વીકેન્ડમાં તમે ગુજરાતના આ સ્થળે ફરવા જવાનો હોય તો માંડી વાળજો

કચ્છમાં ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. કોઈ હિલ સ્ટેશન હોય એવા દ્ર્શ્યો સામે આવ્યા છે. ધીનોધર ડુંગર જાણે કે કોઈ સિમલા મનાલી જેવું વાતાવરણ જેવું ભાસી રહ્યું છે. નખત્રાણા પાસેના તપોભૂમિ ધીનોધર ડુંગર વાદળોથી ઘેરાતા આહલાદક દૃશ્યો સર્જાયા છે.

વીકેન્ડમાં તમે ગુજરાતના આ સ્થળે ફરવા જવાનો હોય તો માંડી વાળજો

ઝી ન્યૂઝ/સુરત: હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના ડભારી દરિયા કિનારે દરિયામાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે. તેમ છતાં અહીં આવતા સહેલાણીઓ કોઈ પણ સુરક્ષા વગર દરિયામાં ફરવા અને ન્હાવા જઈ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં આગામી 24 કલાક ખૂબ જ ભારે છે. સુરતના ઓલપાડનો ડભારી દરિયો કિનારો સેહલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ઓલપાડના ડભારી દરિયામાં મસમોટા મોંજા ઉછળતા, ભારે પવન ફૂંકાતા તંત્ર એલર્ટ બની ગયું છે.

ગઈકાલે (શુક્રવાર) દરિયામાં આવેલી ભરતીના પાણી ખોડિયાર માતાના મંદિર સુધી આવી જતા તંત્ર એલર્ટ બન્યું છે. ઓલપાડ પોલીસ ડભારી દરિયા કિનારે સ્ટેન્ડ બાય છે. શનિ અને રવિવારે ડભારી દરિયા કિનારે મોટી સંખ્યામાં સેહલાણીઓ આવતા હોય છે. ત્યારે ઓલપાડ પોલીસ તેમ જ સાગર સુરક્ષા દળના જવાનો પણ હાજર છે. હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે  સ્થાનિક માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાઈ છે. એક તરફ જિલ્લા કલેક્ટરે દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા સૂચન કર્યું છે. બીજી તરફ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે ઓલપાડ તંત્રની બેદરકારી સામે આવી રહી છે.

કચ્છમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
કચ્છમાં ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. કોઈ હિલ સ્ટેશન હોય એવા દ્ર્શ્યો સામે આવ્યા છે. ધીનોધર ડુંગર જાણે કે કોઈ સિમલા મનાલી જેવું વાતાવરણ જેવું ભાસી રહ્યું છે. નખત્રાણા પાસેના તપોભૂમિ ધીનોધર ડુંગર વાદળોથી ઘેરાતા આહલાદક દૃશ્યો સર્જાયા છે. મેઘમહેરે તીર્થસ્થાન ધીનોધરને હરિયાળીથી સજાવી દેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

બીજી બાજુ ડાંગમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે જન જીવન ખોરવાયું હતું. પરંતુ ચારેકોર નદી-નાળાં વરસાદી પાણીથી છલકાઈ રહ્યાં છે. અત્ર-તત્ર-સર્વત્ર નાના-મોટા ધોધ વહી રહ્યા છે. ફરી એકવાર ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાપુતારા- આહવામાં વાતાવરણ મનમોહક દ્રશ્યો સર્જાયા છે. આ સૌંદર્યને જોવા લોકો અહીં ઉમટી પડ્યા છે. 

હાલારના તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ 
જામનગરના હાલારના તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગઈકાલે (શુક્રવાર) અપાયેલું 3 નંબરનું સિગ્નલ હટાવ્યું છે. હવામાનમાં સુધારો થતાં અને પવનની ગતિ ઓછી થતા 3 નંબરનું સિગ્નલ હટાવાયું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું છે. GMB દ્વારા 3 નંબરનું સિગ્નલ દૂર કરી એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news