6 જિ.પંચાયતો ગુમાવતા કોંગ્રેસ આકરા પાણીએ, તમામ બળવાખોરોને કર્યા સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે, અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા જિલ્લા તથા તાલુકા પંચાયતોના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. 

 

  6 જિ.પંચાયતો ગુમાવતા કોંગ્રેસ આકરા પાણીએ, તમામ બળવાખોરોને કર્યા સસ્પેન્ડ

અમદાવાદઃ ગુજરાત કાંગ્રેસના પ્રમુખ દ્વારા છ જિલ્લા પંચાયતો કોંગ્રેસના હાથમાંથી સરકતાં કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી. આ કોન્ફરન્સમાં બળવાખોરોને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, અમદાવાદના 6  ભાવનગર 3,  પાટણના 8, દાહોદના 9, મહિસાગરના 3 અને બરોડના 3 સભ્યોને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ૨3 જિલ્લા પંચાયતમાં કાંગ્રેસનુ શાસન હતું અને ૧૮ જિલ્લા પંચાયતમાં જ પુન: સાશન સ્થાપિત થયું  છે.  કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ રૂપિયાના જોરે અને સત્તાના જોરે શામ, દામ, દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કરી કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે કોંગ્રેસે 32 તાલુકા પંચાયત પણ ગુમાવી દીધી છે. આ પહેલા 146 તાલુકા પંચાયત પર કોંગ્રેસનું શાસન હતું. હવે માત્ર 114 તાલુકા પંચાયતો પર કોંગ્રેસની સત્તા રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news