રાજ્યમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલા અંગે મુખ્ય સચિવે હ્યુમન રાઇટ કમિશનને સોંપ્યો રિપોર્ટ

રિપોર્ટમાં મુખ્ય સચિવે ઉલ્લેખ કર્યો છે કે, રાજ્યના ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા પોલીસ વડાએ તમામ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને ઘટના પર સતત નજર રાખવા જણાવ્યું હતું.
 

  રાજ્યમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલા અંગે મુખ્ય સચિવે  હ્યુમન રાઇટ કમિશનને સોંપ્યો રિપોર્ટ

ગાંધીનગરઃ રાજ્યમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાના મામલામાં રાજ્યના મુખ્ય સચિવે હ્યુમન રાઇટ કમિશનને રિપોર્ટ સોંપ્યો છે. મુખ્ય સચિવે સરકારે લીધેલાં પગલાં બાબતે કમિશનને અવગત કર્યું છે. મુખ્ય સચિવે ઉલ્લેખ કર્યો છે કે, 14 માસની બાળકીના અપહરણ અને દુષ્કર્મ બાદ ઠાકોર જ્ઞાતિમાં રોષ જોવા મળ્યો હતો. ઉપરાંત ઠાકોર જ્ઞાતિના કેટલાક લોકોએ કર્યા ઉશ્કેરણીજનક નિવેદનો પણ કર્યાં હતા. જેના કારણે રાજ્યમાં ઠેરઠેર પરપ્રાંતિયો પર હુમલા થયાં હતા.

રિપોર્ટમાં મુખ્ય સચિવે ઉલ્લેખ કર્યો છે કે, રાજ્યના ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા પોલીસ વડાએ તમામ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને ઘટના પર સતત નજર રાખવા જણાવ્યું હતું. પરપ્રાંતિયો પર થયેલા હુમલામાં 12 જિલ્લામાં 63 કેસ નોંધાયા છે. જેમાં 754 લોકોની ધરપકડ પણ કરાઇ હતી. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ અને વીડિયો મોકલનાર સામે આઇટી એક્ટ હેઠળ કાર્યવાહી થઇ હતી જેમાં પણ 71 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા SRPની 17 કંપની તહેનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત પરપ્રાંતિયોના રહેઠાણની જગ્યા, પેટ્રોલિંગ તેમજ અધિકારીઓના નંબર સહિતની સુરક્ષા માટે લીધેલાં પગલાઓનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં સ્થિતી શાંત છે. તેમજ સ્થાનિક ઉદ્યોગપતિઓને પણ પોલીસ સાથે સંપર્કમાં રહેવા નિર્દેશ કરવામાં આવ્યો છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news