માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થશે, બધા મોદી ચોર હોવાનું કર્યું હતું નિવેદન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત (Surat) કોર્ટ કેસમાં જુબાની આપવા માટે આવશે. બધા મોદી ચોર હોવાના રાહુલ ગાંધી Rahul Gandhi) ના નિવેદન અંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. કોર્ટમાં ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઈ ચૂકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે. આ કેસમાં રાહુલ ગાંધી પોતાનું ફાઇનલ સ્ટેટમેન્ટ આપશે.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થશે, બધા મોદી ચોર હોવાનું કર્યું હતું નિવેદન

તેજશ મોદી/સુરત :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત (Surat) કોર્ટ કેસમાં જુબાની આપવા માટે આવશે. બધા મોદી ચોર હોવાના રાહુલ ગાંધી Rahul Gandhi) ના નિવેદન અંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. કોર્ટમાં ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઈ ચૂકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે. આ કેસમાં રાહુલ ગાંધી પોતાનું ફાઇનલ સ્ટેટમેન્ટ આપશે.

શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. 

સુરતમાં રાહુલ ગાંધીનુ સ્વાગત થશે 
માનહાનિના કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. રાહુલ ગાંધીના આગમનને પગલે કોંગ્રેસના સિનિયર નેતાઓ સુરત પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ સુરત આવી પહોંચ્યા છે. તો વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી પણ સુરત આવ્યા છે. સુરત આવનાર રાહુલ ગાંધીનું અલગ અલગ સ્થળોએ સ્વાગત થશે. રાહુલ ગાંધી સવારે 9.30 કલાકે એરપોર્ટ પર પહોંચશે. તેના બાદ તેઓ 10.30 કલાકે સુરત જિલ્લા કોર્ટમાં હાજર થશે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરી તેઓ તરત જ દિલ્હી જવા રવાના થશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news