વધો ઠંડો હતો ગિરનાર પર્વત. ગુજરાતના સૌથી ઉંચા પર્વત પર શુક્રવારે તાપમાન 1.5 ડિગ્રી નોંધાયું હતું. જે ઠંડીનો અત્યાર સુધીનો સૌથી નીચો પાર કહી શકાય. 

Jan 19, 2020, 09:01 AM IST

કાતિલ ઠંડીથી હજી પણ કોઈ રાહતના સમાચાર નથી, હવામાન ખાતાની છે આગાહી

સમગ્ર અમદાવાદ રાજ્યમાં લોહી થીજાવી દે તેવી કડકડતી ઠંડી (coldwave in gujarat) પડી રહી છે. જેમાં સૌથી વધુ કચ્છ થરથર ધ્રૂજી ઉઠ્યું છે. ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય જે કાતિલ ઠંડીના બાનમાં નહિ હોય. કચ્છના નલિયા (Naliya) નું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે. તો રાજકોટ અને જૂનાગઢનું તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું છે. જોકે, હજી પણ લોકોને આ કોલ્ડવેવમાંથી રાહત નહિ મળી શકે. કારણ કે, હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીની બચવા માટે લોકો વિવિધ પ્રયાસો કરી રહ્યાં છે. 

Jan 18, 2020, 08:05 AM IST

ક્યારેય વિચાર્યું છે કે શા માટે નલિયા જ શિયાળામાં સૌથી વધુ ટાઢુંબોળ હોય છે, આ રહ્યું મોટું કારણ

હાલ શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. પરંતુ સામે પક્ષે જનજીનવન પણ ઠંડીમાં સ્વાસ્થ્ય લાભ મેળવવા કવાયત કરી રહ્યાં છે. પરંતુ આજે આપણે વાત કરવી છે ઠંડી સાથે જોડાયેલા ગુજરાત (coldwave in gujarat) ના એક એવા સ્થળની, જેનો ઠંડીનો પારો સૌથી વધુ હાઈ રહે છે. એ સ્થળનું નામ છે નલિયા (Naliya). એક સમયે નૌત્તમપુરી, એ પછી નલિનપુર અને હવે નલિયા તરીકે ઓળખાતું ગામ શિયાળા અને ઉનાળામાં લોકજીભે ચઢતું રહે છે. શા માટે શિયાળામાં નિલાયા ઠંડીના કાતિલ મોજાને પાર પહોંચી જાય છે. ગગડતા પારા સાથે નલિયાનું નામ કેમ સૌથી પહેલા જોડાય છે. આવો જાણીએ આ પાછળનું કારણ. 

Jan 16, 2020, 01:50 PM IST
coldwave in gujarat 15 January PT2M37S

હાડ થીજવી દે તેવી ઠંડી, કાતિલ ઠંડીથી ગુજરાતનું કોઈ શહેર બાકી નથી

રાજ્યભરમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 6 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરમાં 7.7, અમરેલીમાં 9.4 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભૂજમાં 9.4 અને ડીસામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 8.4 અને જૂનાગઢમાં 8 ડિગ્રી તાપમાન છે.

Jan 15, 2020, 10:35 AM IST
rain in winter, gujarat's farmers in tension PT21M41S

વાદળછાયા વાતાવરણથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં, શું કરવું તે સમજાતુ નથી...

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ જિલ્લામાં માવઠું થયું છે. તો રાજકોટના ઉપલેટા અને જામ કંડોરણામાં કમોસમી વરસાદ વરસ્યો છે. શિયાળું વાવેતર વધવાની સાથે માવઠાથી નુકસાનની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે. તો જીરૂ, ઘઉં અને કઠોળના પાકને ભારે નુકસાનની ભીતિ લાગે છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

Jan 13, 2020, 10:35 AM IST
coldwave in gujarat, temperature reduce today PT4M8S

હવે બિન્દાસ્ત ઘરની બહાર નીકળજો, ઘટી ગયો કાતિલ ઠંડીનો પારો

રાજ્યમાં ઠંડીથી લોકોને આંશિક રાહત મળી છે. કચ્છના નલિયાનું તાપમાન 11 ડિગ્રી તો ડીસાનું તાપમાન 13 ડિગ્રી રહ્યું. તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં માવઠાની આગાહી અને વાદળછાયું વાતાવરણ હોવાથી તાપમાનનો પારો ઉંચકાયો છે, પરંતુ ઠંડીનું જોર યથાવત છે.

Jan 13, 2020, 08:45 AM IST
weather forecast for 13th January PT2M56S

ગુજરાતના ખેડૂતોના માથે વધુ એક વરસાદી આફત, હવામાન ખાતાની આજે મોટી આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં માવઠું થઈ શકે છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા અને માવઠા બાદ વધુ એક આકાશી આફતની આગાહી અપાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક લેનારા ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કુદરત આ માવઠામાંથી બચાવી લે, નહિ તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરી પછી ફરીથી ઠંડીમાં વધારો થશે. જો કે માવઠાની આગાહી હોવાથી ગઈ કાલથી જ રાજ્યમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.

