ગુજરાત કોંગ્રેસ

2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને જૂના જોગીઓ જ ડૂબાડશે, હાઈકમાન્ડે કરાવેલા સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (gujarat congress) ના ખેમામાં હલચલ મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને જૂના જોગીઓ જ ડૂબાડશે તેવો કોંગ્રેસના હાઈ કમાન્ડે કરાવેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. AICCએ ગુજરાત કોંગ્રેસને અંધારામાં રાખીને એક સરવે કરાવ્યો હતો. હાઈકમાન્ડના સર્વેમાં ચોંકાવનારા તારણો નીકળ્યા છે. 

Sep 24, 2021, 04:58 PM IST

ગાંધીનગર : વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ધર્ષણમાં પરેશ ધાનાણીના માથામાં વાગ્યું 

તૌકતે વાવાઝોડા (tauktae cyclone) માં સરકાર દ્વારા ચૂકવાયેલ સહાયમાં વિસંગતતાના આરોપ કોંગ્રેસે કર્યો છે. જે મામલે તૌકતે પ્રભાવિત વિસ્તારના કોંગ્રેસ (gujarat congress) ના ધારાસભ્યોની નેતા વિપક્ષ પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. જેના બાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા યોજાયા હતા. જો કે કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આ ઘર્ષણમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) ના માથા પર વાગ્યુ હતું અને તેમના કપાળ પરથી લોહી નીકળવા લાગ્યુ હતું.  

Aug 11, 2021, 01:11 PM IST

યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જૂથવાદ : હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગ્રૂપ આમને-સામને

ગુજરાત કોંગ્રેસમાં વિવાદો અટકવાનુ નામ નથી લઈ રહ્યા. વિધાનસભાની ચૂંટણી ભલે દોઢ વર્ષ બાકી હોય, પણ કોંગ્રેસના આંતરિક ઝઘડા હજી શાંત નથી થઈ રહ્યા. કોંગ્રેસ (gujarat congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સામે અનેક નેતાઓને નારાજગી છે. ત્યારે હવે યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં પણ બે ગ્રૂપ પડી ગયા છે. યૂથ કોંગ્રેસની ચૂંટણી માટે ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ (hardik patel) ગ્રૂપ આમને-સામને આવી ગયું છે. યૂથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવા બંને ગ્રૂપ એડીચોટીનુ જોર લગાવી રહ્યાં છે. 

Aug 8, 2021, 11:13 AM IST

આખરે શું રંધાઈ રહ્યું છે? કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે હાર્દિક પટેલની ગેરહાજરી

ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ સાથે અન્ય નેતાઓની નારાજગી છૂપી નથી. હવે આ નારાજગી જાહેરમાં દેખાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના વિરોધમાં હાર્દિક પટેલ (Hardik Patel) ની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી છે. પક્ષના નેતાઓ સાથે વિરોધ પ્રદર્શનમાં રહેવાને બદલે હાર્દિક પટેલ હાલ રાજકોટ પહોંચ્યા છે. જેને કારણે પક્ષમાં ફરી કાનાફૂસી શરૂ થઈ છે. 

Jul 20, 2021, 01:16 PM IST

કાર્યકર્તાએ વ્યથા ઠાલવીને કહ્યું, ભરતસિંહ સોલંકીને સાઈડલાઈન કરો, તેમને કારણે પક્ષની છાપ ખરડાઈ

 • પાર્ટીના કાર્યકરે બે પત્ની રાખનાર ભરતસિંહ સોલંકીને સાઈડલાઈન કરવા ધાનાણીને કહ્યું 
 • પરેશ ધાનાણી અને કાર્યકર વચ્ચે ભરતસિંહ સોલંકીને લઈને થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો

Jul 18, 2021, 07:42 AM IST

કોંગ્રેસના વધારે એક નેતા શોખીન નિકળ્યાં! બે પત્ની અને બંન્નેના પુત્રોએ ચૂંટણીમાં દાવો ઠોકતા કોકડું ગુંચવાયું

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તો ચરમસીમાએ છે જ સાથે સાથે હવે નેતાઓનાં પારિવારિક આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલમાં જ ભરતસિંહ દ્વારા પોતાની પત્નીને નોટિસ આપવાનો મુદ્દો શાંત નથી થયો ત્યાં કોંગ્રેસનાં બીજા એક અગ્રણી નેતાની બે પત્નીઓ વિવાદમાં છે. નેતાજીની બંન્ને પત્નીના પુત્રોએ યુથ કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણુંક માટે ચૂંટણી યોજાઇ તેમાં બંન્નેએ એક જ પદ પર દાવો ઠોક્યો હતો. હાલ યુથ કોંગ્રેસમાં હોદ્દેદારોની ચૂંટણી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસમાં પોતાની જાતને કદ્દાવર ગાણવતા અને અમદાવાદમાં સારો એવો મોભો ધરાવતા નેતાની બે પત્નીઓ અને તેના પુત્રો સામસામે આવી ગયા છે. જેના કારણે નેતાજી પણ વિમાસણમાં મુકાયા છે. 

