રામ મંદિર અયોધ્યામાં જ બનેલું રહેશે,કોંગ્રેસ 2019 બાદ સુનાવણીનું કાવત્રું રચી રહી છે

મહંત નૃત્યગોપાલ દાસનાં જન્મોત્સવ કાર્યક્રમ દરમિયાન આજે અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર નિર્માણ અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિરનો મુદ્દો સમાધાન તરફ જઇ રહ્યો છે. યોગીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનીને રહેશે. સમાધાનની તરફ તેમનો રસ્તો જઇ રહ્યો છે. યોગીએ સવાલ કર્યો કે સંતોને મંદિર નિર્માણ મુદ્દે શંકા શા માટે થઇ રહી છે ? તેમણે કહ્યું કે, મંદિર નિર્માણ સમગ્ર ભારતની ભાવના છે. 

રામ મંદિર અયોધ્યામાં જ બનેલું રહેશે,કોંગ્રેસ 2019 બાદ સુનાવણીનું કાવત્રું રચી રહી છે

નવી દિલ્હી : મહંત નૃત્યગોપાલ દાસનાં જન્મોત્સવ કાર્યક્રમ દરમિયાન આજે અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર નિર્માણ અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિરનો મુદ્દો સમાધાન તરફ જઇ રહ્યો છે. યોગીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનીને રહેશે. સમાધાનની તરફ તેમનો રસ્તો જઇ રહ્યો છે. યોગીએ સવાલ કર્યો કે સંતોને મંદિર નિર્માણ મુદ્દે શંકા શા માટે થઇ રહી છે ? તેમણે કહ્યું કે, મંદિર નિર્માણ સમગ્ર ભારતની ભાવના છે. 

યોગીએ સાધુ સંતોની આ વાત પર પણ ધ્યાન ખેંચ્યું કે અમે વિધાયિકા અને કાર્યપાલિકાનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. યોગીએ કહ્યું કે, 2019 બાદ રામ મંદિર પર સુનવણીનું કાવત્રું રચાઇ રહ્યું છે. આજે તમામ સાધુ સંતોની નજર તે વાત પર ટકેલી છે કે યોગી આદિત્યનાથ મંદિર નિર્માણના મુદ્દે શું કહીશું. જો કે જ્યારથી યોગી મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી તેઓ પાર્ટીની તે લાઇન પર જ યાવત્ત છે કે તેમનું સમાધાન કોર્ટનાં ચુકાદા બાદ જ થશે. મોટી છાવણીના મહંત નૃત્યગોપાલદાસનો આજે જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે. 

અગાઉ યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલાયા યુનિવર્સિટીમાં દલિતોને અનામત આપવાની માંગ ઉઠાવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે દળ ભાજપને દલિત વિરોધી કહી રહ્યું છે તે દલિતોને અનામત્ત હજી સુધી શા માટે નથી અપાવી શકી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news