Jan 13, 2020, 08:45 AM IST

ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે. દિવાળીથી લઈને ડિસેમ્બર સુધીના અનેક તહેવારોમાં વરસાદી અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે રાજ્યના કેટલાક ભાગવમાં વરસાદની શક્યતા છે. 

Jan 6, 2020, 07:52 PM IST

ઉત્તરથી ફૂંકાયેલા ઠંડા પવનોએ ગુજરાતે ઠાર્યું, શીતલહેરની હવામાન વિભાગની આગાહી

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાએ સમગ્ર રાજ્ય સહિત ગુજરાતને ઠૂંઠવી (coldwave in gujarat) નાંખ્યું છે. હાલ પણ ઉત્તર ભારતમાં એટલી જ હિમવર્ષા ચાલુ છે, ત્યારે ગુજરાતમાં ઠંડીથી કોઈ રાહત મળી નથી. ગુજરાતના અનેક શહેરોના તાપમાનમાં એકથી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તો બીજી તરફ નેપાળ, ઉત્તરાખંડ, જમ્મુ, હિમાચલવાસીઓને ઠંડીથી કોઈ રાહત મળી નથી. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત છે. ઉત્તરાખંડ અને હિમાચલના અનેક શહેરોનું તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. તો ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ભૂજ, નલિયા અને રાજકોટમાં 9 ડિગ્રી, અમરેલીમાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન.. 8 દિવસ શીતલહેરનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. 

Jan 4, 2020, 07:36 AM IST
coldwave in gujarat 3 January PT4M44S

ગુજરાતની ઠંડી આ વર્ષે જૂના રેકોર્ડના ભૂક્કા બોલાવી દેશે, જુઓ હવામાન ખાતાની આગાહી

ઉત્તર-પૂર્વીય દિશામાંથી વાતા પવનોની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાત્રો થીજવી દેતી ઠંડીનો મારો ચાલુ છે. બાકી હોય તો કોલ્ડવેવે લોકોને રીતસર ઠૂંઠવી દીધા છે. નલિયા ફરી એક હંમેશાની જેમ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું.. કેટલાક જિલ્લાઓમાં આજે પણ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય છે.

Jan 3, 2020, 08:25 AM IST

ગુજરાતીઓની નવા વર્ષની સવાર પણ કાતિલ ઠંડીથી થઈ, જુઓ ક્યાં કેટલો છે ઠંડીનો પારો

ઉત્તર-પૂર્વીય દિશામાંથી વાતા પવનોની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાત્રો થીજવી દેતી ઠંડીનો મારો ચાલુ છે. બાકી હોય તો કોલ્ડવેવે લોકોને રીતસર ઠૂંઠવી દીધા છે. નલિયા ફરી એક હંમેશાની જેમ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું.. કેટલાક જિલ્લાઓમાં આજે પણ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય છે. કચ્છના નલિયાનું તાપમાન 5 ડિગ્રીએ પહોંચી ગયું છે. 

Jan 1, 2020, 08:46 AM IST
Cold wave In Gujarat PT2M28S

રાજ્યભરમાં કાતિલ ઠંડી, નલિયામાં સૌથી ઓછું તાપમાન 3.6 ડિગ્રી

રાજ્યભરમાં કાતિલ ઠંડી (Coldwave) પડી રહી છે. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા (Naliya) માં 3.6 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.3 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી પર પહોંચી ગયું છે. શીત લહેરથી આખુ ગુજરાત થર થર ધ્રુજી રહ્યું છે. શહેરોમાં સવારે વાહનચાલકોને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે, તો ગામડાંમાં ઝાકળ પડતાં જમીન ઠરીને બરફ બની ગઈ છે. આજે રવિવાર હોવાથી સ્કૂલોમાં બાળકોને રાહત છે પરંતુ ઘરમાં પણ ઠંડી હાડ થીજાવી રહી છે.

Dec 29, 2019, 09:40 AM IST

શીત લહેરથી આખુ ગુજરાત થરથર ધ્રૂજ્યું, હવામાન ખાતાની આગાહી વાંચીને બહાર નીકળજો

રાજ્યભરમાં કાતિલ ઠંડી (Coldwave) પડી રહી છે. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા (Naliya) માં 3.6 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.3 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી પર પહોંચી ગયું છે. શીત લહેરથી આખુ ગુજરાત થર થર ધ્રુજી રહ્યું છે. શહેરોમાં સવારે વાહનચાલકોને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે, તો ગામડાંમાં ઝાકળ પડતાં જમીન ઠરીને બરફ બની ગઈ છે. આજે રવિવાર હોવાથી સ્કૂલોમાં બાળકોને રાહત છે પરંતુ ઘરમાં પણ ઠંડી હાડ થીજાવી રહી છે. 

Dec 29, 2019, 08:18 AM IST
Samachar Gujarat: North-East Winds Increased Cold In Gujarat PT23M50S

સમાચાર ગુજરાત: ઉત્તર પૂર્વના પવનોથી ગુજરાતીઓ ઠર્યા

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે શીત લહેર વધવાની આગાહી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જેથી ઠંડીનું નબળુ પડેલું જોર ફરી એકવાર ગુજરાતમાં વધે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

Dec 28, 2019, 09:30 AM IST