Jul 15, 2021, 05:20 PM IST

ગુજરાત કોંગ્રેસમાં લિડરશિપને લઈ સળવળાટ શરૂ, દિલ્હી પહોંચ્યા કેટલાક નેતા

 • પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારની શક્યતા વચ્ચે તુષાર ચૌધરી સહિત અનેક નેતાઓને દિલ્હી બોલાવાયા
 • અનેક રાજ્યોમા કોંગ્રેસમાં આંતરિક કલહ ચાલી રહ્યો છે. જેને સોલ્વ કરવામાં કોંગ્રેસ હાઈકમાન કામે લાગ્યું છે

Jul 14, 2021, 03:15 PM IST

કોંગ્રેસમાં ડખા : નિખિલ સવાણી રાજીનામું આપે તે પહેલાં જ યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી હકાલપટ્ટી કરાઈ

 • બેઠકમાં નિખિલ સવાણી અને યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી
 • સમગ્ર મામલામાં સિનિયર નેતાઓ બન્યા મૂક પ્રેક્ષક બનીને સમગ્ર મામલો જોઈ રહ્યા હતા

Jul 9, 2021, 08:13 AM IST

કોંગ્રેસ ફરી શંકરસિંહ બાપુના શરણે? ભરતસિંહ સાથે બંધ બારણે મુલાકાત બાદ રાજકારણ ગરમાયું

ગુજરાતમાં આગામી વિધાનસભા પહેલા જ તડજોડની રાજનીતિ ફરી એકવાર શરૂ થઇ ચુકી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ફરી એકવાર ઘરવાસપીના ભણકારા વાગી રહ્યા છે. બાપુ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે. 

Jun 17, 2021, 07:58 PM IST

ગુજરાત સરકાર દ્વારા અપાયેલ રાહત પેકેજ અભુતપૂર્વ છે, કોંગ્રેસ હલકી રાજનીતિ કરી રહ્યું છે: પ્રદીપસિંહ

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ખુબ જ વિનાશ વેર્યો છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા સર્વે કરીને રાહતની જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે આ રાહત પેકેજ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આને લોલિપોપ ગણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કિસાન સંધો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. 

May 27, 2021, 07:39 PM IST

સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું

 • સુરતમાં PAAS સમર્થિત કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત આપવાની શરૂઆત કરી
 • વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા
 • જ્યોતિ સોજિત્રા અને કાંતિ ભરવાડ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા કોંગ્રેસને ફટકો પડવાની શરૂઆત થઈ

Feb 9, 2021, 02:35 PM IST

સરદાર પટેલથી અમિત ચાવડા સુધીના પ્રદેશ પ્રમુખોએ ગુજરાતમાં અનેક ઉતારચઢાવ જોયા

 • હવે અમિત ચાવડાએ રાજીનામુ ધર્યુ છે, ત્યારે કોને માથે પ્રમુખની જવાબદારી આવે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે
 • લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રથમ પ્રદેશ પ્રમુખ હતા

Dec 21, 2020, 08:43 AM IST

‘આજે મારું ભારત બંધ નહિ રહે, અને આજે તો શું ક્યારેય બંધ નહિ રહે...’

આજે કૃષિ બિલને પગલે ભારત બંધ (bharat bandh) નું આહવાન કરાયું છે. ત્યારે કેટલાક લોકો આ બંધના સમર્થનમાં છે, અને કેટલાક લોકો તેના વિરોધમાં છે. આવામાં સુરત શહેરના એક યુવાન દ્વારા ભારત બંધના એલાનના દિવસે ખાસ આ બંધનો વિરોધ નોંધાવ્યો હતો. તેને પોતાના ટીશર્ટ ઉપર એક ખાસ સંદેશ લગાવ્યો છે. જેમાં લખાવ્યું છે કે, ‘આજે મારું ભારત બંધ નહિ રહે, અને આજે તો શું ક્યારેય બંધ નહીં રહે...’

Dec 8, 2020, 05:10 PM IST

CM રૂપાણીએ રાહુલ ગાંધીને કટાક્ષમાં કહ્યું, કોથમીર અને મેથીમાં શું ફરક છે તે કહો

આજે ભારત બંધના દેશભરમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે મહેસાણામાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યા હતા. એક કટાક્ષમાં તેઓએ કહ્યું હુતં કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોથમીર અને મેથીમાં શું ફરક છે તે જણાવે. 

Dec 8, 2020, 04:48 PM IST

અમદાવાદ : વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તા BRTSની 3 બસની ચાવી લઈને ભાગ્યા

ભારત બંધની અસર ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં નહિવત જેવી જોવા મળી. અમદાવાદમાં અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. પરંતુ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં વિરોધ કરવા પહોંચેલા NSUIના કાર્યકરોએ 3 બીઆરટીએસ બસ રોકીને તેની ચાવી લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ પણ ચાવી લઈ ફરાર થયેલા કાર્યકરોને પકડવા દોડાદોડ કરી મૂકી હતી. 

Dec 8, 2020, 02:45 PM IST

ભારત બંધ વચ્ચે અમરેલીમાં જોવા જેવા દ્રશ્યો સર્જાયા, પરેશ ધાનાણી દુકાનો બંધ કરાવવા નીકળ્યા, તો દિલીપ સંધાણીએ...

 • અમરેલી શહેરમાં પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડાપકડી જેવો માહોલ ઉભો થયો હતો.
 • પરેશ ધાનાણી આગળ અને પોલીસ પાછળ તેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

Dec 8, 2020, 01:47 PM IST

રાજકોટમાં બંધની કોઈ અસર નહિ, લોકોએ કહ્યું-બંધ એ કોઈ વિકલ્પ નથી

આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, પણ તેની કોઈ અસર રાજકોટમાં ન જોવા મળી. આજે રાજકોટમાં સવારથી જ બધુ ખુલ્લુ જોવા મળ્યું. બસ સેવા, રીક્ષા, બજારો બધુ જ સવારથી ચાલુ છે. અનેક માર્કેટ સવારથી ખુલ્લી છે. રાજકોટમાં ભારત બંધ (bharat bandh) ની અસર નહિવત જોવા મળી. બે માર્કેટ યાર્ડને બાદ કરતાં તમામ બજારો ખુલ્લા છે. રાજકોટ (rajkot) માં જનજીવન સામાન્ય બની રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ત્યારે બંધ વિશે પ્રતિસાદ આપતા શહેરીજનોએ જણાવ્યું કે, આંદોલનકારીઓએ સરકાર સાથે વાટાઘાટ કરી નિરાકરણ લાવવું જોઈએ. બંધ એ કોઇ વિકલ્પ નથી. લોકડાઉન અને અનલોક બાદ વેપારીઓની પરિસ્થિતિ ધીમેધીમે આગળ વધી રહી છે. હાલના સમયમાં બંધ પાળવું વેપારીઓ માટે મુશ્કેલ છે. 

Dec 8, 2020, 01:11 PM IST

Bharat Bandh : શાંત ગુજરાતમાં કોંગ્રેસનો કાંકરીચાળો, અનેક કાર્યકર્તાઓની અટકાયત, અનેક નજરકેદ

ભારત બંધ (Bharat Bandh) ની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી છે. લગભગ મોટાભાગના માર્કેટ યાર્ડે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે. રોજની જેમ ખેડૂતો એપીએમસીમાં ખેતપેદાશો ખરીદવા અને વેચવા આવી રહ્યાં છે. તો કેટલાક ખેડૂત સંગઠનો શાંતિપૂર્ણ રીતે બંધને આહવાન આપી રહ્યાં છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ (gujarat congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઠેરઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શનો દ્વારા ભારત બંધને સમર્થન આપી રહ્યાં છે. આમ, શાંત ગુજરાતમાં કોંગ્રેસ કાંકરીચાળો કરવાનું પ્રયાસ કરી રહ્યાં છે. જેને પગલે પોલીસ એક્શનમાં આવી છે, અને વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે. તો અનેક લોકોને નજરકેદ કરાયા છે, જેથી ગુજરાતની શાંતિ વધુ ડહોળાઈ નહિ. 

Dec 8, 2020, 12:35 PM IST

સુરતમાં ભારત બંધની અસર : કોંગી કાર્યકર્તા રસ્તા પર ઉતર્યા, અનેકની અટકાયત

ભારત બંધ (Bharat Bandh) ના આહવાનને પગલે સુરતાં નહિવત પ્રતિસાદ જોવા મળ્યો. પણ સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે દેખાવો કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તો સાથે જ સુરત શહેર (surat congress) ના કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાને નજરકેદ કરવામાં આવ્યા છે. તો પાલિકાના વિરોધ પક્ષના નેતા પપન તોગડિયાની અટકાયત કરવામાં આવી છે.  

Dec 8, 2020, 11:48 AM IST

ભારત બંધમાં ગુજરાતમાં કોંગ્રેસે ટાયરો સળગાવ્યા, ખેડૂત સમર્થનમાં નારા લાગ્યા

ખેડૂતોના ભારત બંધના આહવાન સામે આજે ગુજરાતમાં નહિવત અસર જોવા મળી છે. ક્યાંક માર્કેટ બંધ રહ્યાં છે, પરંત ગુજરાતનું જનજીવન રાબેતામુજબ ધબકી રહ્યું છે. આ વચ્ચે ક્યાંક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યાં છે. વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર બંધને સમર્થન આપીને ટાયર સળગાવાયા છે.    

Dec 8, 2020, 11:02 AM IST