વડોદરાઃ પાદરામાં કોરોનાના કેસ વધતા મહત્વનો નિર્ણય, તમામ બજારો પાંચ દિવસ રહેશે બંધ

પાદરામાં દિવસને દિવસે કોરોના પોઝિટિવ કેસો આવતા આરોગ્ય અને વહીવટીતંત્રની ચિંતા વધી છે. જેમાં 9 જેટલા પાજરા શાક માર્કેટના વેપારીઓ પણ ઝપેટમાં આવ્યા છે. 

Updated By: Jun 11, 2020, 05:48 PM IST
  વડોદરાઃ પાદરામાં કોરોનાના કેસ વધતા મહત્વનો નિર્ણય, તમામ બજારો પાંચ દિવસ રહેશે બંધ

મિતેશ માલી/વડોદરાઃ પાદરામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસે વહીવટી તંત્રની ચિંતા વધારી દીધી છે. અત્યાર સુદી કોરોના વાયરસના કુલ 23 કેસ નોંધાયા છે, જેમાં 9 શાકભાજીનો વેપાર કરતા લોકો પણ ઝપટે ચડી ગયા છે. હવે તે સુપરસ્પ્રેડર ન બને તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાદરાના વેપારીઓએ પાંચ દિવસ સુધી સ્વૈચ્છિક બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પાદરા મામલતદાર કચેરીમાં વેપારીઓ અને રાજકીય અગ્રણીઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

પાંચ દિવસ બંધ રહેશે બધી માર્કેટ
પાદરામાં દિવસને દિવસે કોરોના પોઝિટિવ કેસો આવતા આરોગ્ય અને વહીવટીતંત્રની ચિંતા વધી છે. જેમાં 9 જેટલા પાજરા શાક માર્કેટના વેપારીઓ પણ ઝપેટમાં આવ્યા છે. ત્યારે પાદરા મામલતદાર કચેરી ખાતે પાદરાના વિવિધ બજારોના વેપારી આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને નગર પાલિકાના સભ્યો સાથે વહીવટીતંત્ર બેઠક યોજી હતી. જેમાં  લોકોની ભીડ ન જામે અને સંક્રમિત ન થાય તે માટે તમામ બજારો અને શાક માર્કેટના વેપારીઓએ બેઠકમાં લોકોના હિત માટે સ્વયંભુ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ દિવસ માટે પાદરાની વિવિધ બજારો બંધ રહેશે. જેમાં ચોકસી બજાર  અને અનાજ કરીયાના બજારના વેપારીઓ બંધમાં જોડ્યા હતા.

કેટલાક લોકો ભારતને વિભાજીત કરવા માગે છે, રામચંદ્ર ગુહાને સીએમનો વળતો જવાબ  
 
 મામલતદાર કચેરીમાં પૂર્વ પાલીકા પ્રમુખ પરેશ ગાંધી, કારોબારી અધ્યક્ષ સંજય પટેલ તથા શૈલશ સ્વામી તથા બજાર ના અગ્રગણ્ય વેપારીઓમાં ચોકસી મહાજર મંડળ તથા ગાંધી ચોક બજાર તેમજ શાક માર્કેટના વેપારીઓ તથા રાજકી5 આગેવાનોએ  એક અવાજે 5 દિવસ સ્વંયભુ  બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube