PHOTOS: અંદાજિત ખર્ચ કરતા ઓછા ખર્ચે તૈયાર થયો છે બુંદેલખંડ એક્સપ્રેસ વે, જાણો તેની ખાસિયતો
ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારને દેશની રાજધાની દિલ્હી સાથે જોડતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુંદેલખંડ એક્સપ્રેસ વે હવે શરૂ થઈ ગયો છે. પીએમ મોદીએ આજે તેનું ઉદ્ધાટન કર્યું.
Trending Photos
ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારને દેશની રાજધાની દિલ્હી સાથે જોડતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુંદેલખંડ એક્સપ્રેસ વે હવે શરૂ થઈ ગયો છે. પીએમ મોદીએ આજે તેનું ઉદ્ધાટન કર્યું. આ અગાઉ પીએમ મોદી કાનપુર પહોંચ્યા હતા જ્યાં સીએમ યોગી આદિત્યનાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રેકોર્ડ સમય અને અંદાજીત ખર્ચ કરતા ઓછા ખર્ચે બનેલા આ એક્સપ્રેસ વેથી બુંદેલખંડના લોકોને દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચવામાં સરળતા રહેશે અને ઔદ્યોગિક વિકાસને પણ ગતિ મળશે.
બુંદેલખંડ એક્સપ્રેસ વે બનવાથી ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર અને જાલૌનના લોકો માટે દિલ્હીની મુસાફરી સરળ બની જશે. આ એક્સપ્રેસ વે પર 250થી વધુ નાના પુલ, 15થી વધુ ફ્લાયઓવર, 6 ટોલ પ્લાઝા, અને 12થી વધુ મોટા પુલ અને 4 રેલવે પુલ બનાવવામાં આવ્યા છે.
24 કલાક પોલીસ પેટ્રોલિંગ અને એમ્બ્યુલન્સન સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બુંદેલખંડ એક્સપ્રેસ વેની લંબાઈ 296 મીટર છે. ચાર લેન પહોળા બુંદેલખંડ એક્સપ્રેસ વેની બંને બાજુ વધારાની જમીન છે જેનાથી ભવિષ્યમાં જો ગાડીઓની અવરજવર વધે તો તેને પહોળો કરીને 6 લેન સુધી બનાવી શકાય.
હાલ ચિત્રકૂટથી દિલ્હી પહોંચવામાં લગભગ 700 કિમીનું અંતર કાપવું પડતું હતું. જેમાં 12 કલાક જેટલો સમય લાગતો હ તો. બુંદેલખંડ એક્સપ્રેસ વે બનવાથી આ અંતર ફક્ત 630 કિમી રહી જશે અને સમય પણ બચશે.
દાવો થઈ રહ્યો છે કે મુસાફરીનું અંતર ઘટવાથી એક્સપ્રેસ વેના રસ્તે ચિત્રકૂટથી દિલ્હીની મુસાફરી ફક્ત 6 કલાકમાં પૂરી થઈ જશે. 296 કિમી લાંબા આ એક્સપ્રેસ વે પર લોકોની સગવડ માટે 4 જન સુવિધા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 4 પેટ્રોલ પંપ પણ બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2020માં બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2023માં પૂરો થવાનો હતો પરંતુ 8 મહિના વહેલો પૂરો થઈ ગયો.
એક્સપ્રેસ વે 8 નદીઓ બાગેન, કેન, શ્યામા, ચંદાવલ, બિરમા, યમુના, બેતવા અને સેંગરથી થઈને પસાર થાય છે. 6 ભાગમાં બનેલા એક્સપ્રેસ વેના નિર્માણ પાછળ 14,850 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 15000 કરોડ રૂપિયા હતો. જો કે ઈ ટેન્ડરિંગની પસંદગી દ્વારા યોગી આદિત્યનાથ સરકારે લગભગ 1132 કરોડ રૂપિયા પણ બચાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે