ગુજરાતનું ગૌરવ: ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે બેંગ્લોર ખાતે ઓપન નેશનલ એથ્લેટીક મીટ 2022માં જીત્યો ગોલ્ડ મેડલ
બેંગ્લોરના કાંતિરવા સ્ટેડિયમ ખાતે આ નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 યોજાઈ છે. આ ચેમ્પિયનશિપ 19 ઓક્ટોબર એટલે કે આજ રોજ સમાપ્ત થશે.
Trending Photos
ડાંગ: ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા દોડવીર મુરલી ગાંવિતે ફરી એક વખત ઓપન નેશનલ એથલેટીક મિટ 2022માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
બેંગ્લોરના કાંતિરવા સ્ટેડિયમ ખાતે આ નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 યોજાઈ છે. આ ચેમ્પિયનશિપ 19 ઓક્ટોબર એટલે કે ગઈકાલ (બુધવાર) રોજ સમાપ્ત થશે. આ પાંચ દિવસીય મીટમાં દેશભરમાંથી 800 થી વધુ સ્પર્ધકોએ 47 મેડલ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. જેમાં ઓપન એથ્લેટિક્ મીટ 10000 મીટર દોડમાં ગુજરાતના ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા દોડવીર મુરતી ગાંવિતે પણ ભાગ લીધો હતો.
આ પાંચ દિવસીય મીટમાં દેશભરમાંથી 800 થી વધુ સ્પર્ધકોએ 47 મેડલ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. જેમાં ઓપન એથ્લેટિક્ મીટ 10000 મીટર દૌડ માં ગુજરાતના ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા દોડવીર મુરતી ગાંવિતે પણ ભાગ લીધો હતો. દોડવીર મુરલી ગાવિતે આ સ્પર્ધામાં ગોલ્ડ મેળલ પ્રાપ્ત કરી જીત મેળવી છે.
ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા દોડવીર મુરલી ગાંવિતે ફરી એક વખત કર્ણાટક બેંગ્લોર ખાતે યોજાયેલ ઓપન નેશનલ એથલેટીક મિટ 2022માં ગોલ્ડ મેડલ મેળવી ડાંગ જિલ્લા સહીત દેશનું નામ રોશન કર્યું છે. મુરલી ગાંવિત કર્ણાટકના બેંગ્લોર ખાતે તારીખ 19/10/2022 ના રોજ યોજાયેલ ઓપન એથ્લેટિક્ મીટ 10000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી રાજ્યનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારતા ડાંગ વાસીઓમાં ખુશી છવાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના વતની મુરલી ગાંવિત ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા બન્યા છે. કુમારબંધ ગામ ખાતે રહેતા મુરલી ગાવિતે દોડમાં અનેક મેડલો મેળવ્યા હોવાથી તેનું નામ ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત તરીકે જાણીતું છે. તેઓએ ગોલ્ડ મેળલ જીતીને ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારતા ડાંગવાસીઓમાં ખુશી છવાઈ ગઈ છે.
આ પણ વીડિયો જુઓ:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે