રાજનીતિ ગરમાઈ! ભરતસિંહ સોલંકીના નિવેદનને કોંગ્રેસે વખોડ્યું, કહ્યું; કોઈને નિર્ણય લેવાનો અધિકાર નથી...'
કોંગ્રેસ નેતા અજોય કુમારે આજે કહ્યું હતું કે ભરતસિંહનું નિવેદન અયોગ્ય છે.કોંગ્રેસ ગુજરાતમાં AAP સાથે ગઠબંધન નહીં કરે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારીઓની પાર્ટી છે. કેજરીવાલ દિલ્લીથી સરકાર ચલાવી શકે તેવો ચહેરો જાહેર કરશે.
Trending Photos
રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજોય કુમારે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. અજોય કુમારે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. ભરતસિંહ સોલંકીના નિવેદનને કોંગ્રેસે વખોડી કાઢ્યું છે.
કોંગ્રેસ નેતા અજોય કુમારે આજે કહ્યું હતું કે ભરતસિંહનું નિવેદન અયોગ્ય છે.કોંગ્રેસ ગુજરાતમાં AAP સાથે ગઠબંધન નહીં કરે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારીઓની પાર્ટી છે. કેજરીવાલ દિલ્લીથી સરકાર ચલાવી શકે તેવો ચહેરો જાહેર કરશે.
કોંગ્રેસ નેતા અજોય કુમારે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખોટા વાયદાઓ આપી રહી છે. દિલ્હીમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના આપ સાથેના નિવેદનને લઈને તેમણે જણાવ્યું હતું કે ક્યારેય આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહિ થાય. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ સિવાય કોઈ વ્યક્તિ ગઠબંધનનો નિર્ણય કરવાનો અધિકાર નથી. દિલ્હી અને ગુજરાત મોડલ લોકોને છેતરવા માટેનું મોડલ છે.
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડકે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, સચિન પાયલોટ સહિતના નેતાઓ પ્રચાર કરવા આવશે.
આ પણ જુઓ વીડિયો:-
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાઇ શકે છે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં બ્રેક લઈ ગુજરાત આવશે. હિમાચલ પ્રદેશમાં મતદાન બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પ્રવાસની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાંથી સમય કાઢી રાહુલ ગાંધી ગુજરાતમાં બે દિવસનો પ્રવાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે