PM મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજની કરી જાહેરાત, Lockdown 4.0 ના હશે નવા નિયમો

વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે રાત્રે 8 વાગે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ભારતમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. 

PM મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજની કરી જાહેરાત, Lockdown 4.0 ના હશે નવા નિયમો

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેંદ્રએ કોરોના કાળમાં દેશને 5મીવાર સંબોધિત કરતાં 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી. આ જાહેરાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 'આ પેકેજ ભારતની GDP ના લગભગ-લગભગ 10 ટકા છે. આ પેકેજ 2020માં દેશનઈ વિકાસ યાત્રાને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને  સિદ્ધ કરવા માટે આ પેકેજમાં લેન્ડ, લિક્વિડિટિ, લેબર, કુટિર ઉદ્યોગ, લધુ ઉદ્યોગ તમામ માટે ઘણું બધુ છે. આ પેકેજ દેશના તે ખેડૂતો માટે છે. જે દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે. આ દેશના મધ્યમ વર્ગ માટે છે. આ પેકેજ ભારતના ઉદ્યોગો માટે છે. આવતીકાલથી આગામી થોડા દિવસો સુધી નાણા મંત્રી દ્વારા પેકેજની વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવશે. 

પીએમ મોદીએ કહ્યું કે 'દેશને ભારતના ગરીબ ભાઇ-બહેનોની સહનશક્તિનો પરીચય પણ જોયો. તેમણે આ દરમિયાન ખૂબ કષ્ટ સહન કર્યું છે. એવું કોણ હશે જે તેમની ગેરહાજરીને મહેસૂસ ન કરી હોય. તેને ધ્યાનમાં રાખતાં દરેક વર્ગ માટે આર્થિક પેકેજમાં જાહેરાત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કોરોના કાળમાં દેશને 5મી વાર સંબોધિત કરતાં કહ્યું કે 'કોરોના સંક્રમણ સામે મુકાબલો કરતાં દુનિયાને હવે ચાર મહિનાથી વધુ સમય પસાર થઇ ગયો છે . આ દરમિયાન તમામ દેશોના 42 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પોણા ત્રણ લાખથી વધુ લોકોના દુખદ મૃત્યું થયા છે. ભારતમાં પણ લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, સાથીઓ એક વાયરસે દુનિયાને તો તહેસ નહેસ કરી દીધી છે. આખી દુનિયા જીંદગી બચાવવામાં એક પ્રકારે જંગ લડી રહી છે. 

આપણે આવું સંકટ જોયું નથી, ના તો સાંભળ્યું છે. નિશ્વિતપણે માનવ જાતિ માટે આ બધુ અકલ્પનિય છે. આ ક્રાઇસિસ અભૂતપૂર્વ છે. પરંતુ થાકવું, હારવું, તૂટવું, વિખેરાઇ જવું માનવને મંજૂર નથી. સર્તક રહેતા, તમામ નિયમોનું પાલન કરતાં હવે આપણે બચવાનું પણ છે અને આગળ વધવાનું પણ છે.

सतर्क रहते हुए,
ऐसी जंग के सभी नियमों का पालन करते हुए,
अब हमें बचना
भी है और
आगे भी बढ़ना है: PM @narendramodi

— PMO India (@PMOIndia) May 12, 2020

આજે જ્યારે દુનિયા સંકટમાં છે, ત્યારે આપણે આપણો સંકલ્પ વધુ મજબૂત કરવો પડશે, આપણો સંકલ્પ આ સંકટ કરતાં પણ વિરાટ હશે. સાથીઓ આપણે ગત શતાબ્દીથી સતત સાંભળતા આવ્યા છીએ કે 21મી સદી હિંદુસ્તાનની છે. કોરોના સંકટ બાદ પણ દુનિયામાં જે સ્થિતિઓ સર્જાઇ રહી છે, તેને પણ આપણે સતત જોઇ રહ્યા છીએ. 

विश्व भर में करोड़ों जिंदगियां संकट का सामना कर रही हैं।

सारी दुनिया,
जिंदगी बचाने की जंग में जुटी है: PM @narendramodi

— PMO India (@PMOIndia) May 12, 2020

પીએમ મોદીએ કહ્યું કે 'આજે સ્થિતિ એ છે કે ભારતમં દરરોજ 2 લાખ પીપીઇ અને 2 લાખ એન95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. ભારતે આપત્તિને અવસરમાં બદલી છે. ભારતની આ દ્વષ્ટિ પ્રભાવશાળી સિદ્ધ થવાની છે. વિશ્વની સમક્ષ ભારતની સંસ્કૃતિ તે આત્મનિર્ભરતાની વાત કરે છે જેની આત્મા વસુધૈવ કુટુંબકમ છે. ભારતની પ્રગતિમાં તો હંમેશા વિશ્વની પ્રગતિ સમાહિત રહી છે.

ભારતના લક્ષ્યોનો પ્રભાવ વિશ્વ કલ્યાણ પર પડે છે. ટીવી હોય, કુપોષણ હોય, ભારતના અભિયાનોની અસર દુનિયા પર પડે જ છે. આ પગલાંથી ભારતની દુનિયાભરમાં પ્રસંશા થાય છે. દુનિયાને વિશ્વાસ થવા લાગ્યો છે કે ભારત ખૂબ સારું કરી શકે છે. માનવ જાતિના કલ્યાણ માટે ઘણું બધુ સારું થઇ શકે છે. 130 કરોડ દેશવાસીઓનો આત્મનિર્ભર ભારતના સંકલ્પના કારણે આ સંભવ થઇ શક્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે 'આજે આપણી પાસે સાધન છે, આપણે પાસે દુનિયાની સૌથી સારું ટેલેન્ટ છે, આપણે બેસ્ટ પ્રોટોકોલ બનાવીશું. સપ્લાઇ ચેનને વધુ આધુનિક બનાવીશું. આ આપણે જરૂર કરીશું. મે મારી આંખો સામે કચ્છ ભૂકંપના તે દિવસો જોયા છે. બધુ ધ્વસ્ત થઇ ગયું હતું, માનો કે કચ્ચ મોતની ચાદર ઓઢીને સુઇ ગયું હતું. કોઇ વિચારી પણ ન શકે કે હાલત ઠીક થઇ શકશે, પરંતુ જોતજોતાં કચ્છ ઉભું થઇ ગયું. આપણે નક્કી કરી લઇએ તો લક્ષ્ય મુશ્કેલ નથી. આ છે ભારતને આત્મનિર્ભર બનાવવું. ભારતની સંકલ્પ શક્તિ એવી છે કે ભારત આત્મનિર્ભર બની શકે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news