'પુષ્પા' ફિલ્મ તો અહીં પાણી ભરે તેવો ગુજરાતનો કિસ્સો: આ ગામડામાં ચંદન ચોરવા 'પુષ્પા' ગેંગ ત્રાટકી, પછી...
ઇડર તાલુકાના ફિંચોડ માં ચંદન ચોર ટોળકીએ ત્રાટકીને એક સાથે 13 ચંદનના ઝાડ કાપી નાખ્યા અને 10 ઝાડની ચોરી કરી લઇ ગયા અને કટર સાથે ત્રણ ઝાડ મૂકી ગયા જેને લઈને ખેડૂતને ચોરી થયાનું જણાતા જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ફિંચોડ ગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી હતી અને 13 ચંદનના વૃક્ષ કાપી નાંખ્યા હતા. જેના કારણે ફરી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ઈડર તાલુકામાં મોટા પ્રમાણમાં ચંદનનું વાવેતર થાય છે. અને છેલ્લા આઠ મહિનાથી ચંદન ચોરીની 15થી વધુ ઘટનાઓ સામે આવી છે.
ફિચોડ ગામમાં 13 વર્ષ પહેલા ચંદનના 500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે વૃક્ષ તૈયાર થયા ત્યારે ચોર ટોળકી ત્રાટકી હતી અને 13 ઝાડ કાપી નાંખ્યા હતા. જ્યારે ખેડૂતને ખબર પડી કે પોતાના ખેતરમાંથી વૃક્ષ ચોરાયા છે ત્યારે તેમણે જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઇડર તાલુકાના ફિંચોડ માં ચંદન ચોર ટોળકીએ ત્રાટકીને એક સાથે 13 ચંદનના ઝાડ કાપી નાખ્યા અને 10 ઝાડની ચોરી કરી લઇ ગયા અને કટર સાથે ત્રણ ઝાડ મૂકી ગયા જેને લઈને ખેડૂતને ચોરી થયાનું જણાતા જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. ત્યારે પોલીસે પણ હવે એક્શન મોડમાં આવી છે અને ટોળકીને પકડવા માટેની તપાસ શરુ કરી દીધી છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ચંદનનું વાવેતર વધુ થાય છે. છેલ્લા આઠ મહિનામાં દિન પ્રતિદિન અને મહીને ચાંદની 15 થી વધુ ગામોમાં ચોરી થઇ છે ત્યારે વધુ એક ચોરી ઈડરના ફિંચોડ ગામે થઇ હતી. દોઢ એકરમાં ચરુ સાથે ચંદનના 500 છોડનું 13 વર્ષ પહેલા વાવેતર કર્યું હતું અને હવે તૈયાર થવા આવેલા ચંદનને ચોરોની નજર લાગી ગઈ અને ટોળકીએ રાત્રીએ ફિંચોડ-ઇડર રોડ પર આવેલ ચંદનના ખેતરમાં ત્રાટકી અને ટોળકી રાત્રી દરમિયાન ગણતરીના કલાકોમાં જ કટર વડે ચંદનના 13 ઝાડ કાપી નાખ્યા અને તેમાં પણ થડનો બે ફૂટનો ભાગ કાપી લઇ ગયા હતા.
કાપેલા ત્રણ ચંદનના ઝાડ સાથે કટર ખેતરમાં ભૂલી ગયા અને ચંદન ચોર ટોળકી ભાગી ગઈ ત્યારે સવારે ખેતર માલિક ખેતાર્નમાં પાણી ચાલુ કરવા આવ્યા ત્યારે ખબર પડી કે ચંદન ચોરાયું છે. જેને લઈને ખેડૂતે જાદર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.
ઇડર પોલીસે તાલુકાના ગામડાઓમાં ચંદન ચોર ટોળકી ત્રાટકીને ચોરી કરી રહી હતી. ત્યારે એક વાર ચંદન ચોર ટોળકીને ઝડપી હતી. પરંતુ તે સિવાય પણ બીજી ટોળકી હોવાનું થઇ રહેલ ચોરી પરથી લાગી રહ્યું છે ત્યારે જાદર પોલીસને ખેડૂતે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી અને 13 જેટલા ચોરી થયેલ ચંદન અંગે રૂ 90 હજારની ચોરી નોધી હતી. તો બીજી તરફ ચંદન ચોરની રહી ગયેલ કટરને લઈને હવે પોલીસને આશા છે કે ટોળકી પકડાઈ જશે તે આશયે જ પોલીસે એફએસએલ અને ડોગ સ્કોર્ડની મદદથી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દિન પ્રતિદિન વધી રહેલા ચંદન ચોરીના બનાવોને લઈને ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે ચંદન ચોર ટોળકી ઝડપાઈ જાય તો ચંદનની ચોરી અટકે તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે