કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જિલ્લા તથા શહેર પ્રમુખોની કરી નિમણુંક

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જિલ્લા તથા શહેર પ્રમુખોની નિમણુંક કરી છે. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જિલ્લા તથા શહેર પ્રમુખોની કરી નિમણુંક

અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જિલ્લા તથા શહેર કોંગ્રેસ પ્રમુખોની નિમણુંક કરી છે. કુલ 9 જિલ્લા તથા 3 શહેરોના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. ભાવનગર, આણંદ, ભરૂચ, ડાંગ, ખેડા, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, તાપી જિલ્લાના પ્રમુખોની નિમણુંક કરી દેવામાં આવી છે. તો અમદાવાદ શહેર, નડિયાદ શહેર તથા વડોદરા શહેર પ્રમુખોની નિમણુંક કરી છે. 

જિલ્લા તથા શહેર પ્રમુખોની થયેલી નિમણુંક
ભાવનગર - પ્રવીણ રાઠોડ 
આણંદ - વિનુભાઈ ઠાકોર 
ભરૂચ - પરિમલસિંહ રાણા 
ડાંગ - મોતીભાઈ ચૌધરી 
ખેડા - રાજેશ ઝાલા
રાજકોટ - હિતેશ વોરા 
છોટા ઉદેપુર - યશપાલસિંહ ઠાકોર 
પોરબંદર - નાથાભાઇ ઓડેદરા 
તાપી - ભીલભાઈ ગામીત 
અમદાવાદ શહેર - શશીકાંત પટેલ 
નડિયાદ શહેર - ચિરાગ બ્રહ્મભટ્ટ 
વડોદરા શહેર - પ્રશાંત પટેલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news