રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારના ગેમ ઝોન ની તપાસ કરાઇ હતી. જ્યાં અનિયમિતતા અને શરતોનો ભંગ થતો હોય તેની વિગતો તૈયાર કરીને પોલીસને આપવામાં આવી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: રાજકોટમાં TRP ગેમ ઝોન માં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ શહેરમાં પરવાનગી વિના ચાલતા ગેમ ઝોન ના સંચાલક સામે ફરિયાદ નોંધી છે. અમદાવાદ શહેરના સોલા નિકોલ અને આનંદ નગર વિસ્તારમાં ચાલતા ગેમ ઝોનમાં પરવાનગીનો અભાવ ઉપરાંત, કેટલીક અનિયમિતતા ધ્યાને આવતા પોલીસે ફરિયાદ નોંધી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારના ગેમ ઝોન ની તપાસ કરાઇ હતી. જ્યાં અનિયમિતતા અને શરતોનો ભંગ થતો હોય તેની વિગતો તૈયાર કરીને પોલીસને આપવામાં આવી હતી. જેના આધારે અમદાવાદ શહેર પોલીસે અમદાવાદ શહેર પોલીસની હદમાં આવતા ચાર ગેમ ઝોન ના સંચાલકો સામે પરવાનગી બાબતે જાહેરનામા ના ભંગ ની ફરિયાદ નોંધી છે.
ગેમ ઝોન માટે પોલીસ પરવાનગીના જાહેરનામાનો ભંગ અને લોકોના જીવ જોખમાય તેવા અવ્યવસ્થા બદલ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. સોલા પોલીસ સ્ટેશન હદમાં આવતા બે ગેમ ઝોન ના સંચાલકો સામે સોલા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ફન ગ્રીટો ના સંચાલક પિનાકીન દશરથ પટેલ અને ડિંકેશ નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોધી છે.
ઉપરાંત આજ વિસ્તારમાં ચાલતા જોય એન્ડ જોય ગેમ ઝોન ના સંચાલક સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.જોય એન્ડ જોયના અંકિત શાહ અને ઉમેશ પંચાલ નામના સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી. પ્રહલાદ નગર વિસ્તાર વિસ્તારમાં સીમા હોલ નજીક ચાલતા ગેમઝોનના સંચાલક વિજય પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન સંચાલક સામે પણ પોલીસે ફન કેમ્પસ ગેમ ઝોનના સંચાલક સામે ફરિયાદ નોંધી છે સાથે જ અમદાવાદ જિલ્લા માં બોપલ પોલીસ માં પણ 5 ફરિયાદ નોંધવા માં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે