ગેનીબેન ઠાકોર

BJP વાળા આતંકવાદીઓએ એટલા પાપ કર્યા છે કે, સચિવાલય ગંગાજળથી ધોવું પડશે: ગેનીબેન ઠાકોર

પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા ગેનીબેન ઠાકોરે વધારે એક વિવાદિત નિવેદન આપ્યું છે. ગુજરાતમાં વાવમાંથી ધારાસભ્ય એવા ગેની બેન પોતાનાં વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ગેની બહેનના તેજાબી ભાષણના કારણે અત્યાર રાજકારણ ગરમાઇ ગયું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર બને તો મને સચિવાલયના ગેટ પર બેસાડજો. મારે ભાજપવાળાને અંદર ઘુસવા નથી દેવા. તમામને હું ગેટ પર જ રોકી રાખીશ અને સચિવાલય અપવિત્ર ન કરે તેનું ધ્યાન રાખીશ.

Aug 3, 2021, 07:36 PM IST

કોંગ્રેસી MLA હવે અભણ ડોક્ટરોને બચાવવા મેદાને, Dy.CM ને પત્ર લખીને કરી વિચિત્ર માંગ

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બોગસ તબીબોની વ્હારે આવ્યા છે. તેઓએ આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નકલી ડોક્ટર્સ સામે થયેલી કાર્યવાહીને અટકાવવા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજુઆત કરતા આશ્ચર્ય ફેલાયું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયામાં પોલીસ દ્વારા નકલી ડોક્ટર્સ સામે કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

Jun 11, 2021, 06:50 PM IST

ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા

નેતાઓ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે ગેનીબેન ઠાકોર બાદ હવે આજે રાજ્યકક્ષાના વન પ્રધાન રમણ પાટકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકર ગઈકાલે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. તબિયત નાદુસ્ત હોવાથી તેઓએ આજે કેબિનેટમાં ન આવવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેઓને હોસ્પિટલ દાખલ કરાયા હતા. 

Jul 8, 2020, 10:06 AM IST

વાવના MLA ગેનીબેન ઠાકોર કોરોનાની ઝપેટમાં, ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના

એક પછી એક રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાદ હવે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કોરોનામા સપડાયા છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબહેનને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે તેવુ જાણવા મળ્યું છે. 

Jul 7, 2020, 02:08 PM IST

વાવનાં MLA ગેનીબેનનું જ્ઞાન ફરી છલકાયું: શેરબજાર કરતા વધુ ગાબડા કેનાલોમાં પડે છે

રવી સીઝન માં ખેડૂતોએ પાક વાવેતર શરૂ કરતા પાક માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં સિંચાઇ માટેનું પાણી છોડવામાં આવતાં કેનલોની નબળી કામગીરી હોવાને પગલે વારંવાર ગાબડા પડતા ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં સતત કેનાલોમાં ગાબડાં પડતાં જે બાબતે નર્મદા વિભાગના અધિકારીએ કેનલો માં ગાબડા પાડવા નું મુખ્ય કારણ કેનલો માં ખેડૂતો દવરા આડસ કરાતી હોવાનું જણાવી દોષ નો ટોપલો ખેડૂતો પર ઢોળ્યો હતો. 

Jan 30, 2020, 11:10 PM IST
 Congress MLA GeniBen Thakor Talk With Zee 24 Kalak PT3M26S

પેટાચૂંટણીની જાહેરાત બાદ ગેનીબેન ઠાકોરે ઝી 24 કલાક સાથે કરી વાતચીત

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી.

Sep 21, 2019, 02:45 PM IST
Banaskantha: Water Logging in Madka Village PT7M31S

બનાસકાંઠા: માડકા ગામ પાણીમાં ગરકાવ, કમર સુધી ભરાયા પાણી

બનાસકાંઠા: વાવ અને થરાદના ગામોમાં પાણી ભરાયા હતા. વાવડી, માડકા, ચારડા ગામમાં પાણી ભરાયા છે. વાવના વાવડી ગામમાં ઘરોમાં ઘૂસ્યા પાણી.ગ્રામજનો સવારથી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. હાઈવે અને ગામના રસ્તા પર પાણી ભરાયા.

Jul 29, 2019, 06:10 PM IST
Banaskantha: Congress Leader Geniben Thakor visits flood Affected Madka Village PT5M49S

બનાસકાંઠા: માડકા ગામ પાણીમાં ગરકાવ થતા ગેનીબેન ઠાકોરે લીધી ગામની મુલાકાત

બનાસકાંઠા: વાવ અને થરાદના ગામોમાં પાણી ભરાયા હતા. વાવડી, માડકા, ચારડા ગામમાં પાણી ભરાયા છે. વાવના વાવડી ગામમાં ઘરોમાં ઘૂસ્યા પાણી.ગ્રામજનો સવારથી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. હાઈવે અને ગામના રસ્તા પર પાણી ભરાયા.

Jul 29, 2019, 05:30 PM IST
geniben thakor on low minded rules deputed by community PT5M36S

જુઓ બનાસકાંઠાંમાં ઠાકોર સમાજના તઘલખી નિયમો મુદ્દે ગેનીબેન ઠાકોરે શું કહ્યું

બનાસકાંઠાના 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યાં પાષાણ યૂગના નિયમો, કુંવારી છોકરીઓને મોબાઈલ રાખવા પર ફરમાવ્યો પ્રતિબંધ, દીકરી બીજા સમાજમાં લગ્ન કરશે તો પિતાના આપવો પડશે દોઢ લાખનો દંડ

Jul 16, 2019, 02:20 PM IST
After Viral Photos with Jitu Vaghani, Alpesh Thakor seen with another BJP Leader PT5M34S

કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ શું અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાશે?

બનાસકાંઠા: બનાસકાંઠામાં રાજનીતિના કટ્ટર હરીફો એક ટેબલ પર જોવા મળ્યા હતા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના દિકરાના લગ્નમાં શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર અને ગેનીબેન એક સાથે જોવા મળ્યા હતા. ત્રણેય હરીફ નેતાઓ એકબીજાને ચૂંટણી સમયે જાહેરમાં ટોકતા વારંવાર નજરે પડતા હતા પણ હવે સોશ્યલ મીડિયામાં જયારે લગ્નના ફોટા વાયરલ થઇ રહ્યા છે ત્યારે અટકળો લગાવામાં આવી રહી છે કે કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ શું અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાશે કે કેમ. ફોટાઓમાં ત્રણેય નેતાઓ વાતો કરતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.

May 10, 2019, 03:15 PM IST

લોકસભા ચૂંટણી 2019: લોકસભાની ટીકીટને લઇને બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ઘમાસાણ

લોકસભાની ચૂંટણીને લઇને બનાસકાંઠાના પાલનપુરમાં ઠાકોર સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ શિબિરમાં આયાતી ઉમેદવાર એટલે કે, અલ્પેશ ઠાકોંરના ચાલતા નામને લઇને હોબાળો સર્જાયો હતો. જોકે કેટલાંક આગેવાનો સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી. આ શિબિરને લઇને જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. 

Feb 17, 2019, 07:58 PM IST

થરાદ કેનાલમાં એક સાથે 4 બહેનપણીઓએ લગાવી મોતની છલાંગ

થરાદ પાસે મેઇન કેનાલમાં એક સાથે ચાર યુવતિઓએ મોતની છલાંગ લગાવતા ચારેય યુવતિઓના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબા આ ચારેય યુવતિઓ વાવ તાલુકાના દેથળી ગામની હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોચ્યાં હતા. 

Feb 4, 2019, 05:26 PM IST

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો બફાટ, નીતિન પટેલને પશુ સાથે સરખાવ્યા

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વાવના ઇશ્વરીયા ગામની મીટિંગમાં ભાષાણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી વિશે વિવાદિત નિવેદન કર્યું છે. તેમના મત વિસ્તારમાં નીતિન પટેલ દ્વારા સારા કામો કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. પણ કામને રોકી રાખવાનો આરોપ પણ ગેનીબેન દ્વારા લગાવામાં આવ્યો હતો. 

Jan 16, 2019, 11:28 PM IST

સાબરકાંઠા રેપ કેસ અંગે વાવના ધારાસભ્ય ગેનીબેનનું વિવાદિત નિવેદન, કહ્યું - આરોપીને સળગાવી દેવાય

સાબરકાંઠામાં બાળકીના દુષ્કર્મની ઘટનાનો સમગ્ર રાજ્યમાં ઘેર પ્રત્યઘાત પડ્યા છે અને ઠેર ઠેર પરપ્રાંતીય લોકો પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.

Oct 11, 2018, 05:38 PM IST