રાજકોટનો અનોખો પ્રસંગ: પંડિતજી અને સગાસંબંધીઓ ઝુમ એપ દ્વારા જોડાયા

કોરોનાવાયરસ ની આ મહામારીમાં માનવનું જીવન ધોરણ ખુબ જ બદલાઇ રહ્યું છે. પ્રસંગો પણ હવે ઓનલાઈન થઈ રહ્યા છે. રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શ્રીમંતનો પ્રસંગ online ઉજવાયો. રાજકોટ મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં પતિ પત્ની એ પોતાના ઘરે આવેલો શ્રીમંત નો પ્રસંગ ઓનલાઈન ઉજવ્યો હતો.
રાજકોટનો અનોખો પ્રસંગ: પંડિતજી અને સગાસંબંધીઓ ઝુમ એપ દ્વારા જોડાયા

રક્ષિત પંડ્યા/રાજકોટ : કોરોનાવાયરસ ની આ મહામારીમાં માનવનું જીવન ધોરણ ખુબ જ બદલાઇ રહ્યું છે. પ્રસંગો પણ હવે ઓનલાઈન થઈ રહ્યા છે. રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શ્રીમંતનો પ્રસંગ online ઉજવાયો. રાજકોટ મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં પતિ પત્ની એ પોતાના ઘરે આવેલો શ્રીમંત નો પ્રસંગ ઓનલાઈન ઉજવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાની કોરોનાવાયરસ કોર ટીમના સભ્ય ડોક્ટર મિલન પંડયાએ કોરોનાવાયરસની મહામારી વચ્ચે સગા વ્હાલાઓને તેમના જ ઘરે રહી આ પ્રસંગમાં હાજરી આપવા જણાવ્યું હતું. આ માટે તેમણે ખાસ જુમ એપ્લિકેશનની મદદ લીધી હતી. વિડીયો કોલના મારફતે બધા સગા વાલા હોય તેમના ઘરે રહીને આ પ્રસંગ હાજરી આપી હતી. એટલે સુધી કે પંડિતજી પણ પોતાના ઘરે જ રહીને ઓનલાઇન વિધિ કરાવી હતી. તમામ સગાવહાલાઓએ ઓનલાઇન જ આશિર્વાદ આપ્યા હતા.

આ ડોક્ટર દંપતીએ જણાવ્યું કે, તેમના ઘરે આવતા પ્રસંગોને લઈને ખૂબ જ ઉત્સાહ હતો. તમામ લોકોને પોતાના ઘરે આમંત્રિત કરવાનું નક્કી કર્યું હતું. જોકે કોરોનાવાયરસની આ મહામારી વચ્ચે લોકોનો ભેગા થાય એ જ જરૂરી હોય એવા સમયે તેમણે ટેકનોલોજીનો સહારો લઇ આ પ્રસંગ ઉજવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news