ગુજરાતમાં ક્યારે આવશે અને કેવું જશે ચોમાસું? અંબાલાલ પટેલે કરી છાપરા ઉડાડે એવી ભયાનક આગાહી

Ambalal Patel: ભૂકંપની સચોટ આગાહી કરનાર ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસુ વહેલુ શરૂ થવાની શક્યતા છે. સાથે જ આ વર્ષે ચોમાસુ સારું રહેવાની શક્યતા હોવા છતાં કેટલાક ભાગોમાં વરસાદની વહેંચણી અનિયમિત રહે તેવી પણ આગાહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરું થાય છે. આ વર્ષે આંધીવંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે. 

1/8
image

ગુજરાતમાં હવે બારેમાસ ચોમાસું જેવી સ્થિતિ રહે છે. વર્ષના વચલા દહાડે ગમે ત્યારે કમોસમી વરસાદ આવી ચઢે છે. આવામાં ખરું ચોમાસું કેવુ જશે તે વધુ મહત્વનું છે. વર્ષ 2024 નું ચોમાસું કેવુ જશે તે માટે ભવિષ્યવાણી આવી ગઈ છે. અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. 

ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે

2/8
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું વહેલા શરુ થવાની શક્યતા છે. 8 થી 12 જૂનમાં ચોમાસાની શરૂઆત થશે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરું થાય છે. આ વર્ષે આંધીવંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે. 

જુલાઈમાં સારો વરસાદ રહેશે

3/8
image

સારા ચોમાસા અંગે તેમણે કહ્યું કે, 28 જૂનથી રાજ્યના મોટાભાગમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. જુલાઈ માસમાં સારો વરસાદ રહેશે. પાક માટે આ વર્ષે પશ્ચત્તર વરસાદની શક્યતા રહેતા દુધિયા દાણા આવાની અવસ્થામાં પાક ઉપર વિષમ અસર થાય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. તો વલસાડ અને બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.   

16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો કહેર વર્તાશે

4/8
image

અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે, 16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો કહેર વર્તાશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. 18 એપ્રિલથી કચ્છ અને મધ્યપ્રદેશમાં વાદળો આવવાની શક્યતા છે. 

5/8
image

વડોદરા, આણંદ અને અમદાવાદનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. જેની અસર ગુજરાતનાં ભાગો ઉપર થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. 10 થી 12 મે સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે.

4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ

6/8
image

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 

7/8
image

આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.

8/8
image

મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી-મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.