સેમસંગે લોન્ચ કર્યો 5 કેમેરા અને 512GB મેમરીવાળો ફોન
દક્ષિણ કોરિયાની મોબાઈલ નિર્માતા કંપની સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન Galaxy A9 (2018) મંગળવારે લોન્ચ કર્યો છે, આ દુનિયાનો પ્રથમ રિયર ક્વાડ કેમેરા ધરાવતો સ્માર્ટફોન છે
Trending Photos
નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની મોબાઈલ નિર્માતા કંપની સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન Galaxy A9 (2018) મંગળવારે લોન્ચ કર્યો છે. આ દુનિયાનો પ્રથમ રિયર ક્વાડ કેમેરા ધરાવતો સ્માર્ટફોન છે. આ ફોનમાં પાછળના ભાગમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે. આ કેમેરામાં ટેલીફોટો, અલ્ટ્રાવાઈડ અને ડેપ્થ સેન્સર્સનો ઉપયોગ કરાયો છે. ફોનના ફ્રન્ટમાં 24 મેગાપિક્સલનો કેમેરા છે, જે ફેસ અનલોક ફંક્શનાલિટી સાથે આવે છે.
8 GB અને 6 GB RAM સાથે બે વિરએન્ટ
ઈન્ફિનિટી ડિસ્પ્લે સાથેના આ Galaxy A9 ફોનમાં 660 ઓક્ટોકોર ક્વાલકેમ સ્નેપડ્રેગોન પ્રોસેસરનો ઉપયોગ કરાયો છે. ફોનમાં 8GBની RAM છે અને તે 3D ગ્લાસ કવર્ડ બેક સાથે આવે છે.
આ ઉપરાંત 6 GB RAMનો પણ એક ફોન છે, જેની કિંમત રૂ.36,900 છે. 8 GB ફોનની કિંમત 39,990 છે. ફોન બબલગમ પિન્ક, કેવિયર બ્લેક અને લેમોનેડ બ્લૂ રંગમાં ઉપલબ્ધ છે.
ક્યાંથી ખરીદશો નવો ફોન
Galaxy A9 (2018) ફોન તમે ઓનલાઈન એરટેલ સ્ટોર, અમેઝન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ અને સેમસંગ શોપ પરથી ખરીદી શકો છો. રીટેલ માર્કેટમાં તે 28 નવેમ્બરથી મળવાનો શરૂ થઈ જશે. જો તમે તેને ખરીદવા ઈચ્છો છો તો આજે જ તેને પ્રી-બુક કરાવી શકો છો. જો તમારી પાસે એચડીએફસી બેન્કનું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે તો તમને આ ફોનના બુકિંગ પર રૂ.3000 કેશબેક પણ મળશે.
ભારતી એરટેલ સાથે કરાર
સમસંગ કંપનીએ ભારતની મોબાઈલ સેવા પ્રદાતા કંપની ભારતી એરટેલ સાથે પણ એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત 6GB RAM ધરાવતો Galaxy A9 ફોન તમને એરટેલ ઓનલાઈન સ્ટોર પર રૂ.3690ના ડાઉન પેમેન્ટ પર અને રૂ.2349ની EMI પર મળશે. તેના 8GB RAM ના વર્ઝન માટે તમારે રૂ.4,890નું ડાઉન પેમેન્ટ કરવાનું રહેશે અને તેના માટેનો EMI રૂ.2,449 રહેશે.
એન્ડ્રોઈડ ઓરિયો 8.0 પર ચાલે છે ફોન
Samsung Galaxy A9 (2018) ફોન એન્ડ્રોઈડ ઓરિયો 8.0 પર ચાલે છે. 6.3 ઈંચના ફૂલ ડિસ્પ્લે સાથે આવતા આ ફોનમાં ઓક્ટા-કોર ક્વાલકેમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. આ ફોનમાં 24 મેગા પિક્સલનો પ્રાઈમ કેમેરા છે. બીજો 10 મેગા પિક્સલનો ટેલીફોટો કેમેરા છે. તે 2x ઓપ્ટિકલ ઝૂમ અને F/2.4 અપર્ચર લેન્સ સાથે સજ્જ છે.
આ ઉપરાંત તેમાં 5 મેગા પિક્સલ ડેપ્થ કેમેરા પણ આપવામાં આવ્યો છે. સેલ્ફીના દિવાના યુઝર્સ માટે આ ફોનમાં 24 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
ફોનમાં 128GB ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી આપવામાં આવી છે, જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા 512GB સુધી વધારી શકાય છે. ફાસ્ટ ચાર્જિંગ માટે ફોનમાં 3800mAh બેટરી આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે